Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પતિ અન્ય પુરુષો પાસે યૌન શોષણ કરાવે છે’: યુપીની મુસ્લિમ મહિલાએ કરી...

    ‘પતિ અન્ય પુરુષો પાસે યૌન શોષણ કરાવે છે’: યુપીની મુસ્લિમ મહિલાએ કરી ફરિયાદ, કહ્યું- ન્યાય ન મળે તો હિંદુ ધર્મ અપનાવી લઈશ

    તેણે કહ્યું કે, નિકાહ બાદ જ તેનો પતિ અને દિયર તેની સાથે બળજબરી કરતા હતા અને અલીશેર છાશવારે તેની સાથે મારપીટ કરતો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ મહિલાએ તેના પતિ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથ સમક્ષ ન્યાયની માંગ કરી છે. મહિલાએ એમ પણ કહ્યું કે જો તેને ન્યાય નહીં મળે તો તે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેશે. 

    પીડિત મહિલા હાલ ગર્ભવતી છે. તેણે પતિ પર અન્ય પુરુષો પાસે તેનું યૌન શોષણ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, તેનો પતિ પૈસા માટે અન્ય પુરુષો પાસે તેનું યૌન શોષણ કરાવે છે અને તેના દિયર અને જેઠે પણ તેનો રેપ કર્યો હતો. પોલીસ સમક્ષ ન્યાયની માંગ કર્યા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

    મહિલા બિજનૌરના અફઝલગઢની રહેવાસી છે અને તેનાં નિકાહ પાંચ વર્ષ પહેલાં અલીશેર નામના એક ઈસમ સાથે થયાં હતાં. તેણે કહ્યું કે, નિકાહ બાદ જ તેનો પતિ અને દિયર તેની સાથે બળજબરી કરતા હતા અને અલીશેર છાશવારે તેની સાથે મારપીટ કરતો હતો. ઉપરાંત, તેને દહેજને લઈને પણ હેરાન કરવામાં આવતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. 

    - Advertisement -

    પીડિતાએ કહ્યું કે, તેનો પતિ પૈસાની લાલચમાં તેને અન્ય પુરુષો પાસે પણ મોકલવા માંડ્યો હતો અને તે વિરોધ કરતી તો તેની સાથે મારપીટ કરતો હતો. તે ગર્ભવતી હોવા છતાં આ અત્યાચારો ચાલુ રાખ્યા હતા. રિપોર્ટ અનુસાર, ત્રાસીને જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેને ચાકુ વડે હુમલો કરીને ઘાયલ કરી નાંખવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે પતિના આ કાળાં કામોમાં તેના દિયર, જેઠ અને સાસરાના અન્ય લોકો પણ સાથ આપે છે. 

    આખરે આ ત્રાસ સહન ન થતાં મહિલા પોલીસની શરણે આવી હતી અને એસએસપી ઓફિસે પહોંચીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. મહિલાએ પીએમ મોદી અને સીએમ યોગીને પણ અપીલ કરી કે તેને ન્યાય આપવામાં આવે અને તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કરનારાઓને સજા આપવામાં આવે. 

    પીડિત મુસ્લિમ મહિલાએ કહ્યું કે જો તેને ન્યાય નહીં મળે તો તે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવી લેશે કારણ કે તે બહુ પરેશાન થઇ ગઈ છે. તેણે કહ્યું કે, તે ત્રણ મહિનાથી પોલીસ સ્ટેશનના આંટાફેરા કરી રહી છે. 

    આ મામલે સીટી એસપી સત્યનારાયણસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં