Tuesday, January 14, 2025
More
    હોમપેજક્રાઈમઅરમાન ખાને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, મળવા બોલાવી ઉતાર્યાં અશ્લીલ વિડીયો: ધમકાવીને...

    અરમાન ખાને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, મળવા બોલાવી ઉતાર્યાં અશ્લીલ વિડીયો: ધમકાવીને 5 વર્ષ સુધી ગુજારતો રહ્યો બળાત્કાર, ચાચા સાથે મળી કર્યો અપહરણનો પ્રયાસ; ગ્વાલિયર પોલીસે કરી ધરપકડ

    અરમાનનો ચાચા ઝાહિદ ખાન પણ યુવતી પર ધર્માંતરણ કરવા માટે દબાવ બનાવી રહ્યો હતો. આ દરમિયાન બંને આરોપીઓએ યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરથી (Gwalior) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જે અંતર્ગત અરમાન ખાને હિંદુ યુવતીને સોશિયલ મીડિયા માધ્યમથી ફસાવી અને તેના અશ્લીલ વિડીયો બનાવીને તેને 5 વર્ષથી બ્લેકમેલ (Blackmail) કરી તેના પર બળાત્કાર (Rape) રહ્યો હતો. આ ઉપરાંત તે યુવતીને ધર્માંતરણ (Conversion) કરવા પણ દબાણ કરી રહ્યો હતો. તેણે તેના ચાચા સાથે મળીને યુવતીનું અપહરણ (Kidnap) કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારપછી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    યુવતીએ 100 નંબર પર ફોન કરીને પોલીસ ફરિયાદ કરીને ડબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. જે અનુસાર હિંદુ યુવતી 5 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપી અરમાન ખાનના સંપર્કમાં આવી હતી. ત્યારપછી અરમાને યુવતીને મળવા બોલાવી તેના ડ્રીંક્સમાં કંઇક ભેળવીને તેને બેભાન કર્યા બાદ તેના કપડાં ઉતારીને અશ્લીલ વિડીયો ઉતારી લીધા હતા.

    અશ્લીલ વિડીયોના આધારે બ્લેકમેલ

    ત્યારપછી અરમાન હિંદુ યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તથા તેની વાત ન માને તો તેમની ચેટ અને યુવતીના વિડીયો તેના ભાઈને બતાવી દેવાની ધમકી આપતો હતો. આ રીતે બ્લેકમેલ કરીને અરમાને વારંવાર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી યુવક અરમાન ખાને સોમવાર, 6 ડિસેમ્બરે પણ યુવતીને બ્લેકમેલ કરીને મળવા બોલાવી હતી.

    - Advertisement -

    ફરિયાદ અનુસાર જ્યારે યુવતી આરોપી અરમાનને મળવા આવી ત્યારે તેણે તેના પર બળજબરીથી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. યુવતીનો આરોપ છે કે અરમાન ઘણા સમયથી તેના પર બળાત્કાર ગુજારી રહ્યો છે અને બળજબરીથી તેનું ધર્માંતરણ કરવા માંગે છે. સોમવારની મુલાકાત દરમિયાન અરમાન યુવતીને બાઇક પર બેસાડી અને બળજબરીથી ગ્વાલિયર રોડ પર આવેલા સમુદન ખાતે લઈ ગયો.

    ત્યાં અરમાનનો ચાચા ઝાહિદ ખાન પણ હાજર હતો જે યુવતી પર ધર્માંતરણ કરવા માટે દબાવ બનાવી રહ્યો હતો. આ દરમિયાન બંને આરોપીઓએ યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવતી તક મળતા જ રાહદારીઓની મદદથી ત્યાંથી ભાગી ગઈ અને 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. ત્યારબાદ તેણે ડબરા પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન અને તેના ચાચા ઝાહિદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં ડાબરા એસડીઓપી વિવેક શર્માએ જણાવ્યું કે, “એક યુવતીએ પોલીસ સ્ટેશનમાં આવીને બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાવી છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસે યુવતીના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપી યુવકને કસ્ટડીમાં લીધો છે અને પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.” આરોપી અરમાનની ધરપકડ કરીને પોલીસ તેના ચાચા ઝાહિદની શોધ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં