26 સપ્ટેમ્બર (સ્થાનિક સમય) ના રોજ નાસા દ્વારા લોન્ચ કરાયેલ અવકાશયાન એસ્ટરોઇડ સાથે અથડાવા સાથેજ નાસાની અનોખી સંરક્ષણ ટેક્નોલોજી DARTનું પરીક્ષણ સફળ થયું હતું. લગભગ દસ મહિના પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ ઇરાદાપૂર્વક લઘુગ્રહ પર ક્રેશ કરવાના ઉદ્દેશ્ય સાથે ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) નામના મિશન હેઠળ $344 મિલિયનનું અવકાશયાન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન પાછળનો હેતું નાસાની અનોખી સંરક્ષણ ટેક્નોલોજી DARTનું પરીક્ષણ દ્વારા કરવાનો વિચાર હતો અને આખરે સોમવારે આ પરીક્ષણ સફળ થયું હતું.
IMPACT SUCCESS! Watch from #DARTMIssion’s DRACO Camera, as the vending machine-sized spacecraft successfully collides with asteroid Dimorphos, which is the size of a football stadium and poses no threat to Earth. pic.twitter.com/7bXipPkjWD
— NASA (@NASA) September 26, 2022
NASA દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સ્પેસ એજન્સીએ કાઇનેટિક ઇમ્પેક્ટર ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે દ્વિસંગી એસ્ટરોઇડ સિસ્ટમ ડીડીમોસમાં સ્પેસક્રાફ્ટને ક્રેશ કર્યું હતું. આ ક્રેશ પાછળનો હેતું એક નવી સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ કરવાનો હતો જેનો ઉપયોગ ભવિષ્યમાં સંભવિત વિનાશકારી એસ્ટરોઇડથી પૃથ્વીને બચાવવા માટે થઈ શકે તેમ છે. અવકાશયાન ડિમોર્ફોસ ડીડીમોસ એસ્ટરોઇડ સિસ્ટમના મૂનલેટ સાથે અથડાયું ત્યારે તે સ્પેસમાં 24,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યું હતું, આ ક્રેશ ઈમ્પેક્ટના કારણે એસ્ટરોઇડની ભ્રમણકક્ષામાં થોડો ફેરફાર થયો હતો.
નિષ્ણાતોના મતે આ ક્રેશ ઈમ્પેક્ટ એસ્ટરોઇડને અન્ય અવકાશી એસ્ટરોઇડની ભ્રમણકક્ષામાં ફેરફાર કરવા માટે પુરતી સાબિત થઇ શકે છે. આ પ્રયોગ દર્શાવે છે કે ભવિષ્યમાં જો આપણા ઘર એટલે કે આપણા પૃથ્વી ગ્રહને ગંભીર નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવતો એસ્ટરોઇડ પૃથ્વી તરફ ધસી આવે તો તેને દૂર કરવાની તાકાત આપણી પાસે હશે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને હબલ ટેલિસ્કોપ સહિત કેટલાક કેમેરા અને ટેલિસ્કોપ અસરનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
નાસાએ સ્પેસક્રાફ્ટ કેમેરાનું લાઈવ પ્રસારણ શેર કર્યું છે. વિડિઓની શરૂઆતમાં એક એસ્ટરોઇડ પ્રકાશના બિંદુ તરીકે દેખાય છે. આ જ વિડિઓમાં 1 કલાક 23 મિનિટે લક્ષ્ય પર રાખવામાં આવેલો એસ્ટરોઇડ નજરે પડે છે. જેમ જેમ અવકાશયાન એસ્ટરોઇડ તરફ આગળ વધતું ગયું તેમ તેમ તેનું કદ મોટું થતું દેખાઈ રહ્યું છે. 1 કલાક 38 મિનિટે તે બિંદુ સંપૂર્ણ એસ્ટરોઇડ જેવો દેખાવા લાગ્યું અને 1 કલાક 44 મિનિટના વિડિયોમાં ક્રેશ ઈમ્પેક્ટ જોઈ શકાય છે.
અવકાશયાન એક જ સાધન એટલેકે માત્ર કેમેરાથી સજ્જ હતું. નેવિગેટ કરવા, લક્ષ્ય બનાવવા અને અંતિમ કાર્યવાહી શરૂ કરવા માટે અને ઓપરેશન પર નઝર રાખવાં માટે તેને લગાવવામાં આવ્યો હતો. પ્રયોગ સફળ થયો કે કેમ તે જોવામાંટે વૈજ્ઞાનિકોને થોડા અઠવાડિયા કે તેથી વધુ સમય લાગશે.
અવકાશયાન દ્વારા અથડાયેલો એસ્ટરોઇડ
ડિમોર્ફોસ એ એસ્ટરોઇડ છે જે પૃથ્વીથી લગભગ 9.6 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. તે ડિડીમોસ નામના 2,500 ફૂટના એસ્ટરોઇડનો જોડકો ઉપગ્રહ છે. ડીડીમોસની શોધ 1996માં થઈ હતી. બીજી તરફ ડિમોર્ફોસ 525 ફૂટથી વધુ મોટો છે અને મૂળ આકારની નજીક સ્થિત છે.