Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંડા સમુદાયના બાળકોનું ધર્માંતરણ, ઝારખંડના ખુંટીમાં કેથોલિક ચર્ચ પર કાર્યવાહી થશે?

    મુંડા સમુદાયના બાળકોનું ધર્માંતરણ, ઝારખંડના ખુંટીમાં કેથોલિક ચર્ચ પર કાર્યવાહી થશે?

    થોડા દિવસો પહેલા 'સરના ધર્મ સોટો કમિટિ'એ એક બેઠકમાં થઈ રહેલા ધર્માંતરણ પર નારાજગી વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    મુંડા સમુદાયના બાળકોનું ધર્માંતરણ કરાયાની ઘટના સામે આવી છે, ઝારખંડના ખુંટી જિલ્લામાં 12 આદિવાસી બાળકોના ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન થયું. જિલ્લા પ્રશાસને આ ઘટના અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, કેન્દ્રીય બાળ સુરક્ષા આયોગે પણ આ ઘટનાની નોંધ લીધી છે. ઘટના 22 મે 2022ની જણાવવામાં આવી રહી છે. મુંડા સમુદાયના બાળકોનું ધર્માંતરણ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે સગીરોનું ધર્મ પરિવર્તન કરવાનો આરોપ છે તેમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ થાય છે.

    TOI અનુસાર, આ ઘટના કામરા ગામની છે, જે ખુંટીના ટપકારા પોલીસ સ્ટેશન હદમાં આવે છે. ધર્મ પરિવર્તનનો આરોપ એ જ ગામમાં આવેલા રોમન કેથોલિક ચર્ચ પર છે. ખુંટીના એસડીઓ સૈયદ રિયાઝ અહેમદે TOIને જણાવ્યું છે કે ગ્રામવાસીઓના એક જૂથે 21 મેના રોજ આવી ઘટનાની આશંકા સાથે ફરિયાદ આપી હતી. જોકે, તેણે પોતાની પાસે અધિકાર નથી તેમ કહીને તેની સામે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તે જ સમયે, જિલ્લા પ્રશાસને શનિવારે (4 જૂન 2022) આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

    બીજી તરફ પંચજન્યના રિપોર્ટ અનુસાર કેમલાબિક્કમદા ગામના રેડા મુંડાએ આરોપ લગાવ્યો છે કે ઝારખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. રેડા મુંડાએ સરકારને વિનંતી કરી છે કે તેઓ આદિજાતિના નામે જે લાભો મેળવી રહ્યાં છે તેનાથી ધર્માંતરણ કરનારાઓને વંચિત રાખવામાં આવે. રેડા મુંડાએ ધર્મ પરિવર્તન કરનાર ચર્ચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, થોડા દિવસો પહેલા ‘સરના ધર્મ સોટો કમિટિ’એ એક બેઠકમાં થઈ રહેલા ધર્માંતરણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ધર્માંતરણને સંસ્કૃતિને નષ્ટ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. ધર્મ પરિવર્તન સામે નારાજગી વ્યક્ત કરતાં ગામના દુલાર મુંડાએ પણ નિવેદન આપ્યું હતું કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં