Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંતકી સંગઠન PFIને UAEથી મળતું હતું મોટું ફંડ: હથિયાર અને દારૂગોળો ખરીદવા...

    આંતકી સંગઠન PFIને UAEથી મળતું હતું મોટું ફંડ: હથિયાર અને દારૂગોળો ખરીદવા થતો હતો ઉપયોગ, 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનું હતું લક્ષ્ય

    દેશમાં જે પણ પ્રતિષ્ઠિત લોકો છે તેમની હત્યા કરીને ડર અને અરાજકતા ફેલવવાનું લક્ષ પણ હતું.

    - Advertisement -

    પ્રતિબંધિત આંતકી સંગઠન પીએફઆઈ બાબતે તપાસ એજન્સીઓએ નવો ખુલાસો કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે આ સંગઠનને યુનાઈટેડ આરબ અમીરાત તરફથી મોટા પ્રમાણમાં પૈસા મળી રહ્યા હતા, જેનો ઉપયોગ PFI હથિયારો ખરીદવામાં કરતું હતું.

    મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પૂર્વે આંતકી સંગઠન પીએફઆઈ પર દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાના આરોપસર પ્રતિબંધ મૂકી દીધો હતો. હાલમાં આ બાબતે કેન્દ્રીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. તેમાં એક વધુ મોટો ખુલાસો થયો છે. થયેલા ખુલાસા અનુસાર પીએફઆઈને આરબ દેશોમાંથી મોટા પ્રમાણમાં ફંડ મળી રહ્યી હતું. આ ફંડનો ઉપયોગ સંગઠન હથિયાર ખરીદવા માટે કરવામાં આવતો હતો. હાલમાં જ NIAએ બિહાર અને કર્નાટકમાં દરોડા પાડ્યા હતા. જેમાં PFIના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, સાથે જ કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હતા. 

    કરેલ પૂછપરછ અને મળેલ દસ્તાવેજો અનુસાર, આ આંતકી સંગઠનને આરબ દેશોમાંથી અઢળક ફંડ મળતું હતું. આ તમામ નાણું હવાલા મારફતે ભારત સુધી મોકલવામાં આવતું હતું. ભારતમાં આવેલ નાણાને દેશના અલગ અલગ જગ્યાએ સક્રિય સંગઠનના લોકો સુધી પહોચડવામાં આવતા હતા. આ તમામ નાણાનો ઉપયોગ હથિયાર અને વિસ્ફોટકો ખરીદવા માટે કરવામાં આવતો હતો. આ બાબતો કર્ણાટકના અબ્દુલ રફીક, મોહમ્મદ સિનાન, ઇકબાલ અને સરફરાઝ નવાઝ અને કેરળના આબિદની ધરપકડ બાદ સામે આવી છે.

    - Advertisement -

    વધુમાં ખુલાસો એ પણ થયો છે કે આ લોકોનું લક્ષ્ય ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં 2047 સુધીમાં દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું હતું. આ સિવાયમાં દેશમાં જે પણ પ્રતિષ્ઠિત લોકો છે તેમની હત્યા કરીને દેશમાં ડર અને અરાજકતા ફેલાવવાનું હતું. 

    NIAનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈકબાલે તેના સાથીદારો સાથે મળીને દુબઈ અને અબુ ધાબીમાં ફંડ એકઠું કર્યું હતું. આ રકમ સરફરાઝ, સિનાન અને રફીકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી, ત્યારબાદ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રકમથી પીએફઆઈના લોકો હથિયાર અને દારૂગોળો ખરીદતા હતા. NIAએ સમગ્ર મની ટ્રેલનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફુલવારી શરીફના ખુલાસા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022માં NIAએ PFIના નેતાઓ અને કેડર વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ડઝનબંધ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં