Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ બન્યા ત્યારથી પોતાનો મેડિકલ ખર્ચ જાતે જ ભોગવે છે નરેન્દ્ર મોદી:...

    પીએમ બન્યા ત્યારથી પોતાનો મેડિકલ ખર્ચ જાતે જ ભોગવે છે નરેન્દ્ર મોદી: RTIમાં સામે આવી વિગતો- 2014થી અત્યાર સુધી સરકારનો એક પણ રૂપિયો ખર્ચ્યો નથી

    ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને અનેક ભથ્થાં આપવામાં આવે છે અને વડાપ્રધાન માટે પણ આ સુવિધાઓ હોય છે. પરંતુ પીએમ મોદીએ પોતાને આમાંથી બાકાત રાખ્યા છે. 

    - Advertisement -

    જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ પોતાનો મેડિકલ ખર્ચ જાતે જ ભોગવી રહ્યા છે. આ બાબત એક RTI મારફતે જાણવા મળી છે. જે અનુસાર, 2014માં પીએમ બન્યા ત્યારથી લઈને આજ સુધી નરેન્દ્ર મોદી પોતાના તમામ મેડિકલ ખર્ચ જાતે જ ચૂકવે છે અને તેની પાછળ સરકારનો એકેય રૂપિયો ખર્ચાતો નથી. 

    પુણેના પ્રફુલ શારદા નામના એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ RTIના જવાબમાં આ વિગતો જાણવા મળી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલ જવાબમાં જણાવવામાં આવ્યું કે, વડાપ્રધાનના સ્વાસ્થ્ય પાછળ તેમના કાર્યાલય (PMO) દ્વારા એક પણ રૂપિયો ખર્ચ કરવામાં આવતો નથી. 

    જવાબમાં જણાવવામાં આવ્યું કે, સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયો લીધા વગર પીએમ મોદી પોતાના મેડિકલ બિલનો ખર્ચ જાતે જ ઉઠાવે છે. PMO દ્વારા ભૂતકાળના અધિકારીક દસ્તાવેજોનો સંદર્ભ આપીને આગળ જણાવવામાં આવ્યું કે, 2014થી આજદિન સુધી ભારતમાં કે વિદેશમાં, વડાપ્રધાન મોદી પાછળ સરકારી ખજાનામાંથી કોઈ પણ મેડિકલ ખર્ચ કરવામાં આવ્યો નથી. 

    - Advertisement -

    જવાબ મળ્યા બાદ RTI કરનાર એક્ટિવિસ્ટ પ્રફુલ શારદાએ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, કરદાતાઓના પૈસા વડાપ્રધાનના વ્યક્તિગત ખર્ચ માટે વપરાઈ રહ્યા નથી, આ બાબત સરકાર પ્રત્યે આપનો વિશ્વાસ વધુ ગાઢ બનાવે છે. ધારાસભ્યો અને સાંસદોએ પણ આની ઉપરથી પ્રેરણા લઈને જો તેમનો કોઈ મેડિકલ ખર્ચ હોય તો જાતે ભોગવવો જોઈએ.

    તેમણે એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાન ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી એક સંદેશ તો આપી જ રહ્યા છે પરંતુ પોતે પણ સ્વસ્થ રહીને 135 કરોડ ભારતીયો માટે એક ઉદાહરણ બની રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને અનેક ભથ્થાં આપવામાં આવે છે અને વડાપ્રધાન માટે પણ આ સુવિધાઓ હોય છે. પરંતુ પીએમ મોદીએ પોતાને આમાંથી બાકાત રાખ્યા છે. 

    પીએમ મોદી પાસે એકપણ વાહન નથી, જમીન હતી પરંતુ દાન કરી દીધી હતી 

    રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી પાસે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાંથી મોટાભાગની બેન્કનાં ખાતાંમાં જમા છે. તેમની પાસે કોઈ અચલ સંપત્તિ નથી. ગાંધીનગરમાં તેમના નામે જમીન હતી, જે તેમણે દાનમાં આપી દીધી હતી. 

    પીએમ મોદી પાસે પોતાનું એકપણ વાહન નથી કે તેમણે કોઈ પણ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ કર્યું નથી. તેમની પાસે 1.73 લાખ રૂપિયાની કિંમતની ચાર સોનાની વીંટી છે. 31 માર્ચ, 2022ની સ્થિતિ પ્રમાણે પીએમ પાસે કુલ 35 હજાર 250 રૂપિયા કેશ હતા. ઉપરાંત, 9 લાખ 5 હજાર રૂપિયા પોસ્ટઓફિસમાં અને 1 લાખ 89 હજાર રૂપિયાની જીવન વીમા પોલિસી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં