Saturday, April 27, 2024
More
    હોમપેજદેશG20ની તૈયારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે આગળ આવ્યાં હિંદુ...

    G20ની તૈયારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જળવાય રહે તે માટે આગળ આવ્યાં હિંદુ સંગઠનો, પ્રતીકાત્મક રીતે યોજાઈ શોભાયાત્રા: હાલ માહોલ શાંતિપૂર્ણ

    “અમારા નેતા નલ્હડ મંદિર પહોંચી રહ્યા છે, તેઓ ત્યાં જળાભિષેક કરશે. અડચણોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા થતી G20ની તૈયારીઓ વચ્ચે અમે યાત્રાને પ્રતીકાત્મક તરીકે પૂર્ણ કરવા માટેનો નિર્ણય કર્યો છે.”- હિંદુ સંગઠનો

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં અધૂરી રહી ગયેલી શોભાયાત્રા પૂર્ણ કરવાના હિંદુ સંગઠનોના એલાન બાદ હવે વિશ્વ હિંદુ પરિષદે તેને પ્રતીકાત્મક રીતે પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. નૂંહથી અમુક કિલોમીટર દૂર પાટનગર દિલ્હીમાં આ અઠવાડિયે યોજાનાર G20 સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે ત્યારે પરિસ્થિતિ જોતાં હિંદુ સંગઠનોએ આ નિર્ણય કર્યો હતો. 

    મીડિયા સાથે વાત કરતાં VHP પ્રવક્તા વિનોદ બંસલે નૂંહમાં આયોજિત વ્રજમંડળ શોભાયાત્રા પ્રતીકાત્મક રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમારા નેતા નલ્હડ મંદિર પહોંચી રહ્યા છે, તેઓ ત્યાં જળાભિષેક કરશે. હિંદુ સમુદાયના અન્ય પ્રતિનિધિઓ પણ તેમની સાથે રહેશે. અડચણોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા થતી G20ની તૈયારીઓ વચ્ચે અમે યાત્રાને પ્રતીકાત્મક તરીકે પૂર્ણ કરવા માટેનો નિર્ણય કર્યો છે.” 

    નૂંહમાં હાલ બિલકુલ શાંતિ છે. પોલીસતંત્ર ખડેપગે છે અને ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા રાજ્ય સરકારે સુરક્ષાનું કારણ આપીને આ યાત્રાને પરવાનગી આપી ન હતી. સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, યાત્રામાં જોડાવાની જગ્યાએ લોકો પોતાનાં વિસ્તારમાં સ્થિત મંદિરોમાં જઈને જળાભિષેક કરી શકે છે. તેમણે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવી એ રાજ્ય સરકારની જવાબદારી ગણાવી હતી. 

    - Advertisement -

    હરિયાણાનાં ADG- લૉ એન્ડ ઓર્ડર મમતા સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, “માહોલ બિલકુલ ઠીક અને શાંતિપૂર્ણ છે. બહારથી કોઈ આવીને માહોલ ખરાબ ન કરે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, ઠેરઠેર પોલીસબળ તહેનાત છે, નાકાબંધી કરવામાં આવી રહી છે, ચેકિંગ પણ ચાલી રહ્યું છે. આજ રાત સુધી ઇન્ટરનેટ બંધ રહેશે તેમજ ધારા 144 લાગુ કરવામાં આવી છે. અમને તમામ સમુદાયોનો પણ સહયોગ મળી રહ્યો છે.”

    યાત્રા અને જળાભિષેકને લઈને તેમણે કહ્યું હતું કે, “જળાભિષેક માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નથી અને એ નિયમિત રીતે દર સોમવારે થાય જ છે.  નલ્હડ મંદિરે પણ જેમ દર સોમવારે થાય છે તેમ આજે પણ કરવામાં આવી રહ્યો છે. અમે સુરક્ષા વ્યવસ્થા પણ જળવાય રહે અને લોકોની ધાર્મિક ભાવનાને પણ ઠેસ ન પહોંચે તે રીતે જળાભિષેક કરાવી રહ્યા છીએ. પરંતુ બહારથી લોકો ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને માત્ર સ્થાનિકો જ તેમાં ભાગ લે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં