Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનસીરુદ્દીન પત્ની રત્ના પાઠક શાહને કરવા ચૌથ કરનાર ભારતીય મહિલાઓની સ્થિતિ સાઉદીની...

    નસીરુદ્દીન પત્ની રત્ના પાઠક શાહને કરવા ચૌથ કરનાર ભારતીય મહિલાઓની સ્થિતિ સાઉદીની મહિલાઓ જેવી થવાની ચિંતા

    તેમણે કડવા ચોથની સદીઓ જૂની પરંપરાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતમાં મહિલાઓ માટે કંઈ પણ બદલાયું નથી. પહેલાં પણ રૂઢીવાદી હતું અને હમણાં પણ છે. 

    - Advertisement -

    બૉલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ ભૂતકાળમાં અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે ત્યારે હવે તેમનાં પત્ની રત્ના પાઠકે હિંદુ પરંપરા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. રત્ના પાઠકે કડવા ચોથ પર વ્રત કરવાને અંધવિશ્વાસ અને રૂઢીચુસ્ત માનસિકતા હોવાનું કહીને આ પર્વો ઉજવતી મહિલાઓની પણ મજાક ઉડાવી છે. રત્ન પાઠકના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ સારો એવો વિરોધ થયો છે. 

    એક ઇન્ટરવ્યૂમાં રત્ના પાઠકે કહ્યું કે, તેઓ પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથ જેવાં વ્રત કરવામાં નથી માનતાં. તેમણે કહ્યું કે, દેશમાં મહિલાઓમાં બહુ ઓછા ફેરફારો થયા છે. અહીંના લોકો વધુ અંધવિશ્વાસમાં માનતા થયા છે અને લોકોને ધર્મને જીવનના અત્યંત મહત્વપૂર્ણ ભાગ રૂપે સ્વીકાર કરવા માટે મજબુર કરવામાં આવે છે. 

    ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ કડવા ચોથ પર પતિની સલામતી માટે વ્રત રાખે છે કે નહીં? તેના જવાબમાં રત્ના પાઠકે કહ્યું હતું કે, શું હું ગાંડી છું જે આવું કરીશ? તેમણે આગળ કહ્યું, “શું આ ભયાનક નથી કે ભણેલી-ગણેલી આધુનિક મહિલાઓ પણ કડવા ચોથ કરે છે. તેઓ પતિના લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે જેથી તેમણે વિધવા હોવાનું ન સહન કરવું પડે. શું ભારતીય સંદર્ભમાં એક વિધવા માટે આ ભયાનક સ્થિતિ નથી? તો મારે શું એ બધું જ કરવું પડશે જે મને વિધવાપણાથી દૂર રાખી શકે? 21મી સદીમાં આપણે આ પ્રકારની વાતો કરીએ છીએ? હેરાનીની વાત એ છે કે શિક્ષિત મહિલાઓ પણ આમ કરી રહી છે. 

    - Advertisement -

    વાતચીત દરમિયાન રત્નાએ સાઉદી અરબનું પણ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, “સાઉદી અરબમાં મહિલાઓ પાસે શું વિકલ્પો છે? શું આપણે સાઉદી અરબ જેવા બનવા માંગીએ છીએ? અને આપણે બની પણ જઈશું, કારણ કે આપણા માટે તે વધુ સુવિધાજનક છે. તેમણે કહ્યું કે, ભારત રૂઢીવાદી સમાજ બની રહ્યો છે અને લાગે છેક એ આવનાર વર્ષોમાં આપણો દેશ પણ સાઉદી અરબ જેવો બની જશે. 

    તેમણે કડવા ચોથની સદીઓ જૂની પરંપરાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતમાં મહિલાઓ માટે કંઈ પણ બદલાયું નથી. પહેલાં પણ રૂઢીવાદી હતું અને હમણાં પણ છે. 

    રત્ના પાઠકના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ ટીકા કરી હતી. એક યુઝરે કહ્યું કે, કડવા ચોથના વ્રત કરનારી સ્ત્રીઓ રૂઢીવાદી છે, તો શું હિજાબ પહેરવો એ સ્ત્રી સશક્તિકરણ છે? 

    અન્ય એક યુઝરે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવતો નથી તે બાબતે કેમ રત્ના પાઠકને આશ્ચર્ય થતું નથી? તેમણે એમ પણ પ્રશ્ન કર્યો કે, શું તેઓ કટ્ટર ઇસ્લામીઓ દ્વારા થતી હિંદુઓની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરશે? 

    જ્યારે એક યુઝરે કહ્યું કે, નસીરુદ્દીન શાહની પત્ની પાસેથી આ જ આશા રાખી શકાય.

    રત્ના શાહ પાઠક દિવગંત અભિનેત્રી દિના પાઠકની પુત્રી છે. વર્ષ 1982માં તેમનાં લગ્ન નસીરુદ્દીન શાહ સાથે થયાં હતાં. તેમને સંતાનોમાં બે પુત્રો ઇમાદ શાહ અને વિવાન શાહ છે. રત્ના પાઠક હાલમાં જ આવેલી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’માં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ખૂબસૂરત’, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવા પ્રોજેક્ટમાં પણ તેમણે કામ કર્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં