Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના સમર્થનમાં આયોજિત કોંગ્રેસની જયપુરની સત્યાગ્રહ રેલીમાં ચકલુંય ન ફરકતા પ્રદેશ...

    રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજિત કોંગ્રેસની જયપુરની સત્યાગ્રહ રેલીમાં ચકલુંય ન ફરકતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ધુંઆફુંઆ; હાઈકમાન્ડ પણ નારાજ

    એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ડોટાસરાએ નહીં નહીં તો 86 કોંગ્રેસીઓના નામ હાઈકમાન્ડને મોકલી આપ્યા છે જેમની આ સત્યાગ્રહ રેલી દરમ્યાન ગેરહાજરી સામે આવી હતી.

    - Advertisement -

    હાલમાં જ સુરત કોર્ટના એક આદેશ બાદ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી જીતેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ જતું રહ્યું છે. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસીઓ ઠેરઠેર સત્યાગ્રહ રેલી કરી રહ્યાં છે. આવી જ એક રેલી રાજસ્થાનના જયપુરમાં આયોજિત કરવામાં આવી હતી પરંતુ તેમાં મોટાભાગનાં કોંગ્રેસી કાર્યકરો ગેરહાજર રહેતાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા ગુસ્સે થઇ ગયા છે.

    એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ડોટાસરાએ નહીં નહીં તો 86 કોંગ્રેસીઓના નામ હાઈકમાન્ડને મોકલી આપ્યા છે જેમની આ સત્યાગ્રહ રેલી દરમ્યાન ગેરહાજરી સામે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદ સિંહ ડોટાસરાએ આ તમામ વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી શરુ કરવાનું પણ હાઈકમાન્ડને કહ્યું છે.

    જો કે આ તમામને કદાચ પક્ષમાંથી હાંકી નહીં કઢાય પરંતુ તેમનાં હાલનાં પદમાંથી તેમને કાઢી મુકાય અથવાતો તેમને ઓછા મહત્વનું પદ અપાય કે પછી આવનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોઈજ કામ ન અપાય એવી શક્યતા પણ વર્તાઈ રહી છે.

    - Advertisement -

    ગોવિંદ સિંહ ડોટાસરાનું કહેવું છે કે પાર્ટી લાઈન પર ન ચાલતાં નેતાઓની કોંગ્રેસને કોઈજ જરૂર નથી. જયપુરમાં આયોજિત આ સત્યાગ્રહ રેલી રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે હતી જેમાં ડોટાસરા ખુદ સહુથી પહેલાં પહોંચી ગયા હતાં, અને કોંગ્રેસી કાર્યકર્તાઓ ખુબ મોડાં આવ્યા હતાં. ડોટાસરાનો ગુસ્સો ત્યારે સાતમાં આસમાને પહોંચી ગયો જ્યારે રાજસ્થાન કોંગ્રેસ કમિટી દ્વારા મોકલવામાં આવેલા પોસ્ટરોને બદલે જયપુર કોંગ્રેસે પોતાની રીતે બનાવેલા પોસ્ટરો આ રેલીના સ્થળે ચોંટાડી દીધા હતાં.

    ગોવિંદ સિંહ ડોટાસરાએ ગુસ્સામાં આવીને એટલે સુધી કહી દીધું હતું કે પડદા પાછળ જે લોકો પણ આવી રમત રમી રહ્યાં છે તમામ પર પાર્ટીની નજર છે જ અને તેમને 6 મહિનાનો સમય આપવામાં આવે છે. ત્યાં સુધી સુધરી જાવ નહીં તો પાર્ટી લાઈન સાથે નહીં ચાલનારાઓ કોંગ્રેસીઓ નહીં રહે. આ બધું જોઇને જેમનું લોહી નથી ઉકળી રહ્યું તે ખરેખર કોંગ્રેસી છે જ નહીં. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે જે લોકો રાહુલ સાથે નથી એ કોંગ્રેસી કહી જ ન શકાય.

    ત્યારબાદ ગોવિંદ સિંહ ડોટાસરાએ ગાંધી પરિવારના ભજન ગાતાં કહ્યું હતું કે જે પરિવારે પોતાનાં લોહીથી દેશનું સિંચન કર્યું છે તેમનાં સમર્થનમાં ન આવીને જે લોકો ACમાં બેઠાબેઠા TV પર કોણ આવ્યું અને કોણ નથી આવ્યું એ જોઈ રહ્યાં છે એવા કોંગ્રેસીઓની અમને જરૂર નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં