Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાની જુમ્મા મસ્જિદ અને લાલ ચર્ચને ફાયર વિભાગની નોટીસ: ગુરુદ્વારા અને સ્વામીનારાયણ...

    વડોદરાની જુમ્મા મસ્જિદ અને લાલ ચર્ચને ફાયર વિભાગની નોટીસ: ગુરુદ્વારા અને સ્વામીનારાયણ મંદિરને પણ ફાયર સેફટીના સંસાધનો વસાવવા નિર્દેશ

    વડોદરા શહેર ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ફાયર અને સેફટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવીને વધુ લોકો એકઠા થતા હોય તેવા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં રાજકોટ ખાતે TRP ગેમ ઝોન ખાતે થયેલી અગ્નિ હોનારત બાદ આખા રાજ્યમાં તેના પડઘા પડી રહ્યા છે. તમામ નગરપાલિકાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાયર એન્ડ સેફ્રીનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. તેવામાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેક ઠેકાણે ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ફાયર વિભાગે વડોદરાની જુમ્મા મસ્જિદ અને લાલ ચર્ચને ફાયર એન્ડ સેફટીના સંસાધનો ન હોવા અને તે લોકોની સેફટીની દ્રષ્ટિએ સ્થળ પર ફેરફાર કરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર વડોદરા શહેર ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ફાયર અને સેફટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ અલગ ટીમો બનાવીને વધુ લોકો એકઠા થતા હોય તેવા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શનિવારે ફાયર વિભાગે ગેંડીગેટ જુમ્મા મસ્જિદ, ફતેગંજ લાલચર્ચ, ખંડેરાવ માર્કેટ ગુરુદ્વારા તેમજ અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જુમ્મા મસ્જિદ ખાતે ફાયર એન્ડ સેફટીના કોઈ સાધન ન હોવાનું વિભાગને ધ્યાને આવ્યું હતું.

    આ મામલે મીડિયા સાથે વાત કરતા સ્ટેશન ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે. અમે જુમ્મા મસ્જિદમાં તપાસ કરતા અહીંના વહીવટ કરતા લોકોએ સહયોગ આપ્યો છે. અમારા ધ્યાને આવ્યું છે કે અહીં અંદર આવવા અને બહાર નીકળવા એક જ રસ્તો છે માટે દરવાજા વધારવા માટે કહેવામાં આવ્યું છે. તેમ જ ફાયર અને સેફટીના કોઈ સંસાધન નથી. આથી નોટીસ આપવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે નોટીસ મુજબની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.”

    - Advertisement -

    બીજી તરફ ફતેગંજ ખાતે આવેલી લાલ ચર્ચમાં પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ધાર્મિક સંસ્થાનોએ બદલાવ કરવા સંમતિ દર્શાવી છે. ફતેગંજ ચર્ચમાં ફાયર એસ્ટિંગ્યૂસર લગાડવાના નિર્દેશ આપવામાં અવાય છે. સ્વામિનારાયણ મંદિરના 2 બિલ્ડિંગમાં પણ ફાયર સાધન લગાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે લોકોના જીવન જોખમમાં ન મુકાય તે માટેની વ્યવસ્થાઓ કરવા કહેવામાં આવ્યું છે.” આ દરમિયાન ફાયર વિભાગે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલા ગુરુદ્વારામાં પણ આ પ્રકારના નિર્દેશ આપ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં