Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછેલ્લા એક દાયકામાં નેપાળમાં ઘટ્યા હિંદુઓ અને બૌદ્ધો, સામે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની...

    છેલ્લા એક દાયકામાં નેપાળમાં ઘટ્યા હિંદુઓ અને બૌદ્ધો, સામે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તી વધી: સામે આવ્યા વસ્તી ગણતરીના આંકડા

    ભારતની જેમ નેપાળમાં પણ દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ 2021માં કરાઈ હતી.

    - Advertisement -

    પાડોશી દેશ નેપાળમાં છેલ્લા એક દાયકામાં હિંદુઓ અને બૌદ્ધોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બીજી તરફ મુસ્લિમ અને ખ્રિસ્તી વસ્તીમાં વધારો થયો છે. તાજેતરમાં ત્યાંની સરકારે 2021માં થયેલી વસ્તી ગણતરીના ડેટાના આધારે જાતિ, જનજાતિ અને ભાષા વગેરેના આંકડા જાહેર કર્યા હતા, જેમાં આ બાબતો સામે આવી છે. 

    નેપાળની કુલ વસ્તીની વાત કરવામાં આવે તો એ 2 કરોડ 90 લાખ જેટલી છે. જેમાંથી 2 કરોડ 36 લાખ લોકો હિંદુઓ છે. જેની ટકાવારી કુલ વસ્તીના 81.19 ટકા જેટલી થાય છે. જ્યારે બૌદ્ધ ધર્મ બીજો સૌથી વધુ પાળવામાં આવતો ધર્મ છે. કુલ 23 લાખ લોકો (8.2 ટકા) બૌદ્ધ ધર્મને અનુસરે છે. જોકે, અહેવાલોમાં વસ્તીગણતરીના ડેટાના આધારે જણાવવામાં આવ્યું છે કે છેલ્લા એક દાયકામાં નેપાળમાં હિંદુઓ અને બૌદ્ધોની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ ઇસ્લામ અને ખ્રિસ્તી અનુસરનારા લોકો વધ્યા છે. 

    ડેટા અનુસાર, એક દાયકામાં હિંદુઓમાં 0.11 ટકા અને બૌદ્ધોમાં 0.79 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ ઇસ્લામમાં માનનારાની સંખ્યા 0.69 ટકા અને ખ્રિસ્તીઓની સંખ્યા 0.36 ટકા જેટલી વધી છે. નેપાળમાં કુલ 14 લાખ 83 હજાર લોકો ઇસ્લામમાં માને છે જે કુલ વસ્તીના 5.09 ટકા છે. જ્યારે આ દેશમાં 5 લાખ લોકો (1.76 ટકા) ખ્રિસ્તી છે. કિરાત ચોથો મોટો ધર્મ છે, જેને 3.17 ટકા લોકો અનુસરે છે. 

    - Advertisement -

    2011ની વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો દેશમાં 81.3 ટકા હિંદુઓ હતા અને 9 ટકા બૌદ્ધો હતા. જે સંખ્યા આજે ઘટી છે. જ્યારે તે સમયે મુસ્લિમોની સંખ્યા 4.4 ટકા અને ખ્રિસ્તીઓની સંખ્યા 0.1 ટકા હતી. જેમાં થોડો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં કુલ 10 ધર્મો માનનારા લોકો વસે છે. જેમાં હિંદુ પહેલા ક્રમે અને શીખ અંતિમ ક્રમે આવે છે. નેપાળના અધિકારીક આંકડા અનુસાર, ત્યાં માત્ર 609 જેટલા જ શીખો છે. જ્યારે જૈનોની સંખ્યા 3 હજાર જેટલી છે.

    સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, નેપાળમાં જાતિ અને વંશીય જૂથો વધીને કુલ 142 થયાં છે. જ્યારે આ પાડોશી દેશમાં કુલ 123 ભાષાઓ બોલવામાં આવે છે. જેમાં નેપાળી અને મૈથિલી મુખ્ય છે. દેશની લગભગ 56 ટકા વસ્તી આ બે ભાષાઓ બોલે છે. જ્યારે ભોજપુરી અને તમાંગ જેવી ભાષાઓ પણ ઠીકઠાક પ્રમાણમાં બોલાય છે. ઉર્દુ બોલનારા પણ 2 ટકા લોકો છે.

    ભારતની જેમ નેપાળમાં પણ દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ 2021માં કરાઈ હતી. પરંતુ કોરોના મહામારીના કારણે પરિણામો જાહેર કરવામાં થોડો વધુ સમય લાગ્યો. 

    નેપાળમાં વધતી મિશનરીઓની સંખ્યા

    અહીં નોંધવું ઘટે કે ગત જાન્યુઆરીમાં ઑપઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે કઈ રીતે નેપાળમાં હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ખ્રિસ્તીઓની વસ્તીમાં 68 ટકા જેટલો વધારો થયો છે અને તેનું કારણ દક્ષિણ કોરિયાની મિશનરીઓ છે. 2011માં નેપાળમાં 3 લાખ ખ્રિસ્તીઓ હતા જ્યારે આજે આ સંખ્યા 5 લાખ ઉપર પહોંચી ગઈ છે. 

    નેપાળ સરહદે બદલાતી ડેમોગ્રાફી

    સપ્ટેમ્બર, 2022માં ઑપઇન્ડિયાએ એક એક્સક્લુઝિવ સિરીઝમાં નેપાળ સરહદે થતા ડેમોગ્રાફિક બદલાવ વિશે જણાવ્યું હતું. આ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે છેલ્લાં અમુક વર્ષોમાં નેપાળ સરહદે મદ્રેસાઓ અને મસ્જિદોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ઑપઇન્ડિયાની ટીમ નેપાળની મુલાકાતે ગઈ હતી અને જ્યાંથી જાણવા મળ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં નેપાળમાં મુસ્લિમ વસ્તી બમણી થઇ ગઈ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં