Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘..તો તમામ શહેરોને કરબલાની જેમ લોહિયાળ બનાવી દઈશું’: નીતીશ કુમારની પાર્ટીના નેતાનું...

    ‘..તો તમામ શહેરોને કરબલાની જેમ લોહિયાળ બનાવી દઈશું’: નીતીશ કુમારની પાર્ટીના નેતાનું ભડકાઉ ભાષણ, નૂપુર શર્મા વિશે પણ ટિપ્પણી કરી

    તેમણે કહ્યું હતું કે, "જો તમે અમારા આકાની ઈજ્જત પર હાથ નાંખશો, તો અમે કરબલાના મેદાનમાં એકઠા થયા છીએ, તેમના સન્માન માટે અમે તમામ શહેરોને કરબલામાં (ઇસ્લામિક લોહિયાળ યુદ્ધ) ફેરવી નાંખીશું.

    - Advertisement -

    નફરત દ્વેષ અને ધમકીભર્યાં ભાષણ આપવાની જાણે સ્પર્ધા ચાલતી હોય તેમ નીતીશ કુમારની પાર્ટીના નેતા ગુલામ રસુલ બલીયાવીએ હિંદુઓને ધમકી આપતું ભાષણ આપ્યું છે. રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્ય રહી ચુકેલા આ ગુલામ રસૂલ બલિયાવીએ ઝારખંડના હજારીબાગમાં હજારો મુસ્લિમોને સંબોધતા મજહબના નામે ઉશ્કેરણીજનક વાતો કરી હતી. તેમણે ભાજપમાંથી નિષ્કાષિત થયેલા નૂપુર શર્મા વિરુદ્ધ પણ નિવેદન આપ્યાં હતાં.

    નીતીશ કુમારની પાર્ટીના નેતા ગુલામ રસુલ બલીયાવીએ હિંદુઓને ધમકી ભર્યું ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સર તન સે જુદા ગેંગને સમર્થન આપતા હોય તેમ કહ્યું હતું કે, “જો તમે અમારા આકાની ઈજ્જત પર હાથ નાંખશો, તો અમે કરબલાના મેદાનમાં એકઠા થયા છીએ, તેમના સન્માન માટે અમે તમામ શહેરોને કરબલામાં (ઇસ્લામિક લોહિયાળ યુદ્ધ) ફેરવી નાંખીશું. પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા રાજકીય પક્ષોએ પણ નૂપુર શર્માની ધરપકડની માંગ કરી ન હતી. કોઈ છૂટ નહીં મળે, કારણ કે મારું જીવન મારું નથી અને મારા શ્વાસ પણ મારા નથી. જેની પાસે રસૂલનો નૂર ન હોય તેઓ જીવવાની ઈચ્છા રાખે. આપણે એ ઈચ્છા સાથે જીવતા આવ્યા છીએ કે મૃત્યુ પછી એક દિવસ એવો આવશે જ્યારે કોઈ નહીં રહે.”

    નુપુર શર્મા ‘પાગલ મહિલા’: ગુલામ રસૂલ બલિયાવી

    આટલું જ નહીં, નીતીશની પાર્ટીના નેતા ગુલામ રસુલ બલીયાવીએ એમ પણ કહ્યું હતું કે કોઈપણ બિનસાંપ્રદાયિક કહેવાતા પક્ષોના નેતાઓએ નૂપુર શર્માની ધરપકડની માંગ કરી નથી. એટલું જ નહીં, ગુલામ રસૂલ બલિયાવી નૂપુર શર્માને ‘પાગલ મહિલા’ ગણાવ્યાં અને કહ્યું કે તેમની ધરપકડ માટે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. મુસ્લિમોને ઉશ્કેરતા તેમણે આખા રાંચીમાં ચક્કાજામ કરવા માટે પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે તમે લોકો હંમેશા વિદેશીઓનો ઝંડો લઈને બહાર આવો છો, હુક્મરાનો (સત્તાધારીઓ)ને કહેવું પડશે કે અમે ચોક્કસ રાખની નીચે દટાઈ ગયા છીએ, પરંતુ બુઝાયા નથી.

    - Advertisement -

    કેટલાક 17 એજન્ડા વિશે વાત કરતા નીતીશના નેતાએ એમ પણ કહ્યું કે મુસ્લિમોએ આ મુદ્દાઓને દિલથી સમર્થન આપવું જોઈએ. ‘નામુસ-એ-રિસાલત’ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે દલિતોની જેમ મુસ્લિમો માટે પણ ‘સેફ્ટી એક્ટ’ બનાવવો જોઈએ. તેમણે દહેજ નાબૂદી, મુસ્લિમોના બાળકોને રોજગાર અને મુસ્લિમોને સત્તામાં ભાગીદારીની પણ માંગ કરી હતી. જેડીયુ નેતાએ કહ્યું કે જ્યારે કોઈ નહીં હોય ત્યારે પણ મારો રસુલ ત્યાં હતો અને હંમેશા રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં