Friday, March 29, 2024
More
    હોમપેજદેશહિંદુ હોવું પાપ છે?: રોકેટરીની ટીકા પર નામ્બી નારાયણનો સવાલ, કહ્યું- 'હું...

    હિંદુ હોવું પાપ છે?: રોકેટરીની ટીકા પર નામ્બી નારાયણનો સવાલ, કહ્યું- ‘હું હિન્દુ છું તો શું ફિલ્મમાં મુસ્લિમ-ખ્રિસ્તી બતાવવામાં આવશે’

    તેઓ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરે છે કે તેમનો કોઈ રાજકીય પક્ષ તરફ કોઈ ઝુકાવ નથી. પરંતુ તેમ છતાં તેમન પ્રશ્નો કરવામાં આવે છે, કારણકે લોકોની માનસિકતા થઇ ગઈ છે. તેઓ કહે છે, "તમે મને પ્રશ્નો પૂછતા નથી કારણ કે તમે એક પ્રકારની માનસિકતા બનાવી છે કે તમે મારા ઉપર ભાજપનું લેબલ મારવા માંગો છો."

    - Advertisement -

    હિંદુ હોવું પાપ છે?, આ પ્રશ્ન છે નામ્બી નારાયણનો, ફિલ્મ ‘રોકેટ્રી – ધ નામ્બી ઇફેક્ટ’ માં હિંદુ પરંપરાઓનું પાલન કરતા ઇસરો વૈજ્ઞાનિકનું ચિત્રણ કરવામાં આવતા, લિબરલ આલોચકો દ્વારા પ્રશ્નો ઉભા કરવામાં આવતા તેમણે પોતે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા છે, તેમણે પૂછ્યું છે કે શું હિંદુ હોવું પાપ છે. જો તે હિંદુ છે અને હિંદુ ધર્મનું પાલન કરે છે, તો તમની બાયોપિકમાં એજ બતાવવામાં આવશે ને?

    ડેક્કન વાહિનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ફિલ્મની ટીકાને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, “હું હિંદુ છું. મને હિંદુ હોવામાં કોઈ શરમ નથી. શું હિંદુ હોવું એ પાપ છે? જો હું હિન્દુ છું અને મારી બાયોપિક બતાવવામાં આવી રહી છે, તો તેઓ મને હિન્દુની જેમ બતાવશે. એ લોકો મને મુસ્લિમ કે ખ્રિસ્તી ન બતાવી શકે ને…. તો પછી આપણે શું વાત કરી રહ્યા છીએ? શું બ્રાહ્મણ હોવું એ પાપ છે? હું બ્રાહ્મણ નથી, એ અલગ પ્રશ્ન છે. જો કોઈ બ્રાહ્મણ હોય, તો તમે તેને દૂર કરશો? કેટલા બ્રાહ્મણો છે જેમણે આ દેશની સેવા કરી? એક નહિ અગણિત છે. હું તમને સૂચિ આપી શકું છું.”

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આપણે બિનજરૂરી રીતે મામલાને રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે નરેન્દ્ર મોદીને ભાજપના નેતા કહીએ છીએ વડાપ્રધાન નહીં. નરેન્દ્ર મોદીને ભૂલી જાઓ, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે, શું તમે જાણો છો કે કેરળના વર્તમાન મુખ્યમંત્રીએ મને કેટલું સમર્થન આપ્યું હતું? તેમણે મને જે રીતે ટેકો આપ્યો તેટલો ઓછો કહેવાય? તેણે મારા કેસને લંબાવતા અટકાવ્યો. તો શું હું કમ્યુનિષ્ટ કહેવાઈશ?

    - Advertisement -

    તેઓ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરે છે કે તેમનો કોઈ રાજકીય પક્ષ તરફ કોઈ ઝુકાવ નથી. પરંતુ તેમ છતાં તેમન પ્રશ્નો કરવામાં આવે છે, કારણકે લોકોની માનસિકતા થઇ ગઈ છે. તેઓ કહે છે, “તમે મને પ્રશ્નો પૂછતા નથી કારણ કે તમે એક પ્રકારની માનસિકતા બનાવી છે કે તમે મારા ઉપર ભાજપનું લેબલ મારવા માંગો છો.”

    તેમણે ઇન્ટરવ્યુઅરને તેના પ્રશ્નમાં સુધારો કરવા અને વસ્તુઓ સમજવાની સલાહ આપી. ત્યારે તેમને ખબર પડશે કે શિવસેના હોય કે અન્ય કોઈ, તેમની સાથે કોઈને કોઈ લેવાદેવા નથી.

    તેમણે કહ્યું, “જો કોઈ મને સમર્થન આપે છે, તો કૃપા કરીને એવો ઢોંગ ન કરો કે હું તે ચોક્કસ પક્ષનો છું. મને એ જોઈને આનંદ થયો કે મેં નરેન્દ્ર મોદી અને પિનરાઈ વિજયન બંને સાથે વાત કરી. તે બંને ટોચ પર છે. જો મારો કેસ સાચો ન હોત તો આ બે લોકો મારી સાથે શા માટે આવશે.

    રોકેટ્રીની ટીકા

    ઉલ્લેખનીય છે કે નામ્બી નારાયણના જીવન પર આધારિત રોકેટ્રી ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં આવી હતી. આર માધવને આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી, તેનું નિર્દેશન કર્યું અને તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જોયા બાદ ઘણા લિબરલોએ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ફિલ્મ વિવેચક અનુપમા ચાપડાએ કહ્યું હતું કે, “તે પ્રશંસનીય છે કે ફિલ્મે નારાયણનની સિદ્ધિઓને લાઇમલાઇટમાં લાવી છે. પરંતુ ફિલ્મમાં તેમની દેશભક્તિ સતત દર્શાવવામાં આવી છે અને તેમના ધર્મને વારંવાર દર્શાવવામાં આવ્યો છે. પહેલા જ સીનમાં, નારાયણ તેના ઘરે પૂજા કરી રહ્યા છે અને કોઈપણ નિર્ણાયક સમયે તે પ્રાર્થના કરતા જોવા મળે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં