Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ9 વર્ષીય બાળકી સાથે રેપ કર્યો, હત્યાના ઇરાદે માથામાં ઈંટ મારી: આરોપી...

    9 વર્ષીય બાળકી સાથે રેપ કર્યો, હત્યાના ઇરાદે માથામાં ઈંટ મારી: આરોપી શાહિદ ઉસ્માનીની ધરપકડ, આગ્રાનો મામલો

    ઘટના બાદ બાળકી લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં ઘરે પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એક નવ વર્ષીય બાળકી સાથે રેપ થયાની ઘટના સામે આવી હતી. આ મામલે આરોપી શાહિદ ઉસ્માનીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે રેપ બાદ પીડિતાને માથામાં ઈંટ મારીને હત્યા કરવાના પણ પ્રયાસ કર્યા હતા. 

    પીડિત સગીરા વહેલી સવારે રેલવે ટ્રેક પાસે શૌચ માટે ગઈ હતી, જ્યાં આરોપીએ તેને પકડી લીધી હતી અને ઝાડીઓમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાંખવાના આશયથી પથ્થર વડે હુમલો કર્યો હતો. 

    આ ઘટના ગત 13 માર્ચ, 2023ની છે. પીડિતા રેલવે ટ્રેક પાસે ગઈ ત્યારે શાહિદ ઉસ્માની પહેલેથી જ ત્યાં રખડતો હતો. તે પીડિતાને પકડી લઈને નજીકની ઝાડીઓમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તેણે પીડિતાને મારી નાંખવાના ઇરાદે માથામાં ઈંટ મારી દીધી હતી, જેના કારણે બાળકીને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

    - Advertisement -

    સ્થાનિકો અનુસાર, ઘટના બાદ બાળકી લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં ઘરે પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે કેસ દાખલ કરીને તપાસ આદરી અને આરોપીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી હતી. 

    ઘટના બાદ સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો અને તેમણે રસ્તો જામ કરીને પ્રદર્શન કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડની બાહેંધરી આપી હતી. 

    ચાર દિવસની તપાસને અંતે પોલીસે 17 માર્ચ 2023ના રોજ આરોપી શાહિદ ઉસ્માનીને ઝડપી લીધો હતો. કાર્યવાહીને લઈને આગ્રા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસે કાર્યવાહી કરીને સામેલ આરોપી શાહિદ ઉસ્માની (રહે. આગ્રા)ની ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા આરોપીને સ્થળ પર લઇ જવામાં આવ્યો ત્યારે તેણે સ્વયં શું અને કઈ રીતે બન્યું તેની તમામ જાણકારી આપી હતી. 

    આગ્રામાં બાળકી સાથે થયેલ રેપ મામલે તેમણે આગળ જણાવ્યું કે, પોલીસે તેણે તે દિવસે જે કપડાં પહેર્યાં હતાં તેને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યાં છે, ઉપરાંત પીડિતાના સેમ્પલને પણ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ વહેલી તકે ચાર્જશીટ રજૂ કરીને આરોપીને સજા અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં