Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ-કાશ્મીરમાં G-20 બેઠક પહેલાં તપાસનો ધમધમાટ: 20 દિવસમાં NIAના 70 સ્થળોએ દરોડા,...

    જમ્મુ-કાશ્મીરમાં G-20 બેઠક પહેલાં તપાસનો ધમધમાટ: 20 દિવસમાં NIAના 70 સ્થળોએ દરોડા, કટ્ટરપંથના પાઠ ભણી રહેલા યુવકોને પકડ્યા, સ્ટિકી બોમ્બનો કરી રહ્યા હતા સપ્લાય

    કાર્યવાહીમાં આતંકી સંગઠનો સાથે જોડાયેલા કેટલાક ઓવરગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, NIA દ્વારા આતંકીઓ દ્વારા કરવામાં આવતા ફંડિંગના સોર્સ પણ ટ્રેસ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં G-20 સંમેલન થવાનું છે એ પહેલાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પુલવામા અને હંદવાડા સહિત કુલ 7 જિલ્લામાં દરોડા પાડ્યા છે. NIAને એવા ઇનપુટ મળ્યા હતા કે આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા કેટલાક ઓવર ગ્રાઉન્ડ શંકાસ્પદ યુવાનોને કટ્ટરપંથના પાઠ ભણાવી રહ્યા છે અને તેમને સ્ટિકી બોમ્બ સપ્લાય કરી રહ્યા છે. NIAની આ કાર્યવાહી ટેરર ફંડિંગ સાથે જોડાયેલા લોકો સામે પણ કરવામાં આવી છે.

    અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં G-20 સંમેલન થવાનું છે ત્યારે શનિવારે (20 મે 2023) તપાસ એજન્સીએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આવેલા કેટલાક ગામડાઓમાં એકસાથે દરોડા પાડ્યા હતા. NIA જમાત એ ઇસ્લામી સાથે જોડાયેલા એ લોકોને શોધી રહી છે જે ઘાટીમાં આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ કરવામાં કોઈને કોઈ રીતે સામેલ છે.

    NIA સાથે કાશ્મીર પોલીસ ફોર્સ અને CRPFના જવાનો હાજર છે. અહેવાલો મુજબ NIAની ટીમો 15 જુદા-જુદા લોકેશન પર પહોંચી છે. જેમાં અવંતીપુરા, પૂંછ, અનંતનાગ, શ્રીનગર અને કુપવાડા વગેરેનો સમાવેશ થાય છે. ટેરર ફન્ડિંગ કેસમાં NIA દ્વારા પહેલાંથી જ FIR કરવામાં આવી છે. તો આ મામલે કેટલાક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    જોકે, આ દરોડામાં ધરપકડ કરાયેલા આરોપીઓ કે જપ્ત કરાયેલા સામાન વિશેની જાણકારી આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં તપાસનો ધમધમાટ બોલાવ્યો છે અને છેલ્લા 20 દિવસમાં કુલ 70 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં આતંકી સંગઠનો સાથે જોડાયેલા કેટલાક ઓવરગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, NIA દ્વારા આતંકીઓ દ્વારા કરવામાં આવતા ફંડિંગના સોર્સ પણ ટ્રેસ કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, આગામી G-20 સંમેલન અંતર્ગત 22થી 24 મે 2023 દરમિયાન એક મીટિંગ કાશ્મીરના શ્રીનગરમાં પણ થવાની છે. આ મીટિંગ શ્રીનગરના શેર એ કાશ્મીર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટરમાં આયોજિત થશે અને તેમાં G-20 ટુરિઝમ ગ્રુપના લોકો ભાગ લેશે. આ આયોજનને કારણે જ તપાસ એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે અને સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે.

    પુલવામામાં સુરક્ષા દળોએ મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું

    ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં પુલવામામાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ 5 કિલો IED એટલે કે ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ જપ્ત કર્યું હતું અને ઈશફાક અહેમદ નામના આતંકી સહયોગીની પણ ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં