અલ જઝીરાની પત્રકાર ની હત્યા બાદ ઇસ્લામીક જાણકારનો બફાટ; કાફર નર્કમાં જાય ઇઝરાયલી સુરક્ષા દળો અને પેલેસ્ટિનિયન લડવૈયાઓ વચ્ચે વેસ્ટ બેંકમાં ગોળીબારમાં અલ જઝીરા મીડિયા સંસ્થાના 51 વર્ષીય પત્રકાર શિરીન અબુ અકલેહની હત્યાના બે દિવસ પછી એક કથીત ઈસ્લામિક જાણકારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કામરાન નામના કહેવાતા ઈસ્લામિક જાણકાર દ્વારા મુસલમાનોને મૃતક પત્રકાર માટે કોઈએ પ્રાર્થના ન કરવા કહ્યું તે પછી મામલો વણસી ગયો છે.
‘યોર મદરેસા’ નામની સંસ્થાના સંસ્થાપક કામરાને શુક્રવારે (13 મે 2022) ના રોજ ટ્વીટ કર્યું હતું કે, “મેં પેલેસ્ટાઈનમાં ખોટી રીતે માર્યા ગયેલા પત્રકાર શિરીન અબુ અકલેહ માટે ઘણા મુસ્લિમોને પ્રાર્થના કરતા જોયા છે. તે એક કાફર હતી.” મુસ્લિમ જાણકારે ભારપૂર્વક કહ્યું હતું કે, “આ માત્ર એક રીમાઇન્ડર છે, જાણકારો વચ્ચેનો કોઈ મતભેદ નથી કે બિન-મુસ્લિમોના મૃત્યુ પછી ક્ષમા અને દયા માટે પ્રાર્થના કરવી હરામ છે”
ઇસ્લામિક ધાર્મિક પુસ્તકને ટાંકીને કામરાને દાવો કર્યો હતો કે જે મુસ્લિમો કાફિર (મુશ્રીકૂન) માટે પસ્તાવો કરે છે તેઓ નરકની આગમાં સળગીને વિનાશ પામે છે”
કામરાને વધુમાં કહ્યું કે, “પયગમ્બર અને જેઓ અલ્લાહ પાસે કાફિરો ‘મુશ્રીકૂન’ માટે માફી માંગે છે પછી તે તમારા સગા પણ કેમ ના હોય, તેમના માટે પણ પ્રાર્થના કરવી યોગ્ય નથી, અને કરશો તો પણ તેમના માટે સ્પષ્ટ વાત છે કે તેઓ નરકમાંજ રહેવાના છે. માફી માગો, ભલે તેઓ સગાં હોય, પણ તેમના માટે સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગના રહેવાસી છે. [9:113].” મુસ્લિમ જાણકારે કહ્યું કે લોકોને જાગૃત કરીને અન્યાય સામે ઊભા રહેવું જોઈએ તેના માટે જવાબ છે હા, પણ તેના માટે પ્રાર્થના? તો તેનો જવાબ છે ના.”
પછી શું હતું, આ ટ્વીટ પછી ઇસ્લામિક જાણકારના અનુયાયીઓ ‘અલ જઝીરા’ના પત્રકારના ધર્મ વિશે ચર્ચાઓ શરુ થઇ ગઈ. એ જ ક્રમમાં અન્ય એક ઈસ્લામવાદીએ પૂછ્યું, “જો પયગંબરને પોતાને તેની માતા માટે પ્રાર્થના કરવાનો અધિકાર નહતો, તો કોઈ મારી ગયેલી કાફર માટે પ્રાર્થના કરવાની હિંમત કેવી રીતે કરી શકે.? તમારા માટે તેની મુસ્લિમ માં નું મહત્વ વધારે હોવું જોઈએ, ના કે તેની ખ્રિસ્તી દીકરીનું.
આજ જ રીતે અન્ય એક ટ્વિટર યુઝરે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શિરીન અબુ અકલેહ ખરેખર ‘કાફિર’ છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ અન્ય ધર્મના લોકો ઉપર અત્યાચાર કરવા માટે સમગ્ર વિશ્વમાં આ શબ્દનો વ્યાપક ઉપયોગ થાય છે.
આ ઉપરાંત , બીજા ઘણા ઇસ્લામવાદીઓએ એ જાણવા માટે ટ્વિટ કર્યું કે શું મૃત અલ જઝીરાના પત્રકારખરેખર મુસ્લિમ નોહતા?.
શિરીન અબુ અકલેહની હત્યા
11 મે, 2022 ના રોજ, ઇઝરાયેલના સુરક્ષા દળો અને પેલેસ્ટિનિયન લડવૈયાઓ વચ્ચે પશ્ચિમ કાંઠે ગોળીબાર થયો હતો અને અલ જઝીરાના પત્રકાર શિરીન અબુ અકલેહ જેનિન શહેરમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ટીકા કરતા અલ જઝીરાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પત્રકારની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
અબુ અકલેહની હત્યાને જઘન્ય અપરાધ ગણાવતા અલ જઝીરાએ કહ્યું, “અમે દિવંગત કોમરેડ શિરીનની હત્યા માટે ઇઝરાયેલ સરકાર અને કબજેદાર દળોને જવાબદાર ગણીએ છીએ.” આ સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયે અબુ અકલેહની ટાર્ગેટેડ કિલિંગ માટે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સને જવાબદાર ઠેરવ્યું છે. આ ઘટના બાદ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ તેની હેડલાઈન બદલવી પડી હતી.