Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર સાથે મુલાકાત, મોદી વિરોધી મોરચો માંડવા નીતીશ...

    ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર સાથે મુલાકાત, મોદી વિરોધી મોરચો માંડવા નીતીશ કુમારનો મહારાષ્ટ્ર પ્રવાસ!: કહ્યું- ‘ભાજપ વિરુદ્ધ તમામ વિપક્ષી દળો એક થશે’

    નીતીશ કુમારના સ્વાગતમાં વખાણોના પુલ બાંધતા ઉદ્ધવે જણાવ્યું હતું કે, "નીતીશ કુમાર આ દેશને અને સંવિધાનને બચાવવા માટે આખા દેશમાં ઘરે-ઘરે ફરી રહ્યાં છે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો માંડવા માટે હાલમાં નીતીશ કુમારનો મહારાષ્ટ્ર પ્રવાસ ચાલી રહ્યો છે. આ દરમિયાન તેઓ અલગ અલગ પાર્ટીઓના ઉંબરા પણ ઘસી રહ્યાં છે. પહેલા ઉદ્ધવ ઠાકરે અને બાદમાં શરદ પવારની મુલાકાત કરતા નીતીશે કહ્યું કે દેશના તમામ વિપક્ષી દળો એક થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છીએ, તેના માટે આજે વાતચીત પણ થઈ અને તમામની સહમતી પણ મળી રહી છે.

    નીતીશ કુમારનો મહારાષ્ટ્ર પ્રવાસ ‘માતોશ્રી’થી શરુ થયો, ત્યાં ઉદ્ધવ ઠાકરેએ નીતીશ કુમાર સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો હું રાજીનામું ન આપેત તો કદાચ હું ફરી મુખ્યમંત્રી બની જતો. હું મારા માટે નથી લડી રહ્યો. મારી લડાઈ જનતા માટે છે, આ દેશ માટે છે.” એકજુથ થવાની વાત પર વગર કહ્યે સહમતી આપતા ઉદ્ધવે કહ્યું કે, “રાજનીતિમાં મતભેદ થતા રહે છે, પરંતુ અમારો મત તે છે કે આ દેશને બચાવવો છે.”

    નીતીશ કુમારના સ્વાગતમાં વખાણોના પુલ બાંધતા ઉદ્ધવે જણાવ્યું હતું કે, “નીતીશ કુમાર આ દેશને અને સંવિધાનને બચાવવા માટે આખા દેશમાં ઘરે-ઘરે ફરી રહ્યાં છે. અમે બધા મળીને દેશને ગુલામ બનાવવાવાળા લોકોને ઘરભેગા કરી દઈશું, મને ભરોસો છે કે જનતા અમારી રાહ જોઈ રહી છે.”

    - Advertisement -

    ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવારના ઉંબરે નીતીશ કુમાર

    ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારનો મહારાષ્ટ્ર પ્રવાસ આટલે ન અટકતા તેમનો કાફલો શરદ પવારના ત્યાં પહોંચ્યો હતો. જ્યાં મુલાકાત બાદ પવારે જણાવ્યું હતું કે, “આજે અમારી મુલાકાત સારી રહી. દેશનો આજે જે માહોલ છે તે જોઈને આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે અને અમે તેનું સમર્થન પણ કરીએ છીએ.” આ મુલાકાતના કેટલાક ફોટા ટ્વિટ કરતા પવારે લખ્યું, “બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું આજે માતા મુંબઈ આવાસ ખાતે સ્વાગત કર્યું. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા મજબુત કરવા અમે સંક્ષિપ્ત ચર્ચા કરી.”

    તો બીજી તરફ પવાર સાથેની મુલાકાત બાદ નીતીશ કુમારે પણ કહ્યું હતું કે, “દેશમાં ભાજપ જે કરી રહ્યું છે તે દેશના હિતમાં નથી. જેના માટે અમે ઈચ્છીએ છીએ કે તમામ વિપક્ષી દળો એકજુથ થાય. આ માટે અમે આજે વાતચીત કરી છે, અને આ વાતચીત તમામ દળો સાથે કરવામાં આવી છે. તમામની સહમતી બની રહી છે. અમે બધા એક સાથે બેસીને નિર્ણય લઈશું. આજે ખુબ સરસ ચર્ચા થઈ અને હવે બધું દેશહિતમાં થવા જઈ રહ્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં