Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટEDએ નેશનલ હેરાલ્ડ ઓફીસ સીલ કરી, સોનિયા ગાંધીના નિવાસસ્થાનની બહાર ભારે પોલીસ...

    EDએ નેશનલ હેરાલ્ડ ઓફીસ સીલ કરી, સોનિયા ગાંધીના નિવાસસ્થાનની બહાર ભારે પોલીસ ખડકાઈ: કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

    નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછપરછ માટે ED ઓફિસ બોલાવવામાં આવ્યા ત્યારથી આ મામલો ચર્ચામાં છે . ભૂતકાળમાં, રાહુલ ગાંધીને ED દ્વારા તેમની ઓફિસમાં કલાકો સુધી ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી અને સોનિયા ગાંધીને પણ ત્રણ વખત ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    EDએ નેશનલ હેરાલ્ડ ઓફીસ સીલ કરી છે, આ સાથે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના 10, જનપથ સ્થિત આવાસની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો ખડકી દેવામાં આવ્યા છે. કારણકે પાર્ટીએ મોટી સંખ્યામાં પોતાના કાર્યકરોને ત્યાં બોલાવ્યા છે. EDએ કહ્યું છે કે તેના આદેશ વિના હવે ‘નેશનલ હેરાલ્ડ’ના હેડક્વાર્ટરના પરિસરને ખોલવામાં આવશે નહીં અને કોઈ અંદર જઈ શકશે નહીં.

    ઈડીએ આ કાર્યવાહી મની લોન્ડરિંગના કેસમાં કરી છે. લોકસભામાં સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ પણ ED સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું . કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે દિલ્હી પોલીસે પાર્ટી હેડક્વાર્ટર તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા છે. જે ઓફિસને સીલ કરવામાં આવી છે તે ‘યંગ ઈન્ડિયા લિમિટેડ’ નામની કંપની ચલાવે છે. આ કાર્યવાહીના એક દિવસ પહેલા EDએ આ કેસમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

    જે ઓફિસને સીલ કરવામાં આવ્યું છે તે નવી દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલી છે. હેરાલ્ડ બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી મની લોન્ડરિંગ સંબંધિત કાયદા પર સવાલ ઉઠાવી રહી છે અને તેને બદલાની રાજનીતિ ગણાવી રહી છે. મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલે પણ આ ઓફિસની મુલાકાત લીધી હતી. પાર્ટીનો આરોપ છે કે મોદી સરકાર તેના ટીકાકારોને ચૂપ કરવા માટે EDનો ઉપયોગ કરી રહી છે.

    - Advertisement -

    અહીં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે કેવી રીતે આ સમગ્ર મામલામાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું. તેમણે સમજાવ્યું હતું કે કોંગ્રેસે પહેલા 5 લાખ શેર મૂડી પર યંગ ઈન્ડિયા લિમિટેડની રચના કરી અને પછી કોંગ્રેસનું 90 કરોડનું દેવું AJL એ કહીને ખરીદ્યું કે તેમાં કંઈ બચ્યું નથી, પછી તેઓએ તેને 50 લાખ રૂપિયામાં ખરીદ્યું . રાહુલ-સોનિયાને ગુનેગાર ગણાવતા સ્વામી કહે છે કે AGL પર 90 કરોડ રૂપિયાનું દેવું નથી. કંપની દ્વારા મની લોન્ડરિંગ થયું હતું.

    ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછપરછ માટે ED ઓફિસ બોલાવવામાં આવ્યા ત્યારથી આ મામલો ચર્ચામાં છે . ભૂતકાળમાં, રાહુલ ગાંધીને ED દ્વારા તેમની ઓફિસમાં કલાકો સુધી ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી અને સોનિયા ગાંધીને પણ ત્રણ વખત ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને સવાલોના જવાબો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર મામલો ખોટો હોવાનો દાવો કરીને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં