Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવી મુંબઈમાં ગેરકાયદેસર ચર્ચ પર ફરી વળ્યું બુલડોઝર, બાળકીઓના યૌન શોષણ બદલ...

    નવી મુંબઈમાં ગેરકાયદેસર ચર્ચ પર ફરી વળ્યું બુલડોઝર, બાળકીઓના યૌન શોષણ બદલ પકડાયો હતો પાદરી: 45 અન્ય બાળકોને પણ છોડાવાયાં હતાં

    નવી મુંબઈ ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગે પણ આ મામલો ઉઠાવ્યો હતો અને તેને ધ્વસ્ત કરવાની માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    નવી મુંબઈ સ્થિત એક ચર્ચમાં બાળકોનું યૌન શોષણ કરવામાં આવતું હોવાના આરોપો લાગ્યા બાદ હવે નગર નિગમે બુલડોઝર ફેરવીને ચર્ચ ધ્વસ્ત કરી નાંખ્યું છે. જાણવા મળ્યું છે કે, આ ચર્ચ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. શુક્રવારે (2 ડિસેમ્બર 2022) આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ આ બાબતની જાણકારી ટ્વિટર મારફતે આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, અહીંથી 45 જેટલાં બાળકોને બચાવવામાં આવ્યાં છે. આ સાથે તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આભાર પણ માણ્યો હતો. ફડણવીસ મહારાષ્ટ્રનું ગૃહ ખાતું સંભાળે છે. 

    ઉલ્લેખનીય છે કે આ ચર્ચના પાદરી પર 4 છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં થાણે જિલ્લા બાળ સંરક્ષણ શાખાએ એક NGO સાથે મળીને આ ચર્ચ પર દરોડા પાડ્યા હતા, જ્યાં ચર્ચ પરિસરમાંથી 45 સગીર બાળકો મળી આવ્યાં હતાં. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આ તમામ બાળકોને અંધારામાં વેન્ટિલેશન વગરના નાના ઓરડામાં રાખવામાં આવ્યાં હતાં અને તેમને ભોજન પણ વાસી આપવામાં આવતું હતું. કાર્યવાહી બાદ આ તમામ બાળકોને બચાવીને અન્ય બાળગૃહોમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. 

    આ કાર્યવાહીના એક અઠવાડિયા બાદ ચર્ચના 55 વર્ષીય પાદરીને પોલીસે યૌન શોષણના આરોપમાં પકડી લીધો હતો. પાદરીની ધરપકડ બાદ ચર્ચને લઈને પણ સવાલ ઉઠ્યા હતા અને નવી મુંબઈ પોલીસે નગર નિગમને આ મામલે તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ તંત્રે ચર્ચના  સંચાલકોને નોટિસ પાઠવી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. 

    ત્યારબાદ જાણવા મળ્યું કે, આ ચર્ચ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. જે પછી નવી મુંબઈ ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગે પણ આ મામલો ઉઠાવ્યો હતો અને તેને ધ્વસ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી.

    ત્યારબાદ શુક્રવારે (2 ડિસેમ્બર 2022) સવારે નવી મુંબઈ નગર નિગમની ટીમ બુલડોઝર લઈને પહોંચી હતી અને બપોર સુધીમાં ચર્ચ ધ્વસ્ત કરી નાંખીને મેદાન કરી નાંખ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં