Sunday, April 21, 2024
More
  હોમપેજક્રાઈમNIA કોર્ટે ISISના આતંકી આતિફ અને ફૈઝલને આપી મોતની સજાઃ તિલક અને...

  NIA કોર્ટે ISISના આતંકી આતિફ અને ફૈઝલને આપી મોતની સજાઃ તિલક અને કલાવાને જોઈને ટીચરને મારી હતી ગોળી, સીરિયા મોકલ્યો હતો વિડીયો

  હત્યા માટે રમેશને ખાસ પસંદ કરવાનું કારણ એ હતું કે બંનેએ કહ્યું કે તેના હાથમાં કલાવો અને કપાળ પર તિલક હતો. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે રમેશ બાબુની હત્યા પહેલા આતિફ અને ફૈઝલે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.

  - Advertisement -

  લખનૌની NIA કોર્ટે ગુરુવારે (14 સપ્ટેમ્બર 2023) ના રોજ બે ISIS આતંકવાદીઓને તિલક અને કલાવાને જોયા બાદ હત્યા કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. આ સાથે જ દોષિતો પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આતિફ મુઝફ્ફર અને મોહમ્મદ ફૈઝલ ખાને કાનપુરના જાજમાઉમાં નિવૃત્ત શિક્ષક રમેશ બાબુ શુક્લાની ગોળી મારીને હત્યા કરી હતી.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે આતિફ અને મોહમ્મદ ફૈઝલને IPCની કલમ 302, 120B અને UAPAની કલમ 16 અને 18 હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ પહેલા 4 સપ્ટેમ્બર 2023ના રોજ કોર્ટે બંને આતંકવાદીઓને દોષિત ઠેરવ્યા હતા.

  મૃતકોના પરિજનોએ આતંકવાદીઓને ફાંસીની સજા મળવા પર ખુશી વ્યક્ત કરી છે. રમેશ બાબુ શુક્લાની પત્નીએ કહ્યું કે આતિફ મુઝફ્ફર અને મોહમ્મદ ફૈઝલ ખાનને ફાંસીની સજા સંભળાવ્યા બાદ હવે તેમને રાહત મળી છે. આરોપી અને મૃતક બંને કાનપુરના રહેવાસી છે.

  - Advertisement -

  દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, NIAના વિશેષ વકીલ કૌશલ કિશોર શર્માએ કહ્યું કે, તેમણે કોર્ટમાં બંને આતંકવાદીઓને ફાંસીની સજાની માંગ કરી હતી. આ માટે કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, હાથમાં બાંધેલ કલાવો અને કપાળે તિલક જોઈને બંનેએ નિર્દોષ શિક્ષકની હત્યા કરી હતી.

  તેમણે વધુમાં કહ્યું હતું કે “જે સારા માણસ બનવાની શિક્ષા આપે છે, તેની હત્યા કરીને જિહાદ પર ચર્ચાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ બંનેના ગુના રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં આવે છે. જેના આધારે કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી છે.” બીજી બાજુ, તેમનો એક સહયોગી મોહમ્મદ સૈફુલ્લાહ ઉત્તર પ્રદેશ એટીએસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

  નોંધનીય છે કે લગભગ 78 મહિના સુધી આ કેસ ચાલ્યો હતો. ફરિયાદ પક્ષ તરફથી કુલ 29 સાક્ષીઓ હાજર થયા હતા. આ સાક્ષીઓમાં ઉત્તર પ્રદેશ સરકારના વર્તમાન રાજ્યમંત્રી અસીમ અરુણનો પણ સમાવેશ થાય છે. ટ્રાયલ દરમિયાન અસીમ અરુણ એટીએસના આઈજી તરીકે તૈનાત હતા. જોકે, તપાસ એજન્સીએ કુલ 64 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. પુરાવા તરીકે 61 દસ્તાવેજો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.

  ISIS ઈ મોકલેલા હથિયારના ટેસ્ટિંગ માટે કરી દીધી હત્યા!

  કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારની વિષ્ણુપુરી કોલોનીમાં રહેતા રમેશ બાબુ 24 ઓક્ટોબર 2016ના રોજ કોલેજમાંથી ભણાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ઉભેલા બે યુવકોએ તેને ગોળી મારી હતી. આ હુમલામાં રમેશ બાબુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે ઘટનાના 7 મહિના બાદ પણ હુમલાખોરોનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

  દરમિયાન, 7 માર્ચ, 2017ના રોજ, ઉત્તર પ્રદેશ એટીએસનું લખનૌમાં ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટના કાવતરાખોર સૈફુલ્લાહ સાથે એન્કાઉન્ટર થયું હતું. સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો પરંતુ તેની પાસેથી જે હથિયારો મળી આવ્યા હતા તેનો ઉપયોગ ચકેરીમાં રમેશ બાબુની હત્યામાં થયો હોવાનું જાણવા મળ્યું છે. યુપી એટીએસની સાથે એનઆઈએ પણ સૈફુલ્લા કેસની તપાસમાં જોડાઈ છે.

  NIAએ ફૈઝલ અને બાદમાં આતિફને હથિયારો સાથે જોડીને ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, બંનેએ પોતાને ISISના ખોરાસાન મોડ્યુલના સભ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. સૈફુલ્લાહ પણ આ નેટવર્ક સાથે સંકળાયેલો હતો. ફૈઝલ ​​અને આતિફને ISIS નેટવર્કમાંથી હથિયારો મળ્યા હતા. આ તમામે ભારતમાં જેહાદ ફેલાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

  તે નદીના કિનારે આ હથિયારોનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરતો હતો. રમેશ બાબુની હત્યા કરીને બંનેએ હથિયારોનું ટેસ્ટિંગ કર્યું હતુ. એક વખત આ બંનેએ લખનઉના આઈશબાગમાં આઈઈડી બ્લાસ્ટનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે વિસ્ફોટક ફૂટ્યો ન હતો.

  હત્યા માટે રમેશને ખાસ પસંદ કરવાનું કારણ એ હતું કે બંનેએ કહ્યું કે તેના હાથમાં કલાવો અને કપાળ પર તિલક હતો. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે રમેશ બાબુની હત્યા પહેલા આતિફ અને ફૈઝલે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ વીડિયો સીરિયામાં આતંકીઓને મોકલવામાં આવ્યો હતો. આ હત્યાકાંડ પછી પોલીસે નજીકના કેટલાક લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા હતા. જોકે, બાકીનાને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં