Saturday, May 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભરૂચ: હિંદુ યુવક સાથે ભાગી ગઈ મુસ્લિમ યુવતી, પરિવાર યુવકના પિતા-ભાઈને માર...

    ભરૂચ: હિંદુ યુવક સાથે ભાગી ગઈ મુસ્લિમ યુવતી, પરિવાર યુવકના પિતા-ભાઈને માર મારીને ઉઠાવી ગયો, પોલીસ પર પણ ટોળાનો હુમલો

    પોલીસે યુવક અને યુવતીને શોધી લાવી તેમને તેમના પરિવારને પરત સોંપવાની ખાતરી આપતાં મામલે થાળે પડયો હતો.

    - Advertisement -

    ઝઘડિયાની મુસ્લિમ યુવતી હિંદુ યુવક સાથે ભાગી જતાં તેનો પરિવાર યુવકના પિતા અને ભાઈને માર મારી ઉઠાવી ગયો હોવાની ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મુસ્લિમ યુવતીના પરિવાર સહિતના ટોળાએ હિંદુ યુવકના ઘરમાં ઘૂસી પરિવારના સભ્યોને ગડદાપાટુંનો માર મારી યુવકના પિતા તથા તેના ભાઈને ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં, પરિવારનો બચાવ કરનાર પોલીસ કર્મચારીઓ ઉપર પણ મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો.

    મળતી માહિતી અનુસાર આ ઘટના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં ઝઘડિયાની મુસ્લિમ યુવતી હિંદુ યુવકના પ્રેમમાં હતી. જેને લઈને આ બંને 16 માર્ચ 2023ના રોજ વહેલી સવારે ઘરેથી ભાગી ગયા હતા. જેની જાણ બંને પરિવારોને થઈ હતી. જેથી મુસ્લિમ યુવતીના પરિવારજનોએ તેમના સમાજના ટોળાને સાથે રાખી હિંદુ યુવકના પરિવારના ઘરે જઈ તેમની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સ્થિતિ વણસતા ટોળાએ યુવકના પરિવાર સાથે મારામારી કરી ઘરમાં તોડફોડ કરી હતી. વાત આટલેથી નહીં અટકતા ટોળું યુવકના પિતા તથા તેના ભાઈને તેઓ તેમના ઘરેથી બળજબરીથી ઉઠાવીને લઇ ગયું હતું.

    આ ઘટનાની જાણ રાજપારડી પોલીસને થતા પોલીસ યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવવા માટે યુવતીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન મુસ્લિમ સમાજના ટોળાએ રાજપારડી પોલીસ કર્મચારીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજપારડી પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. દરમિયાન વધુ પોલીસ કાફલો બોલાવી લેવાતા આ આખો મામલે થાળે પડયો હતો અને યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવી રાજપારડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પણ ઉશ્કેરાયેલા મુસ્લિમ સમાજના ટોળાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ કરી હતી. સ્થિતિ વધુ વણસતી જોઇને ડીએસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે યુવક અને યુવતીને શોધી લાવી તેમને તેમના પરિવારને પરત સોંપવાની ખાતરી આપતાં મામલે થાળે પડયો હતો.

    આ બાબતે વધુ માહિતી મેળવવા ઑપઈન્ડિયાએ રાજપારડી પોલીસ સ્ટેશનના PSI જી.આઈ રાઠોડનો સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં