Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘોઘંબામાં પાણી અને પ્રકાશ વગર શ્વાન કુવામાં દોઢ વર્ષ સુધી જીવિત રહ્યો:...

    ઘોઘંબામાં પાણી અને પ્રકાશ વગર શ્વાન કુવામાં દોઢ વર્ષ સુધી જીવિત રહ્યો: લોકો બોલી ઉઠ્યા ‘રામ રાખે તેને કોણ ચાખે’, જાણીએ આખી ઘટના

    આ ઘટના ગામ જ નહીં પણ આજુ બાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકો એક જ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે દોઢ વર્ષ સુધી પાણી વગર કેવી રીતે જીવી શકે?

    - Advertisement -

    ગુજરાતના પંચમહાલ જીલ્લાના ઘોઘંબાના નવા કુવા ગામથી એક રોચક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાએ બધાને અચંબામાં નાખ્યા છે. જ્યાં એક શ્વાન અને બિલાડી સાથે રહીને દોઢ વર્ષ સુધી પાણી વગર જીવન વિતાવ્યું છે. લોકોને પણ કુતુહલ થયું છે કે પાણી વગર આટલો સમય કોઈ જીવ કેવી રીતે શકે? આ ધટના બાદ ઘણા લોકો તો બોલી ઉઠ્યા હતા કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’

    મૂળ ધટના એવી છે કે, પંચમહાલ જીલ્લાના ઘોઘંબાના નવા કુવા ગામમાં એક વિશાળ અવાવરુ કુવો છે. જે વર્ષોથી આવી હાલતમાં છે. આજથી દોઢ વર્ષ પૂર્વે તે કુવામાં એક શ્વાન અને એક બિલાડી પડ્યા હતા. તે બાબતની લોકોએ ગંભીરતા લીધી નહીં. આ કુવો ગામના લોકો માટે કચરો નાખવાનું સ્થળ જેવું જ બની ગયું હતું. આમ ગામના લોકો એઠવાડ નાખતા હતા. આ શ્વાન તે એઠવાડને પોતાનો ખોરાક બનાવીને જીવન વિતાવતો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કુવામાં દોઢ વર્ષ સુધી કોઈ જ પાણીનો સ્ત્રોત હતો નહીં. માટે લોકોને કુતુહલ થઇ રહ્યું કે માની લો કે ખાવાનું તો એઠવાડમાંથી મેળ પડી જાય પણ પાણી?

    આ વાતની ખબર ગામના સરપંચ નીલેશ વરિયાને પડતા તેમને તત્કાલ પગલા ભરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરી હતી. ગામના યુવાનો અને ફોરેસ્ટ અધિકારીઓની મહેનતથી એક કોથળામાં લપેટીને શ્વાન અને બિલાડીને બહાર કાઢવામાં આવ્યા હતા. શ્વાન બહાર આવતા જ અજવાળું જોઈ શકતો હતો નહીં. કારણ કે કુવામાં તે સતત અંધારામાં જ બેસી રહ્યી હતો. બહાર આવતા જ તે અંધારાવાળી જગ્યા શોધીને બેસી ગયો હતો. 

    - Advertisement -

    આ ઘટના ગામ જ નહીં પણ આજુ બાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. લોકો એક જ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે દોઢ વર્ષ સુધી પાણી વગર કેવી રીતે જીવી શકે? અંતે લોકોએ એક વાતનો સ્વીકાર કર્યો હતો કે કુદરતની લીલા ન્યારી છે. રામ રાખે તેને કોણ ચાખે? 

    હાલમાં બન્ને જીવોની તપાસ થઇ રહી છે, જરૂરી મેડીકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. ગામના સરપંચે આ બાબતે વધુ રસ લીધો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં