Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટએનસીપી નેતા જયંત પાટીલના બોલ બગડયા, ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર જાતિવાદી...

  એનસીપી નેતા જયંત પાટીલના બોલ બગડયા, ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર જાતિવાદી ટીપ્પણી કરી, ઉપમુખ્યમંત્રી ફડણવીસે જાહેરમાં ટોક્યા

  મહારાષ્ટ્ર NCPના વરિષ્ઠ નેતા જયંત પાટીલે વિધાનસભામાં પોતાના જ નેતા અને ડેપ્યુટી સ્પિકર નરહરી ઝીરવાલ માટે જાતિગત ટીપ્પણી કરતાં તેમની આકરી ટીકા થઇ રહી છે.

  - Advertisement -

  એનસીપી નેતા જયંત પાટીલના બોલ બગડયા, મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકરને શુભેચ્છા પાઠવવાના પ્રસ્તાવ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ધારાસભ્ય જયંત પાટીલે ગૃહના ડેપ્યુટી સ્પીકર વિશે જાતિવાદી ટિપ્પણી કરી હતી. જયંત પાટીલે તેમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ડેપ્યુટી સ્પીકર, નરહરિ સીતારામ ઝિરવાલે આદિવાસી હોવા છતાં સારું કામ કર્યું છે. “આદિવાસી હોવા છતાં, નરહરિ ઝિરવાલે સારું કામ કર્યું.” એનસીપી નેતા જયંત પાટીલના નિવેદનમાં આ પ્રકારના જાતીવાદી શબ્દો જોવા મળ્યા હતા.

  નરહરિ ઝિરવાલ એનસીપીના ધારાસભ્ય છે અને અગાઉના સ્પીકર અને કોંગ્રેસના નેતા નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા બનવા માટે રાજીનામું આપ્યા પછી તેઓ વિધાનસભાના સત્રોની અધ્યક્ષતા કરી રહ્યા હતા.

  એક અહેવાલ મુજબ પાટીલની ટિપ્પણી બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે પાટીલે ગૃહના સન્માનિત સભ્ય માટે આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ અને આવી ભાષાને ગૃહમાં કોઈ સ્થાન નથી. કેટલાક સભ્યોએ પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને વિનંતી કરી હતી કે પાટીલ દ્વારા કરાયેલી ટિપ્પણીને ગૃહની કાર્યવાહીના રેકોર્ડિંગમાંથી દૂર કરવામાં આવે. માંગણીઓને પગલે, ટિપ્પણીને વિધાનસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી હતી.

  - Advertisement -

  પાછળથી આ મુદ્દા પર ટિપ્પણી કરતા, જયંત પાટીલે કહ્યું કે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી હોવાથી, મામલો સમાપ્ત થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ માત્ર નરહરિ ઝિરવાલ દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી રહ્યા છે અને તેમની ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

  ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય ગોપીચંદ પડલકરે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની તેમની ટિપ્પણી બદલ ટીકા કરી હતી. પત્રકારો સાથે વાત કરતા પડલકરે કહ્યું, “પાર્ટી સત્તા પરથી ગઈ છે પરંતુ તેમનું વલણ જતું નથી. જ્યારે NCP નેતા જયંત પાટીલ બોલવા આવ્યા ત્યારે તેમણે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ વિશે વાત કરી અને કહ્યું કે તેમણે આદિવાસી સમુદાયમાંથી આવતા હોવા છતાં પણ સારું કામ કર્યું છે. જો તે આદિવાસી સમુદાયનો હોય તો શું વાંધો છે?

  પાડલકરે આગળ કહ્યું હતું કે, “તમારી નીતિઓ તિરસ્કાર છોડવા માટે બિલકુલ તૈયાર નથી. તમારા પેટમાં જે છે તે તમારા હોઠ સુધી પહોંચે છે. શું આદિવાસી, પછાત વર્ગ, વિચરતી જાતિ અથવા વિચરતી ગરીબ જાતિના કોઈ વ્યક્તિ માટે અહીં કંઈ પણ કરવું અશક્ય છે?

  નોંધનીય છે કે જયંત પાટીલ આ વર્ષના એપ્રિલમાં અન્ય રાજકારણી અમોલ મિતકર સાથે પોડિયમ શેર કરતી વખતે હિંદુ ધાર્મિક વિધિઓની મજાક ઉડાવતા પણ ઝડપાયા હતા . શરદ પવારની આગેવાની હેઠળના NCPના MLC અમોલ મિતકરએ 19 એપ્રિલ, 2022ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં NCP પરિવાર સંવાદ યાત્રામાં બોલતી વખતે લગ્ન દરમિયાન કન્યાદાન જેવી હિંદુ પ્રથાઓની મજાક ઉડાવી હતી. જયંત પાટીલ ત્યાં અમોલના સહયોગી હતા. અને જ્યારે અમોલ મિતકરએ ટિપ્પણી કરી ત્યારે તેમનો સહયોગ આપીને ધાર્મિક લાગણીઓ દુભાવી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં