Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામ મંદિરને બૉમ્બથી ઉડાવવાનું ષડ્યંત્ર: NIA દ્વારા આઠની અટકાયત, PFIનો રિયાઝ મારૂફ...

    રામ મંદિરને બૉમ્બથી ઉડાવવાનું ષડ્યંત્ર: NIA દ્વારા આઠની અટકાયત, PFIનો રિયાઝ મારૂફ પણ સામેલ; બે દિવસ પહેલાં પણ મળી હતી ધમકી

    જ્યારે નેપાળથી ખાસ લાવવામાં આવેલી શાલિગ્રામ શિલાઓ અયોધ્યા લઇ જવામાં આવી રહી હતી ત્યારે રામ મંદિરને ઉડાવવાની ધમકી અને ષડ્યંત્રનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બિહારના મોતીહારીમાંથી આઠ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFI સાથે જોડાયેલો રિયાઝ મારૂફ પણ સામેલ છે. આ તમામ રામ મંદિરને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનું અને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા હોવાનું સામે આવતાં આ કાર્યવાહી થઇ હોવાનું અનુમાન છે. 

    હજુ સુધી એજન્સીએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર શુક્રવારની મોડી રાત્રે NIAની ટીમે મોતીહારીના કુંઅવા ગામમાં દરોડા પાડીને આઠ લોકોને હિરાસતમાં લઇ લીધા હતા અને પૂછપરછ માટે પટના લાવવામાં આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFI સાથે જોડાયેલા રિયાઝ મારૂફની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, અમુક રિપોર્ટ્સમાં હિરાસતમાં લેવાયેલા ઈસમોની સંખ્યા 3 જણાવવામાં આવી રહી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, જ્યારે નેપાળથી ખાસ લાવવામાં આવેલી શાલિગ્રામ શિલાઓ અયોધ્યા લઇ જવામાં આવી રહી હતી ત્યારે રામ મંદિરને ઉડાવવાની ધમકી અને ષડ્યંત્રનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. NIA દ્વારા આ કાર્યવાહી એ જ મામલે થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    આ વિડીયો બિહારના ચંપારણમાંથી અપલોડ કરવામાં આવ્યો હતો. સુલતાન ઉસ્માન ખાન નામના આઈડી પરથી ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં શાલિગ્રામ શિલાઓને લઈને અને રામમંદિરને લઈને આપત્તિજનક વાતો કહેવામાં આવી હતી અને અયોધ્યાના રામમંદિરને બાબરી મસ્જિદમાં ફેરવી નાંખવાની પણ વાતો કરી હતી. ઉસ્માન પણ PFI સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. 

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રિયાઝ મારૂફનું નામ ગયા વર્ષે પણ એક કેસમાં સામે આવ્યું હતું. પટનાના ફુલવારીશરીફમાં PFIનાં ટ્રેનિંગ સેન્ટરો પકડાયાં હતાં, જેમાં પણ રિયાઝની સંડોવણી સામે આવી હતી. જોકે, ત્યારે તે એજન્સીના હાથ લાગ્યો ન હતો. 

    2 દિવસ પહેલાં ધમકીભર્યો કોલ આવ્યો હતો

    બે દિવસ પહેલાં અયોધ્યાના રામ લલ્લા સદનમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો અને જેમાં એક અજાણ્યા ઈસમે રામમંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. 

    પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે (2 ફેબ્રુઆરી, 2023) સદનમાં રહેતા મનોજ કુમારને આ કોલ આવ્યો હતો અને ધમકી આપનારે કહ્યું હતું કે રામ જન્મભૂમિ સાઈટ પર બ્લાસ્ટ કરવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. 

    રામ મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફેસબુક વિડીયો અને હાલની NIA દ્વારા થયેલી કાર્યવાહી વચ્ચે શું જોડાણ છે તે અધિકારીક જાણકારી આવ્યા બાદ જ વધુ સ્પષ્ટ થઇ શકશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં