ભગવાન શંકરના દ્વાદશ જ્યોતિર્લીંગમાંથી એક એવા ત્રંબકેશ્વર મહાદેવના શિવલિંગ પર જબરદસ્તીથી ચાદર ચડાવવાનો પ્રયાસ થયો હોવાના આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા આ જ્યોતિર્લીંગ પર ચાદર ચડાવવાનો પ્રયાસ અહીંના જાગૃત ગાર્ડઝ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને બ્રાહ્મણ મહાસભાએ આ ઘટનાની ઊંડી તપાસ કરવાની માંગણી કરી છે.
ગત શનિવારે રાતે ત્રંબકેશ્વર મંદિરમાં કેટલાક મુસ્લિમોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં રહેલાં સુરક્ષાકર્મીઓએ આ પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો. જે લોકો મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ અહીં એક ધાર્મિક ઉર્સના કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતાં. સુરક્ષાકર્મીઓએ ફક્ત તેમનાં આ પ્રયાસને નિષ્ફળ જ ન બનાવ્યો પરંતુ તુરંત જ પરિસ્થતિને કાબુમાં લઇ લીધી હતી. અહીંના પુજારીઓએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જો કે પોલીસ દ્વારા છેલ્લા સમાચાર મળ્યાં ત્યાં સુધી કોઈજ કાર્યવાહી ન કરવામાં આવતા વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
त्र्यंबकेश्वर मंदिरात दुसऱ्या धर्माच्या गटाने प्रवेशाची मागणी केल्यावरून निर्माण झालेल्या वादात पोलिसांनी हस्तक्षेप करीत दोन्ही गटांना समज देत या वादावर पडदा टाकण्याचा प्रयत्न केला. दरम्यान, संबंधितांवर कारवाई करण्याची मागणी पुरोहित संघाने केली आहे.https://t.co/h7Jkh1lNSh
— LoksattaLive (@LoksattaLive) May 15, 2023
મંદિર પ્રશાસને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ગત શનિવાર (13 મે 2023) રાત્રે 9:41 વાગ્યે આ ઘટના ઘટી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્રંબકેશ્વર મંદિરના ઉત્તર દ્વારથી થોડી જ દૂર ઉર્સનું આયોજન ચાલી રહ્યું હતું અને ત્યાંથી જ કેટલાક મુસ્લિમોએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ મંદિરમાં ફક્ત હિંદુઓને જ પ્રવેશ છે અને જે લોકોને હિંદુ ધર્મમાં આસ્થા નથી તેમનાં માટે અહીં પ્રવેશ વર્જ્ય છે.
દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્થાનિક પોલીસને આ મામલે તપાસ શરુ કરી દેવા અંગે માંગણી કરવામાં આવી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે આ પ્રકારની આઘાતજનક ઘટનાને કારણે સામાજિક તાણાવાણાને પણ નુકસાન પહોંચી શકે છે. ભવિષ્યમાં આ બાબતની ઘટના ફરીથી ન ઘટે તે માટે પોલીસને વિનંતી કરવામાં આવી છે.
અત્રે એ નોંધનીય છે કે ત્રંબકેશ્વરનું જ્યોતિર્લીંગ નીલગીરી, બ્રહ્મ્ગીરી અને કલાગીરીના પર્વતોની મધ્યમાં સ્થિત છે. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ લીંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં મોગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા આ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પેશ્વા બાલાજી બાજીરાવે તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.