Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ ધર્મની મજાક ઉડાવી, ઇસ્લામમાં આમંત્રણ આપ્યું: અભિનેતા નીલ નીતિન મુકેશે ઇન્સ્ટાગ્રામ...

    હિંદુ ધર્મની મજાક ઉડાવી, ઇસ્લામમાં આમંત્રણ આપ્યું: અભિનેતા નીલ નીતિન મુકેશે ઇન્સ્ટાગ્રામ પર હનુમાન જયંતીની શુભેચ્છાઓ આપતાં કટ્ટરપંથીઓએ ટ્રોલ કર્યા

    નીલ નીતીશ મુકેશે હનુમાન જયંતી પર એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને હનુમાનજીની પ્રતિમા સાથે તસ્વીર પોસ્ટ કરીને તહેવારની શુભકામનાઓ પાઠવી હતી.

    - Advertisement -

    હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરતી તસ્વીરો પોસ્ટ કરવા બદલ અભિનેતાઓ અને અભિનેત્રીઓનું ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા થતું ટ્રોલિંગ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. તાજેતરના કિસ્સામાં એક્ટર નીલ નીતિન મુકેશ આનો શિકાર બન્યા છે. તેમણે હનુમાન જયંતી પર એક પોસ્ટ કરી હતી, જેને લઈને અમુક કટ્ટરપંથી યુઝરોએ તેમને ટ્રોલ કર્યા હતા.

    નીલ નીતીશ મુકેશે હનુમાન જયંતી પર એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને હનુમાનજીની પ્રતિમા સાથે તસ્વીર પોસ્ટ કરીને તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. આ પોસ્ટ પર ઘણી વાંધાજનક ટિપ્પણીઓ જોવા મળી હતી. અમુકે હિંદુ ધર્મની મજાક ઉડાવી હતો તો અમુકે નીલને ઇસ્લામમાં આમંત્રણ આપ્યું હતું. 

    એક યુઝરે ટ્રોલ કરતાં નીલ નીતિન મુકેશની પોસ્ટને વાહિયાત ગણાવી અને હિંદુ આસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, તે એક પથ્થરની પૂજા કઈ રીતે કરી શકે, જે માણસ દ્વારા જ બનાવવામાં આવ્યો હોય.

    - Advertisement -
    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, મૂર્તિ પૂજા છોડો, આ પથ્થર કંઈ નહીં કરી શકે. ઇસ્લામ તરફ આવો તો ખબર પડશે કે સાચા ખુદા શું છે. કુરાન વાંધો અને જુઓ જિંદગી કઈ રીતે બદલાય જાય છે.

    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    રફિક આફ્રિદી નામના એક યુઝરે હનુમાનજી વિશે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    અન્ય એક યુઝરે હસતું ઈમોજી પોસ્ટ કરીને અભિનેતાની પોસ્ટની મજાક ઉડાવી હતી. 

    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, નીલ નીતિન મુકેશ આમ કરીને ભક્તોને પોતાની તરફ ખેંચી રહ્યા છે. 

    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    એક યુઝરે કૉમેન્ટમાં બીફ ખાવાની વાત કરી હતી. 

    નીલ નીતીશ મુકેશની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ

    નીલ નીતિન મુકેશ અભિનેતા, પ્રોડ્યુસર અને લેખક છે અને મુખ્યત્વે બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ સિંગર નીતિન મુકેશના પુત્ર છે અને મુકેશ ચંદ માથુરના પૌત્ર છે. તેમણે વર્ષ 1988માં વિજય ફિલ્મમાં અને 1989માં ‘જૈસી કરની, વૈસી ભરની’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરું હતું. ત્યારબાદ વર્ષ 2007માં જોની ગદ્દાર, 2009માં ન્યૂયોર્ક વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

    દેવી-દેવતાઓની પૂજા કરતી કે કોઈ હિંદુ તહેવારની ઉજવણી કરતી તસ્વીરો પોસ્ટ કરવાના કારણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને અવારનવાર કટ્ટરપંથીઓ તરફથી ધમકીઓ, અપશબ્દો મળતા રહે છે. જેમાં સારા અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, શાહરૂખ ખાન સહિતના એક્ટરો સામેલ છે. હવે તેમાં નીલ નીતિન મુકેશનું નામ ઉમેરાયું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં