Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશસિક્કિમમાં વાદળ ફાટવાથી ભયંકર પૂર, તિસ્તા નદીનું જળસ્તર 15-20 ફૂટ વધ્યું: આર્મી...

    સિક્કિમમાં વાદળ ફાટવાથી ભયંકર પૂર, તિસ્તા નદીનું જળસ્તર 15-20 ફૂટ વધ્યું: આર્મી કેમ્પ તણાઈ ગયો, સેનાના 23 જવાનો ગુમ

    સિક્કિમના CM તમાંગે X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, "હાલમાં જ આપણાં રાજ્યમાં આવેલી પ્રાકૃતિક આપદાથી આપણે સૌ પરિચિત છીએ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી છે."

    - Advertisement -

    સિક્કિમમાં અચાનક વાદળ ફાટવાથી ભયાનક પૂર આવી ગયું હતું, અચાનક પૂરની સ્થતિનો માહોલ બની ગયો હતો. તિસ્તા નદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આર્મી કેમ્પ ધોવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાદથી 23 આર્મીના જવાનો ગુમ છે. તેમની શોધમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    ઉત્તર સિક્કિમના લોનાક તળાવ પર વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. બચાવ કામગીરી માટે સિક્કિમ અને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં NDRFની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની એક ટીમ સિક્કિમના સિંગતામમાં છે. તેમજ એક-એક ટીમ પશ્ચિમ બંગાળના કલિમ્પોંગ, કર્સિયાંગ અને જલપાઈગુડીમાં તૈનાત કરવામાં આવી છે. સિક્કિમમાં અચાનક જ ભયાનક પૂર આવી જતાં 23 આર્મીના જવાનો ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

    સેનાના જણાવ્યા અનુસાર, આ ઘટના 3 ઓકટોબર, 2023ના રોજ રાત્રે લગભગ 1:30ના અરસામાં બનવા પામી હતી. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંઘે તમાંગે પણ સિંગતમમાં અચાનક આવેલા પૂર બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

    - Advertisement -

    CM તમાંગે X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “હાલમાં જ આપણાં રાજ્યમાં આવેલી પ્રાકૃતિક આપદાથી આપણે સૌ પરિચિત છીએ, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને સ્થાનીક સમુદાય સાથે વાતચીત કરવા માટે સિંગતામની મુલાકાત લીધી છે.”

    તેમણે વધુમાં કહ્યું, “હું વિનમ્રતાપૂર્વક બધા નાગરિકોને આગ્રહ કરું છું કે તેઓ સતર્ક રહે અને આ નાજુક સમયમાં બિનજરૂરી મુસાફરીથી બચે. તે મહત્વપૂર્ણ છે કે આપણે સંયમ બનાવી રાખીએ અને આપણાં વિસ્તારમાં ઝડપથી સામાન્ય સ્થિતિ થાય તેવી આશા રાખીએ.” મળતી માહિતી અનુસાર અચાનક આવેલા પૂરના કારણે સિંગતામ નજીક બારદાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો પણ તણાઈ ગયા હતા. લગભગ 41 વાહનો ડૂબી જવાના સમાચાર છે.

    સેનાને અહી બચાવ કામગીરી કરવામાં પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી છે. જેના કારણે કમાન્ડ લેવલના અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર લોકો સાથે જોડાવામાં મુશ્કેલી પડી રહી છે.

    રિપોર્ટ્સ અનુસાર, ચુંગથાંગ ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે નદીમાં પાણીનું સ્તર 15-20 ફૂટ વધી ગયું છે. આર્મી સેકેન્ડ બટાલિયન સિક્કિમના ડેપ્યુટી કમાન્ડન્ટ વિવેક કુમારે ન્યૂઝ18ને જણાવ્યું હતું કે NDRFએ 23 જવાનોના ગુમ થયાની પુષ્ટિ કરી છે.

    તેમણે જણાવ્યું કે અત્યાર સુધી ત્રણ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. ગંગટોકને જોડતા રસ્તાઓને નુકસાન થયું છે. વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. મુગુથાંગમાં અચાનક પૂરને કારણે ડિકચૂ અને ટૂંગ ખાતેના બે સ્થાયી પુલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. બીઆરઓ (BRO)ના કર્મચારીઓ સતત સ્થાનિક લોકોને બચાવવાના કામમાં લાગેલા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં