દેશ માટે ખુમારીની ઘડી એટલેકે પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી ઠેકાણાં પર ભારતના વીર જવાનોએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક. પરંતુ કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓ આ ગૌરવની ક્ષણ પર પણ વારંવાર રાજકારણ રમવાનું ચુકતા નથી. વરિષ્ઠ કોંગ્રેસી નેતા રાશિદ અલ્વીએ હવે સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્નો ઉઠાવ્યા છે પરંતુ તેમનાં પ્રશ્નો વિચિત્ર છે.
ન્યુઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં રાશિદ અલ્વીએ જણાવ્યું છે કે તેમને સર્જીકલ સ્ટ્રાઈક બાબતે ભારતની સેના પર વિશ્વાસ છે પરંતુ ભારત સરકાર પર વિશ્વાસ નથી. અલ્વીનું કહેવું છે કે સેનાની વીરતા અંગે તેમને કોઈ શંકા નથી પરંતુ ભાજપની સરકાર અભિમાની છે અને આથી તેમને તેના પર વિશ્વાસ નથી.
#WATCH | We’ve confidence in our security forces but can’t trust BJP govt. Govt says it has video (of surgical strike) so what’s wrong with Digvijaya Singh asking govt to show it? We’re not asking for proof (of strike) but govt should show video it claims it has:Rashid Alvi, Cong pic.twitter.com/ULtlUyBgLJ
— ANI (@ANI) January 27, 2023
રાશિદ અલ્વી આગળ જણાવે છે કે જ્યારે આ સર્જીકલ સ્ટ્રાઈક થઇ ત્યારે સરકારે કહ્યું હતું કે તેની વિડીયોગ્રાફી કરવામાં આવી છે, તો સરકારે એ વિડીયો દેખાડવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે. રાશિદ અલ્વીએ થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં પ્રવેશેલી ભારત જોડો યાત્રા દરમ્યાન અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક પર કરવામાં આવેલા પ્રશ્નોનું સમર્થન કર્યું હતું.
રાશિદ અલ્વી આ ઇન્ટરવ્યુમાં કહે છે કે દિગ્વિજયસિંહે એ પ્રકારનો પ્રશ્ન કરીને કશું ખોટું નથી કર્યું. દિગ્વિજયસિંહે થોડા દિવસો અગાઉ જ સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે સરકાર કહે છે કે આ સર્જીકલ સ્ટ્રાઈકમાં અસંખ્ય લોકો માર્યા ગયા છે પરંતુ સરકાર આ બાબતે કોઈજ પુરાવા આપતી નથી. દિગ્વિજયસિંહે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરરજો આપતી કલમ 370 અને 35A હટાવવાની પણ ટીકા કરી હતી.
અત્રે એ નોંધનીય છે કે જ્યારે ઉરીના લશ્કરી કેમ્પ પર આતંકવાદી હુમલો થયો અને તેનાં થોડાં જ દિવસો બાદ પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી કેમ્પને નષ્ટ કરવા સર્જીકલ સ્ટ્રાઈક થઇ હતી. એ દિવસે સવારે જ ભારતીય સેનાએ પોતાનું નિવેદન આપ્યું હતું. સેનાનાં પ્રવક્તાએ તે સમયે જ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.
આમ છતાં આજે રાશિદ અલ્વી અને અગાઉ દિગ્વિજયસિંહ જેવા કોંગ્રેસી નેતાઓ સરકારનાં બહાને સેના પર અને સેનાનાં જવાનોની બહાદુરી પર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. ભારતમાં સેના સરકાર હસ્તક હોય છે અને આથી સરકારનાં આદેશ પર જ આ પ્રકારે કોઈ મોટું પગલું લેવાતું હોય છે. આવામાં જેણે સર્જીકલ સ્ટ્રાઈકનો હુકમ આપ્યો તેનાં પર કોંગ્રેસી નેતાઓને ભરોસો નથી પરંતુ એ હુકમનું પાલન કર્યું તેનાં પર વિશ્વાસ છે એ બાબત વિચિત્ર લાગે છે.