Tuesday, April 23, 2024
More
    હોમપેજદેશભીમરાવ આંબેડકરનું નિવેદન વાંધાજનક અને ઇસ્લામ માટે સંપૂર્ણપણે પક્ષપાતીઃ હિજાબ વિવાદમાં મુસ્લિમ...

    ભીમરાવ આંબેડકરનું નિવેદન વાંધાજનક અને ઇસ્લામ માટે સંપૂર્ણપણે પક્ષપાતીઃ હિજાબ વિવાદમાં મુસ્લિમ પક્ષના વકીલ કોલિન ગોન્સાલ્વિસની સુપ્રીમ કોર્ટમાં દલીલ

    "હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ઘણી ટિપ્પણીઓએ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને અન્ય ધર્મોને ઇસ્લામ વિશે ભ્રામક માહિતી આપી છે." - કર્ણાટક હાઈકોર્ટના હિજાબના ચુકાદામાં ભીમરાવ આંબેડકરની ટિપ્પણી પર વકીલ કોલિન ગોન્સાલ્વિસની દલીલ.

    - Advertisement -

    હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. મુસ્લિમ અરજદારોએ ગુરુવારે (15 સપ્ટેમ્બર 2022) સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો, જેમાં તેઓએ ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “આંબેડકરનું નિવેદન એકતરફી અને સંપૂર્ણપણે પક્ષપાતી છે. હવે ભારતમાં આવી બાબતોનું પુનરાવર્તન થઈ શકે નહીં.”

    વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસ, મુસ્લિમ અરજદારો તરફથી હાજર થઈને, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધૂલિયાની બેંચને કહ્યું, “ભીમરાવ આંબેડકરનું નિવેદન મહાન છે, પરંતુ તે વાંધાજનક નિવેદન પણ છે. આ એવું નથી જેનું ભારતમાં પુનરાવર્તન થવું જોઈએ. આ સંપૂર્ણપણે પક્ષપાતી નિવેદન છે.” આ અંગે જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે, “ડૉ. આંબેડકરે તે સમયના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી.”

    કોલિન ગોન્સાલ્વેસે કહ્યું, “હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ઘણી ટિપ્પણીઓ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને અન્ય ધર્મોને ઇસ્લામ વિશે ભ્રામક માહિતી આપે છે.” ગોન્સાલ્વિસના જણાવ્યા મુજબ:

    “હાઈકોર્ટનો ચુકાદો બહુમતી સમુદાયને લગતો છે, જ્યાં લઘુમતીનો દૃષ્ટિકોણ આંશિક રીતે જોવામાં આવ્યો હતો. આમાં બંધારણીય સ્વતંત્રતા નથી. ચુકાદામાં ચોંકાવનારા તથ્યો છે, જે દુઃખ પહોંચાડે છે. હિજાબને પણ શીખની પાઘડી અને કિરપાન જેવી સુરક્ષા આપવી જોઈએ.

    - Advertisement -

    જસ્ટિસ હેમંત ગુપ્તાએ ગોન્સાલ્વિસને કહ્યું હતું કે કોર્ટે દરેક કેસનો નિર્ણય તેના સેટઅપના આધારે કરવાનો હોય છે. આ કેસમાં મુદ્દો એ હતો કે શું તે (હિજાબ) જરૂરી ધાર્મિક પ્રથા છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. દલીલ કરવાનો પ્રશ્ન એ હતો કે શું આ છોકરીઓ વિવાદ પહેલા હિજાબ પહેરતી હતી.

    સુપ્રીમ કોર્ટની બેંચના આ અવલોકન પર વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોન્સાલ્વેસે જવાબ આપ્યો હતો કે પ્રશ્ન પૂછવો એ નથી કે કેટલીક છોકરીઓ હિજાબ પહેરે છે કે નહીં. પ્રશ્ન એ છે કે શું હિજાબ ઇસ્લામનો એક ભાગ છે, તો જવાબ એ છે કે તે ચોક્કસપણે છે. લાખો છોકરીઓ તેને પહેરે છે. તેઓ તેને જરૂરી માને છે.

    હાઈકોર્ટના નિર્ણયને હાનિકારક ગણાવતા, ગોન્સાલ્વિસે મહિલા સ્વતંત્રતા વિરુદ્ધ હિજાબ પહેરવાનો આગ્રહ રાખતી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો. એમણે કિધુ,

    “આ ન્યાયની ભાષા નથી. આ એવો નિર્ણય નથી જે પસાર થવો જોઈએ. હાઈકોર્ટનો નિર્ણય લઘુમતી સમુદાય માટે સન્માનજનક નથી. તે એકતરફી અભિગમ હતો. આ નિર્ણયને રદ કરીને હાઈકોર્ટની અલગ બેંચને પરત મોકલવો જોઈએ.”

    પરદા પ્રથા પર આંબેડકરની ટિપ્પણી

    ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે હિજાબ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવતા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો પણ ઉલ્લેખ કર્યો હતો. અદાલતે, શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવતા, પરદાની પ્રથા પર આંબેડકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું,

    “બુરખા અંગેનો તેમનો અભિપ્રાય હિજાબના મુદ્દા પર પણ લાગુ પડે છે. જો કોઈ સમુદાયમાં પર્દા, હિજાબ જેવી વસ્તુઓ હોય તો તેના પર ચર્ચા થઈ શકે છે. તેનાથી મહિલાઓની સ્વતંત્રતા પર અસર થાય છે. આ બંધારણની ભાવના વિરુદ્ધ છે, જે તમામ માટે સમાન તકો, જાહેર જીવનમાં ભાગીદારી અને સકારાત્મક બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે.

    હિજાબ વિવાદ પર હાઈકોર્ટનો નિર્ણય

    નોંધનીય છે કે 14 માર્ચે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ કેસમાં નિર્ણય આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ નિર્ધારિત યુનિફોર્મ પહેરીને આવવાની ના પાડી શકે નહીં. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ મૂકીને પડકારવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં