Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપથ્થરબાજોના 'કાયમી ઈલાજ'ની વાત કરવા બદલ લેફ્ટ-લિબરલ ગેંગના નિશાને ન્યૂઝ18ના એન્કર અમન...

  પથ્થરબાજોના ‘કાયમી ઈલાજ’ની વાત કરવા બદલ લેફ્ટ-લિબરલ ગેંગના નિશાને ન્યૂઝ18ના એન્કર અમન ચોપડા: એક મૌલાનાએ આપી ધમકી

  અમને કટ્ટરપંથી મુસ્લિમોના ગુનાઓનો ઢાંકપિછોડો કરવ અને પથ્થરમારાની સમસ્યા ઉજાગર કરનાર પત્રકારને બદનામ કરવા બદલ લેફ્ટ-લિબરલ ગેંગને આડેહાથ લીધી.

  - Advertisement -

  વામપંથી, લિબરલ અને કટ્ટરપંથીઓ ન્યૂઝ18ના એન્કર અમન ચોપડાને નિશાન બનાવી રહ્યા છે. તેમને ધમકી આપતો એક મૌલાનાનો વિડીયો પણ સામે આવ્યો છે. બીજી તરફ પથ્થરમારો કરનારા તોફાનીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરવા પર લેફ્ટ-લિબરલ ગેંગ પણ તેમને નિશાન બનાવી રહી છે.

  એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક મૌલાના રિપોર્ટરને બાઈટ આપતાં કહે છે કે, “હું આવા પત્રકારોને કહેવા માગું છું ભાઈ, તમારા પાડોશમાં પણ લોકો છે. રાહત ઇન્દોરીએ કહ્યું હતું કે, લગેગી આગ તો આયેંગે જદ મેં કઈ ઘર, યહાં પર સિર્ફ હમારા મકાન થોડી હૈ. અમન ચોપડાજી તમારું ઘર પણ અહીં છે. ક્યારેક આ રસ્તા પરથી ઘરે જશો. જો રસ્તામાં તોફાનીઓ મળી જશે તો સજા પણ તે જ દિવસે મળી જશે.”

  વાયરલ વીડિયોમાં મૌલાના અમન ચોપડાને ખુલ્લી ધમકી આપતો નજરે પડી રહ્યો છે. આનો સીધો અર્થ એવો થયો કે, અમન પણ એક દિવસ તોફાની તત્વોના શિકાર બની શકે છે. મૌલાનાને સ્પષ્ટ સાંભળી શકાય છે કે, ‘તમારા પણ પાડોશી છે. તમે અહીં જ રહો છો અને આ રસ્તાઓ પરથી જ નીકળતા હો છો. એક દિવસ ઉન્માદી તમારો ઘેરાવો કરી શકે છે. તમારો તેમની સાથે સામનો થઇ શકે છે. ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે કોની સામે બોલી રહ્યા હતા.’

  - Advertisement -

  અગાઉ સ્વયંઘોષિત સેક્યુલરોએ ન્યૂઝ18ના એન્કર અમન ચોપડાને ટાર્ગેટ કર્યા હતા. આ ગેંગ હાલ હરિયાણાના નૂંહમાં હિંદુઓ વિરુદ્ધ થયેલી ઇસ્લામી હિંસાની વધુ એક ઘટનાને રફેદફે કરવામાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે 31 જુલાઈ, 2023ના દિવસે હરિયાણાના નૂંહમાં હિંદુઓની જળાભિષેક યાત્રા પર મેવાતના કટ્ટરપંથી મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો. જોકે, મેઈનસ્ટ્રીમ મીડિયા અને સેક્યુલર-લિબરલ ટોળકીએ આ હિંસાને ‘રેલી દરમિયાન થયેલી મામૂલી અથડામણ’ તરીકે પ્રચારિત કરવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા, પણ સોશિયલ મીડિયાના વિડીયો અને સાક્ષીઓની જુબાનીએ સાબિત કરી દીધું કે આ એક પૂર્વનિયોજિત હુમલો હતો.

  હુમલાના દિવસે એટલે કે 31 જુલાઇએ અમન ચોપડાએ તેમના કાર્યક્રમ ‘દેશ નહીં ઝૂકને દેંગે’માં નૂંહમાં ફેલાયેલી હિંસા વિશે ચર્ચા કરી હતી. તેમને જણાવ્યું હતું કે, યાત્રા દર વર્ષે યોજવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ મહિનાનો સોમવાર હતો, જે હિંદુઓ માટે એક શુભ દિવસ માનવામાં આવે છે. તેમણે આ હકીકતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, નૂંહમાં હિંદુઓ ખૂબ ઓછી માત્રામાં છે. હિંદુઓની ધાર્મિક જળાભિષેક યાત્રા પર ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેમાં મોટા પ્રમાણમાં હિંસા, આગચંપી અને તોડફોડ થઇ હતી. આ મુદ્દાની ચર્ચા સાથે જ અમન ચોપડાએ મોટાપાયે થયેલ પથ્થરમારાની ઘટના પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમના કાર્યક્રમનો વિષય જ એવો હતો કે, ‘કિતને પથ્થરબાજ, કબ પરમેનન્ટ ઈલાજ.’

  ચોપડાએ પૂછ્યું કે, નૂંહ હુમલો હિંદુઓ માટે માનવાધિકાર હનનો વિષય કેમ નથી. નૂંહમાં ખરેખર ઓછા પ્રમાણમાં કોણ રહે છે તે વિશે કેમ કોઈ ચર્ચા નથી થઇ રહી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, પથ્થરમારાની ઘટનાઓ ચિંતાજનક છે અને સરકારે તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

  અમન ચોપડાના કાર્યક્રમથી બેબાકળા થયેલા સેક્યુલરો અને લિબરલોએ તેમને નિશાન બનાવવાના શરૂ કરી દીધા હતા. તેમના બૉસને ટેગ કરવામાં આવ્યા તો મુકેશ અંબાણીને પણ વચ્ચે લાવવામાં આવ્યા. એટલું જ નહીં, ‘પરમેનન્ટ ઈલાજ’ની સરખામણી હિટલરના ‘ફાયનલ સોલ્યુશન’ સાથે કરવામાં આવી.

  અજીત અંજુમ, સાક્ષી જોશી, રવીશ કુમાર, રોહિણી સિંઘ અને રાહુલ દેવ એવાં કેટલાંક નામો છે જેમણે નૂંહમાં બનેલ હિંસાત્મક ઘટનાના કવરેજ માટે અમન ચોપડાને ટાર્ગેટ કર્યા હતા. રવીશ કુમારે પોસ્ટ કરી કે, વિપક્ષી નેતાઓએ મુકેશ અંબાણીને મળવું જોઈએ અને ચર્ચા કરવી જોઈએ કે તેમના જૂથની માલિકીની ન્યૂઝ ચેનલ કેવી રીતે નફરત ફેલાવી રહી છે.

  રોહિણી સિંઘે ન્યૂઝ18ના ચેરમેન આદિલ જૈનુલભાઈને ટેગ કરીને લખ્યું હતું કે, તેઓ તેમની ચેનલ પર દરરોજ ‘નફરત’ કેમ ફેલાવવા દે છે. આ સિવાય પણ તેમણે જાતજાતના આરોપો લગાવ્યા.

  સાક્ષી જોશીએ ન્યૂઝ18ના કાર્યક્રમોના પોસ્ટરોવાળું એક કોલાજ શૅર કર્યું. જેમાંથી મોટાભાગના ફોટો અમન ચોપડાના કાર્યક્રમ ‘દેશ નહીં ઝુકને દેંગે’ના હતા. સાક્ષીએ આદિલ જૈનુલભાઈને ટેગ કરીને પૂછ્યું કે, શું તેઓ આ શૉ વિશે જાણે છે. સાથે એમ પણ દાવો કર્યો કે, એન્કરો ન્યૂઝ18ને નફરત ફેલાવનારી ચેનલમાં બદલી નાખી છે.

  એક અન્ય સોશિયલ મીડિયા હેન્ડલરે કહ્યું, “જો અંબાણી હજુ પણ અમન ચોપડાને ન હટાવે તો તેમને પણ હિંસા અને હત્યામાં ભાગીદાર માનવા જોઈએ.”

  રાહુલ દેવ તો આ બધાથી પણ આગળ નીકળ્યા. ચોપરાએ પથ્થરમારાની ઘટના સામે ‘કાયમી ઈલાજ’ની વાત કરી હોવા છતાં તેમણે દાવો કર્યો કે, અમન ચોપડા હિટલરવાદી ‘ફાયનલ સોલ્યુશન’ની વકીલાત કરી રહ્યા છે. રાહુલ દેવે કહ્યું કે, અમન ‘ફાયનલ સોલ્યુશન’ની વકીલાત કરી રહ્યા હતા, જેમ હિટલરે યહૂદીઓ માટે વિચાર્યું હતું. તેમના ટ્વિટથી સંકેત મળે છે કે પથ્થરમારા (અહીં હિંદુઓની યાત્રા દરમિયાન મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો) વિશે સવાલ પૂછવો એ હિટલર દ્વારા યહૂદીઓને નિશાન બનાવવા સમાન છે.

  જોકે, રાહુલ દેવના ટ્વિટનો જવાબ આપતાં અમન ચોપરાએ લખ્યું કે, તેમણે ગુનાહિત પથ્થરબાજો અને તોફાનીઓ માટે ‘કાયમી ઈલાજ’ની માંગ કરી છે. તેમણે કહ્યું કે એક સમયે હિટલરના ‘ફાઇનલ સોલ્યુશન’નો ભોગ બનેલું યહૂદી રાજ્ય ઇઝરાયલ પણ હવે તેના દુશ્મનોને ઘરમાંથી શોધી કાઢે છે. તેમણે પૂછ્યું કે, પથ્થરબાજી અને રમખાણોની સમસ્યાના કાયમી ઉકેલની માંગણીથી રાહુલ દેવને સમસ્યા કેમ છે? ‘સેક્યુલર લિબરલ’ ગેંગને જવાબ આપતા અમન ચોપરાએ પૂછ્યું કે તેઓ પથ્થરબાજોના ગુનાઓને ઢાંકવા કેમ માગે છે?

  અમન ચોપડાએ પોતાના શૉમાં પોતાની ઉપર થયેલા ઘૃણિત હુમલાઓનો જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે, કેટલાક અનુભવી પત્રકારો પ્રોપગેન્ડા ફેલાવવા માટે યુ-ટ્યુબ પર ચાલ્યા ગયા છે. તેમણે પૂછ્યું કે જ્યારે એક સમાચાર એન્કરે પથ્થરમારા અને તોફાનોની નિરંતર અને વ્યાપક સમસ્યા માટે સમાધાનની માગ કરી તો તેઓ આટલા ભડકી કેમ ઉઠ્યા?

  અમને કટ્ટરપંથી મુસ્લિમોના ગુનાઓનો ઢાંકપિછોડો કરવ અને પથ્થરમારાની સમસ્યા ઉજાગર કરનાર પત્રકારને બદનામ કરવા બદલ લેફ્ટ-લિબરલ ગેંગને આડેહાથ લીધી. તેમણે પૂછ્યું કે, શું યુ-ટ્યુબ પત્રકારો એમ માને છે કે ભારતના યુવાનો બેરોજગાર રહે અને પથ્થરમારો કરતા રહે? આગળ તેમણે કહ્યું, “જે પથ્થર ફેંકે છે એ ન હિંદુ હોય છે ન મુસ્લિમ, જ્યારે પથ્થર ફેંકવામાં આવે તો એ કોઈનો પણ જીવ લઇ શકે છે, ભલે તેમનો ધર્મ-મઝહબ ગમે તે હોય. જોકે, કેટલાક એન્કર એવા પણ છે જે પથ્થરને એક વિશેષ ધર્મ સાથે જોડવા માગે છે.

  અહીં એ પણ ઉલ્લેખનીય છે કે હરિયાણાના મેવાતમાં હિંદુઓની ધાર્મિક યાત્રા પર ઇસ્લામી ભીડે કરેલા હુમલા પર ઑપઇન્ડિયાએ બૃહદ રિપોર્ટિંગ કર્યું છે અને અનેક જુઠ્ઠાણાં ઉજાગર કરીને સત્ય સામે લાવવાના પ્રયાસ કર્યા છે. સંપૂર્ણ કવરેજ અહીંથી વાંચી શકાશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં