Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનઝીબુદ્દીને લિવ-ઈન પાર્ટનરની 18 વર્ષીય પુત્રીની હત્યા કરી નાંખી, લાશ સાથે રેપ...

    નઝીબુદ્દીને લિવ-ઈન પાર્ટનરની 18 વર્ષીય પુત્રીની હત્યા કરી નાંખી, લાશ સાથે રેપ કર્યો: મીડિયાએ ‘રાજુ’ ગણાવીને આપ્યા સમાચાર 

    મૃતકની માતાએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, તે દિવસે તે બહાર ગઈ હતી અને આવીને જોયું તો ઘરે તાળું લાગેલું હતું. તેણે ચાવીથી ઘર ખોલ્યું તો તેની પુત્રી ફર્શ પર પડી હતી અને ગળા પર નિશાન હતાં. 

    - Advertisement -

    તમિલનાડુના ચેન્નાઇમાં એક નઝીબુદ્દીન નામના ઈસમની 18 વર્ષીય છોકરીની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મૃતક છોકરી આરોપીની પ્રેમિકા અને લિવ-ઈન પાર્ટનરની પુત્રી હતી. આશંકા છે કે નઝીબુદ્દીને લાશ સાથે રેપ પણ કર્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 

    આ ઘટના 12 નવેમ્બર 2022ની હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. મૃતકની માતાએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, તે દિવસે તે બહાર ગઈ હતી અને આવીને જોયું તો ઘરે તાળું લાગેલું હતું. તેણે ચાવીથી ઘર ખોલ્યું તો તેની પુત્રી ફર્શ પર પડી હતી અને ગળા પર નિશાન હતાં. 

    તેણે આસપાસના પાડોશીઓને પૂછતાં તેમણે જણાવ્યું કે નઝીમુદ્દીન ઘરે તાળું લગાવીને ક્યાંક ચાલ્યો ગયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આરોપી પોતાનું નામ રજુ મણિ નાયર પણ જણાવતો હતો. તેની ઉપર શંકા વ્યક્ત કરતાં પોલીસે આઇપીસીની જુદી-જુદી કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

    - Advertisement -

    આરોપી નઝીબુદ્દીન ફરાર થઇ ગયા બાદ તેણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. તે પીડિતા અને તેની પુત્રીનો પણ ફોન લઈને ભંગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેનું લોકેશન શોધતાં જાણવા મળ્યું હતું કે તે વિરાર તેના સાસરે ભાગી ગયો હતો. જ્યાંથી તેને ગુરુવાર (17 નવેમ્બર 2022)ના રોજ પકડી લેવામાં આવ્યો હતો. તેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે અને અગાઉ પણ ચેઇન સ્નેચિંગમાં પકડાઈ ચૂક્યો હતો. 

    પીડિતાએ જણાવ્યું કે, તે પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી હતી. તેના 2 પુત્રો પણ છે, જે પતિ સાથે રહે છે. થોડા સમય પહેલાં તેની નઝીબુદ્દીન મળ્યો હતો. તેણે પીડિતા અને પુત્રી બંનેને અપનાવવાનો વાયદો કરીને પોતાની સાથે લઇ આવ્યો હતો. પીડિતા ફરિયાદમાં જણાવે છે કે, નઝીબુદ્દીન તેની પુત્રી પર ખરાબ નજર રાખતો હતો અને લગભગ 15 દિવસ પહેલાં તેણે તેને ખોટી નિયતથી સ્પર્શ પણ કર્યો હતો. જોકે, બાળકીએ શોર મચાવતાં તે આગળ વધી શક્યો ન હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો અને મહિલાએ તેને અલગ રહેવા માટે કહી દીધું હતું. 

    ફરિયાદમાં, મૃતકની માતાએ આ ઝઘડાના કારણે જ તેની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે તે કામ પર જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને ફોન ઘરે જ મૂકી જવા માટે કહ્યું હતું. 

    આ કેસમાં મીડિયાનો એક વર્ગ આરોપીનું નામ છુપાવતો પણ જોવા મળ્યો. અમુક અહેવાલોમાં આરોપીનું નામ માત્ર રાજૂ દર્શાવવામાં આવ્યું છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અને ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક વાર તેનું નામ નઝીબુદ્દીન લખવામાં આવ્યું છે, જ્યારે મિડ ડેના રિપોર્ટમાં તો નઝીબુદ્દીન નામ છુપાવીને રાજુ મણિ ઐયર જ બતાવવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં