Saturday, April 20, 2024
More
    હોમપેજદેશકૂર્તો ખેંચ્યો, હાથ પકડીને બેસાડ્યા, પણ કેસીઆરની વાત ન માન્યા નીતીશ કુમાર:...

    કૂર્તો ખેંચ્યો, હાથ પકડીને બેસાડ્યા, પણ કેસીઆરની વાત ન માન્યા નીતીશ કુમાર: બંને વચ્ચેના ડ્રામાનો વિડીયો વાયરલ

    બંને મુખ્યમંત્રીઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મહાગઠબંધનને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા, જેનો જવાબ આપવાથી નીતીશ બચતા જોવા મળ્યા.

    - Advertisement -

    નીતિશ અને કેસીઆરનો સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ છોડ્યા ત્યારથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં વિપક્ષને એક કરવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ તેલંગાણામાં ભાજપના વધતા પ્રભાવને જોતા મુખ્યમંત્રી કેસીઆર પણ છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી એકતાના નારા લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં મહાગઠબંધનના નેતાઓ એવું વાતાવરણ બનાવી રહ્યા હતા કે કેસીઆર બિહાર યાત્રા દરમિયાન નીતીશને વિપક્ષનો ચહેરો હોવાની વાત કરી શકે છે.

    પણ તેમનું કશું જ નથી થયું. હવે 31 ઓગસ્ટ 2022ના રોજ પટનામાં નીતિશ અને કેસીઆરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતીશ કુમાર કેસીઆરને પત્રકારોના પ્રશ્નોને નજરઅંદાજ કરવાનો ઈશારો કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, કેસીઆર ક્યારેક કુર્તા ખેંચે છે તો ક્યારેક તેનો હાથ પકડીને બેસવાનું કહી રહ્યા છે. વિપક્ષના ચહેરાને લઈને સવાલ પૂછવામાં આવ્યા બાદ આ બધું થયું હતું.

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે સવાલ પૂછ્યોહતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂમિકા શું હશે અને શું રાહુલ ગાંધી વિપક્ષના ઉમેદવાર હશે? આના પર નીતીશ કુમારે કહ્યું કે તમે આ બધા સવાલો કેમ પૂછો છો? તે જ સમયે કેસીઆર આ પ્રશ્નનો જવાબ આપવા લાગ્યા કે તરત જ નીતિશ કુમાર ઉભા થયા અને તેલંગાણાના સીએમને કહ્યું, “ઉઠો, ચાલો ને. આ બધા ચક્કરમાં શામાટે પડોછો?

    - Advertisement -

    બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ પણ આ વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, “મેં મારા જીવનમાં ક્યારેય કોઈ સીએમનું આટલું અપમાન જોયું નથી. KCR માટે ખુબજ ખરાબ લાગી રહ્યું છે.”

    આજતકે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે જ્યારે પત્રકારોએ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર વિશે સવાલ પૂછ્યા તો નીતિશ કુમાર જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા. આ સવાલ પર નીતીશ પોતાની ખુરશી પરથી ઉભા થયા અને કહેવા લાગ્યા કે આ સવાલ છોડો.

    જોકે, કેસીઆર બોલતા રહ્યા અને નીતિશને બેસવાનું કહેતા રહ્યા. કેસીઆરે બિહારના સીએમનો હાથ પકડીને કહ્યું, ‘ભાઈ, સાંભળોને, પ્લીઝ બેસી જાઓ.’ પરંતુ નીતિશ પોતાની સીટ પર બેઠા નહીં અને કેસીઆરને પણ જવા માટે કહેવા લાગ્યા. નીતીશ કુમારે કહ્યું, “અરે તેમના ચક્કરમાં પડશો નહીં. 50 મિનિટ તો આપી.” આ સાંભળીને ત્યાં હાજર બધા જ હસવા લાગ્યા. બાદમાં બિહાર સીએમ પણ હસવા લાગ્યા અને ખુરશી પરથી ઉભા થઈ ગયા.

    આ દરમિયાન કેસીઆરે મીડિયાકર્મીઓને કહ્યું, “તમે સ્માર્ટ છો, હું તમારા કરતા વધુ સ્માર્ટ છું. અમે ભાજપના તમામ વિરોધી પક્ષોને એક કરવાનો પ્રયાસ કરીશું. અમે તમને સર્વસંમતિથી લેવામાં આવનાર નિર્ણય વિશે વિગતવાર જણાવીશું. કારણ કે બ્રાહ્મણ વિના લગ્ન નથી થતા. તેમણે મીડિયાના સંદર્ભમાં આ વાત કહી. તેણે વધુમાં કહ્યું કે તમારા વિના કંઈ થઈ શકે તેમ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં