Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી: ઝૂલતા પુલની તપાસ નગર પાલિકા સુધી પહોંચી, પોલીસનું કહેવું છે કે...

  મોરબી: ઝૂલતા પુલની તપાસ નગર પાલિકા સુધી પહોંચી, પોલીસનું કહેવું છે કે પુલના સમારકામ દરમિયાન કોઈ સ્ટ્રગચરલ ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા

  હેવાલો અનુસાર સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે સમારકામના કામ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરો આવા કામ માટે લાયક ન હતા. પેટા કોન્ટ્રાક્ટરે ફક્ત નવીનીકરણ માટે કેબલને પેઇન્ટિંગ અને પોલિશ કર્યું હતું. પેઢીને સંપૂર્ણપણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, તેને 2007માં કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો.

  - Advertisement -

  મોરબીની દુર્ઘટનાના આટલા દિવસો પછી પણ વાતાવરણ ગમગીન છે, આખા દેશની નજર મોરબી પર કેન્દ્રિત થઇ છે, અને લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેવામાં રીનોવેશન દરમિયાન ઐતિહાસિક એવા મોરબીના ઝૂલતા પુલના કોઈ સ્ટ્રગચરલ ટેસ્ટ કરવામાં નહોતા આવ્યા નો ખુલાસો મોરબી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

  ધ ઇન્ડીયન એક્સ્પ્રેસે આપેલા અહેવાલ મુજબ ધરાશાયી થયેલા ઝુલતા પુલની તપાસ બુધવારે મોરબી નગરપાલિકા સુધી પહોંચી હતી. અને આ ગંભીર અકસ્માત પર ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી તેમ છતાં તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ઓરેવા જૂથ દ્વારા રોકાયેલા ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા મોરબીના ઝૂલતા પુલના કોઈ સ્ટ્રગચરલ ટેસ્ટ કરવામાં નહોતા આવ્યા.

  મોરબીના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સમન ફટકારતા તેમને હાજર થવું પડ્યું હતું, ત્યાર બાદ મોરબી નગરપાલિકાના સીઓની 4 કલાક સુધી મોરબી પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ સંદીપસિંહ ઝાલાને બ્રિજના નવીનીકરણ માટે ગુજરાત સ્થિત ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા સાથે થયેલા કરાર અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

  - Advertisement -

  અહેવાલો અનુસાર સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે સમારકામના કામ માટે નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરો આવા કામ માટે લાયક ન હતા. પેટા કોન્ટ્રાક્ટરે ફક્ત નવીનીકરણ માટે કેબલને પેઇન્ટિંગ અને પોલિશ કર્યું હતું. પેઢીને સંપૂર્ણપણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, તેને 2007માં કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. ઝાલાની પૂછપરછ દરમિયાન, પોલીસે પ્રશ્ન કર્યો હતો કે શું નાગરિક સંસ્થા, ઓરેવા સાથેના કરાર પર હસ્તાક્ષર કરતી વખતે, સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના બ્રિજ કેટલા લોકોને રોકી શકે છે તે નક્કી કર્યું હતું.

  નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ અગાઉ વિવાદિત નવિદેન આપ્યું હતું કે, પુલનું લોકાર્પણ ક્યારે થયું તેની ખબર નથી. જે નિવેદન બાદ તપાસનીશ અધિકારી ડી વાય એસ પી ઝાલાની કચેરીએ ચીફ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. ચીફ ઓફિસરની તપાસને લઈ વિવિધ તર્ક-વિતર્ક પણ શરૂ થયાં છે કે ચીફ ઓફિસરની પૂછપરછમાં દુર્ઘટનાને લઈ મોટી વિગતો સામે આવે છે કે કેમ. લોકો સવાલો પણ ઉઠાવી રહ્યાં છે કે, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પૂછપરછ શરૂ કરવામાં આવી પણ ઓરેવા કંપની સામે કોઈ કાર્યવાહી કે એક્શન લેવાશે કે નહી.

  ઉલ્લેખનીય છે કે ગત 30 ઓક્ટોબર (રવિવાર) રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પરના સેંકડો લોકો પાણીમાં પટકાયા હતા. ત્યારબાદ રાહત-બચાવ કાર્ય તો શરૂ કરી દેવામાં આવ્યું હતું અને અનેક લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા, પરંતુ 135 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.

  આ પુલ અંગ્રેજ શાસનના સમયમાં બન્યો હતો, જેનું રિનોવેશન કરવાનું કામ ‘ઓરેવા’ને સોંપવામાં આવ્યું હતું. ઘટના બાદ પોલીસે FIR દાખલ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં ઓરેવાના મેનેજરો, કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો, ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ સામેલ છે. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે ચાર આરોપીઓને પોલીસ રિમાન્ડ પર જ્યારે બાકીના પાંચને જેલમાં મોકલી આપ્યા હતા. આ મામલે સરકારે એક સમિતિની પણ રચના કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં