રવિવાર 9 એપ્રિલના રોજ ઉના પોલીસ દ્વારા હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી લેવામાં આવી હતી. મામલો હતો ઉના ખાતે રામનવમીની ધર્મસભામાં ભાષણ આપવાનો, જેને સ્થાનિક મુસ્લિમોએ ઉશ્કેરણીજનક ગણાવીને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાજલ પર એફઆઇઆર નોંધી હતી. ધરપકડ બાદ તેમને જુનાગઢ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર કાજલ હિન્દુસ્તાની ધરપકડનો વિરોધ થઈ રહ્યો છે.
અહેવાલો મુજબ ઉના પોલીસ દ્વારા રવિવારે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સામે તેમને રજુ કરાયા હતા. પરંતુ ઑપઇન્ડિયાની પોતાના સૂત્રો સાથે થયેલ વાતચીત મુજબ રવિવાર હોવાથી તેમને મામલતદારના રહેઠાણે રજૂ કરીને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પોતાના એ વક્તવ્યમાં કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, ‘મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે લગ્ન કરશે તો ફાયદા થશે’.
બાદમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપેલી હતી. અને બાદમાં પોલીસે પોતે ફરિયાદી બનીને તેમની સામે એફઆઇઆર નોંધી હતી.
ગઈકાલે જેવા તેમની ધરપકડના સમાચાર બહાર આવ્યા ત્યારથી સોશિયલ મીડિયામાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હિંદુઓ આ ધરપકડ કાર્યવાહીને અયોગ્ય ગણાવી રહ્યા છે અને #ISupportKajalHindustani હેશ્ટેગ સાથે તેમના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.
ધરપકડ બાદ નેટિઝન્સમાં ભારે રોષ
જ્યારથી ઉના પોલીસે કાજલ હિન્દુસ્તાનીસામે એફઆઇઆર નોંધી હતી ત્યારથી જ લોકોમાં ભારે ગુસ્સો હતો. પરંતુ તેમની ધરપકડ બાદ આ ગુસ્સો સોશિયલ મીડિયામાં ખૂલીને સામે આવી રહ્યો છે.
દિવ્યેશ શિહોરા નામના એક યુઝરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને લખ્યું હતું કે, “કાજલ બેન શિંગળા હિન્દુસ્તાની ની ધરપકડ ને હું સખત શબ્દો માં વખોડું છું. વિધર્મી લોકો સતત હિન્દુ ધર્મ વિશે બે ફામ વાણી વિલાસ કરે છે, કાર્યવાહી એમની સામે થવી જોઈએ કાજલ બેન ને ન્યાય મળે તેવી એક હિન્દુ તરીકે મારી માંગણી છે.”
કાજલ બેન શિંગળા હિન્દુસ્તાની ની ધરપકડ ને હું સખત શબ્દો માં વખોડું છું,વિધર્મી લોકો સતત હિન્દુ ધર્મ વિશે બે ફામ વાણી વિલાસ કરે છે, કાર્યવાહી એમની સામે થવી જોઈએ કાજલ બેન ને ન્યાય મળે તેવી એક હિન્દુ તરીકે મારી માંગણી છે,#harshsanghvi #gujratpolice #djpgujrat #cmogujrat #hmogujrat
— divyesh shiroya (@Hindu_Divyesh) April 10, 2023
અન્ય એક યુઝરે ગુજરાત સરકાર પીઆર નિશાનો સાધતાં લખ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાની સાથે જે થયું એ બાદ તો એમ જ લાગે છે કે 156વાળી હિંદુવાદી સરકાર ગુજરાતના હિંદુઓને કહેવા માંગે છે, ‘તમારું જોઈ લો.'”
કાજલ હિન્દુસ્તાની સાથે જે થયું એ બાદ તો એમ જ લાગે છે કે 156વાળી હિંદુવાદી સરકાર ગુજરાતના હિંદુઓને કહેવા માંગે છે,
— Hitesh Shrimali (@mahadev_7890) April 9, 2023
"તમે તમારું જોઈ લો."#ISupportKajalHindustani
@Akhand_Bharat_S નામના અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાનીએ હિંદુઓને સ્વરક્ષણ માટે સાવધાન રહેવાની વાત કરી. કહેવાતા ફેક્ટચેકર ઝુબેર, ધાર્મિક લોકોનું ઇકોસિસ્ટમ અને ‘સર તન સે જુદા’ ગેંગ સક્રિય થઈ. તેમની ધરપકડ કરી, મતલબ કે હિંદુ હિતની વાત કરવી પણ ગુનો છે? આપણું તંત્ર જેહાદીઓ સામે કેમ ઝૂકી રહ્યું છે?”
#काजल_हिंदुस्तानी ने हिन्दुओं से आत्मरक्षा के लिए सजग रहने की बात की।
— अखण्ड भारत संकल्प (@Akhand_Bharat_S) April 10, 2023
तथाकथित फैक्टचेकर ज़ुबैर, मजहबियों का Ecosystem और "सर तन से जुदा" गैंग सक्रिय हो उठे।
उन्हें गिरफ्तार कर लिया, मतलब हिन्दू हित की बात करना भी अपराध ?
क्यों हमारा तंत्र जिहादियों के आगे नतमस्तक है ?@HMOIndia pic.twitter.com/mvEnKiavCc
પ્રખ્યાત વૈજ્ઞાનિક અને વિચારક આનંદ રંગાનાથને ટ્વિટ કરીને લખ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાનીને ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને જુનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવી છે, જ્યાં તેણે બળજબરીથી ધર્મ પરિવર્તનની વાત કરી હતી. જો તેણે, તેના બદલે, હિંદુઓ 98:6 જીવોમાં સૌથી ખરાબ હોવાની વાત કરી હોત અને 4:89 માં ધર્માંતરણ કરવાનો ઇનકાર કરવા બદલ કાફિરોને મારી નાખવામાં આવ્યા હોત, તો તે મુક્તપણે ફરતી હોત.”
Kajal Hindustani has been arrested by Gujarat police and thrown in Junagadh jail, for a speech where she talked of forced conversion.
— Anand Ranganathan (@ARanganathan72) April 9, 2023
Had she, instead, talked of Hindus being the worst of creatures 98:6 and Kafirs to be killed for refusing to convert 4:89, she’d be roaming free. pic.twitter.com/k5CpLCiqOm
આમ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી કાજલ હિન્દુસ્તાની ધરપકડનો વિરોધ કરવા લોકો સામે આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શું આ વિરોધની કોઈ અસર થાય છે કે નહીં.