Friday, September 20, 2024
More
    હોમપેજદેશ'હવે ભારતનો વારો, શરૂઆત આસામથી...': દેશમાં બાંગ્લાદેશ જેવી હિંસાની વાત કરતો રેઝુવાન...

    ‘હવે ભારતનો વારો, શરૂઆત આસામથી…’: દેશમાં બાંગ્લાદેશ જેવી હિંસાની વાત કરતો રેઝુવાન ઝડપાયો, પાકિસ્તાન અને અલકાયદા સાથે જોડાયેલો હોવાનો કર્યો દાવો

    આરોપી રેઝુવાને પોતાની ફેસબુક પ્રોફાઈલ પર બંગાળી ભાષામાં એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, "બાંગ્લાદેશ બાદ હવે ભારતનો વારો છે. ખૂબ જલ્દી બાંગ્લાદેશ જેવી જ પરિસ્થિતિ ભારતમાં પણ જોવા મળશે. શરૂઆત આસામથી થશે."

    - Advertisement -

    આસામના હેલાકંડીના રેઝુવાન ઉલ્લા મજરભુઇયા નામના મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી ભારત અને આસામમાં બાંગ્લાદેશ જેવી હિંસા ફેલાવવાની પોસ્ટ કરી હતી. આટલું જ નહીં, તેણે પોતે પાકિસ્તાન અને આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલો હોવાનું પણ કહ્યું હતું. ઘટના ધ્યાન પર આવતાં પોલીસ હરકતમાં આવી હતી અને તેની ધરપકડ કરી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી રેઝુવાન હેલાકાંડી જિલ્લાના રંગપુરના લાલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વોર્ડ નંબર 5માં રહેતો હતો. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલ પર બંગાળી ભાષામાં એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “બાંગ્લાદેશ બાદ હવે ભારતનો વારો છે. ખૂબ જલ્દી બાંગ્લાદેશ જેવી જ સ્થિતિ ભારતમાં પણ જોવા મળશે. શરૂઆત આસામથી થશે.” આટલું જ નહીં, આ પ્રકારની પોસ્ટ પર કરવામાં આવેલી એક કૉમેન્ટ પર તેણે પોતાને આતંકવાદી સંગઠન અલકાયદાનો સભ્ય ગણાવ્યો હતો અને પાકિસ્તાન સાથે પણ કનેક્શન હોવાનું તેણે જણાવ્યું હતું

    તેની આ પોસ્ટ જોઇને આસામ પોલીસ તરત હરકતમાં આવી હતી અને આરોપી રેઝુઆનને તેના ઘરેથી જ ઉઠાવી લીધો હતો. આ મામલે એક સ્થાનિક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે આ કેસની તમામ દિશાથી તપાસ કરી રહ્યા છીએ. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, આ વિષય ખૂબ જ ગંભીર છે. પાડોશી દેશ બાંગ્લાદેશ એક સમયે ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદી સંગઠનો માટે એક સુરક્ષિત શેલ્ટરનું કામ કરતો હતો.

    - Advertisement -

    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ફેસબુક પર ‘અમાદર હેલાકંડી’ નામના ગ્રુપમાં આ પ્રકારની પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાના પર્સનલ એકાઉન્ટમાં પણ આ પ્રકારની પોસ્ટ અપલોડ કરી હતી. તેના વિરુદ્ધ પુરાવા એકઠા કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) 61, 147 અને 196 અંતર્ગત તેમજ UAPA અધિનિયમ 1967ની કલમ 39 અંતર્ગત ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધવા જેવું છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. અનામતના નામે શરૂ થયેલું પ્રદર્શન આખરે હિંદુવિરોધી હિંસામાં ફેરવાઇ ગયું હતું અને સેંકડો હિંદુઓ તેનો ભોગ બન્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં