Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ત્રણ મહિનામાં ત્રીજી વખત 10 વર્ષની કેદની સજા:...

    કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ત્રણ મહિનામાં ત્રીજી વખત 10 વર્ષની કેદની સજા: 20 કેસ હજું પણ પેન્ડિંગ

    23 સપ્ટેમ્બર 2022ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે 1999ના કેસમાં મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે અંસારીને 5 વર્ષની જેલની સજાની સાથે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ગાઝીપુર કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કુલ કેસોની સુનાવણીમાં કોન્સ્ટેબલ રઘુવંશ સિંહ અને ગાઝીપુરના એએસપી સહિત અનેક લોકોની હત્યાના મુકદમા સામેલ હતા.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પ્રથમ કાર્યકાળમાં માફિયા રાજનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની વાત કરી હતી. ત્યારથી રાજ્યમાં પોલીસ-વહીવટ દ્વારા ગુંડાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મુખ્તાર અંસારીને જેલની સજા થવી પણ તેમાંથી એક છે.

    માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીને છેલ્લા ત્રણ મહિનામાં મળેલી આ ત્રીજી સજા છે . 21 સપ્ટેમ્બર, 2022ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે જેલર એસ.કે. અવસ્થીને પિસ્તોલ તાણવા અને ધમકી આપવા બદલ સજા ફટકારી હતી. વર્ષ 2003ના આ કેસમાં કોર્ટે અંસારીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે .

    - Advertisement -

    એ જ રીતે 23 સપ્ટેમ્બર 2022ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે 1999ના કેસમાં મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે અંસારીને 5 વર્ષની જેલની સજાની સાથે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જેલ સુપ્રિટેન્ડેન્ટ રમાકાંત તિવારીની 4 ફેબ્રુઆરી 1999ના રોજ હત્યા કરવામાં આવી હતી.

    મુખ્તાર અંસારી છેલ્લા કેટલાક સમયથી યુપીની બાંદા જેલમાં બંધ છે. તેની સામે ગેંગસ્ટર એક્ટ અને હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ધમકી સહિતના અન્ય કલમો હેઠળ 59 કેસ નોંધાયેલા છે. જેમાંથી 20 કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.

    મુખ્તાર અંસારી ઉપરાંત તેની ગેંગના 282 લોકો સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. જેમાંથી 126 પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે 66 પર ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્તાર અંસારીના 5 સહયોગીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

    વિવિધ કેસોમાં કાર્યવાહી કરીને ઉત્તર પ્રદેશ પોલીસે મુખ્તાર અંસારીની લગભગ 290 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તો બીજી તરફ વહીવટીતંત્રે લગભગ 283 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિનો નાશ પણ કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં