Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટર સચિન તેંદુલકરે અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી, તસ્વીર પોસ્ટ કરીને 'ઇઝરાયેલ' લખતાં...

    ક્રિકેટર સચિન તેંદુલકરે અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી, તસ્વીર પોસ્ટ કરીને ‘ઇઝરાયેલ’ લખતાં નારાજ થયા કટ્ટરપંથી પ્રશંસકો: કૉમેન્ટમાં ખરી-ખોટી સંભળાવી

    સચિન તેંદુલકરે જેરુસેલમની અલ-અક્સા મસ્જિદની યાત્રાનો હેતુ માત્ર હરવા-ફરવાનો ગણાવ્યો હતો. પણ તેમની આ તસવીર પર ઈઝરાયેલ શબ્દ કેટલો ભારે પડશે તેનો કદાચ તેને અંદાજો પણ નહોતો.

    - Advertisement -

    ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે 18 માર્ચ 2023 (શનિવાર)ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેઓ જેરૂસલેમ શહેરની અલ-અક્સા મસ્જિદની સામે ઊભેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરના લોકેશનમાં જેરૂસલેમ ઈઝરાયલના જૂના શહેર તરીકે આવી રહ્યું છે. આ તસવીરના હેશટેગમાં સચિને #Israel લખ્યું છે. પણ સચિન તેંદુલકરે જેરુસેલમની અલ-અક્સા મસ્જિદની મુલાકાત લેતા કટ્ટરપંથી પ્રશંસકો નારાજ થઈ ગયા હતા.

    સચિન તેંદુલકરે જેરુસેલમની અલ-અક્સા મસ્જિદની યાત્રાનો હેતુ માત્ર હરવા-ફરવાનો ગણાવ્યો હતો. પણ તેમની આ તસવીર પર ઈઝરાયેલ શબ્દ કેટલો ભારે પડશે તેનો કદાચ તેને અંદાજો પણ નહોતો. કેટલાક કટ્ટર મુસ્લિમ લોકો હવે આ ફોટો સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જેરુસલેમ ઇઝરાઇલનો ભાગ નથી પરંતુ પેલેસ્ટાઇનનો ભાગ છે.

    આ ફોટામાં સચિને જેકેટ પહેર્યું છે અને માથે ટોપી છે. પાછળની તરફ કેટલાક અન્ય લોકો અલ-અક્સા સાથે ગ્રુપ સેલ્ફી લેતા જોવા મળે છે. સચિને અલ-અક્સાના 3 અલગ અલગ એંગલથી ફોટા લીધા છે જેમાં તે પોતે પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં સચિને કેપ્શનમાં લખ્યું છે કે, ‘માય સેલ્યુટ ફ્રોમ જેરૂસલેમ’ અને સાથે જ અંગ્રેજીમાં ઇઝરાયલનું હેશટેગ પણ મૂક્યું હતું.

    - Advertisement -

    જેરૂસલેમને ઇઝરાયલ શહેર ગણાવતા સચિન તેંડુલકરના આ ફોટોને 12 લાખથી વધુ યુઝર્સે લાઇક કર્યો છે. પરંતુ તે અનેક મુસ્લિમ યુઝર્સ આ તસ્વીરથી ભડક્યા હતા. આમાંથી ઘણા યુઝર્સ પોતાને ફેન ગણાવીને સચિન તેંડુલકરનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટ બોક્સમાં જેરૂસલેમને પેલેસ્ટાઇન ગણાવ્યું છે.

    નારાજગી વ્યક્ત કરનારા લોકોમાં ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોના મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. વિરોધ કરી રહેલા લોકોમાં અલ જઝીરાના પત્રકાર સૈફ ખાલિદનો પણ સમાવેશ થાય છે. તેણે લખ્યું હતું કે, “ભારતીય રમત જગતનું સૌથી મોટું નામ સચિન તેંડુલકરે જેરુસલેમને ઇઝરાયલ કહીને પેલેસ્ટાઇનના લોકોને તો દુઃખ પહોંચાડ્યું જ છે, સાથે સાથે ઇઝરાયેલના ગેરકાયદે કબજાને પણ યોગ્ય ઠેરવ્યો છે.”

    સચિન તેંડુલકરનો વિરોધ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ ચાલુ જ છે. મુમશાદ અહેમદ, મુલ્લા મોહમ્મદ ઓમર અને કુરાન ધ ગાઇડન્સ નામના યુઝર્સે ટિપ્પણી કરી હતી અને જેરુસલેમને પેલેસ્ટાઇન ગણાવ્યું હતું.

    અશરફ કમાલે લખ્યું, “અમે સચિનના મોટા પ્રશંસક હતા પરંતુ આ બધાને કારણે હવે અમે પ્રશંસક નથી રહ્યા. ઈઝરાયેલના બદલે પેલેસ્ટાઈન લખવું જોઈતું હતું, પરંતુ તમારી પાસેથી કોઈ આશા છે જ નહીં.”

    જો કે ઘણા નેટિઝન્સે પણ સચિનને સપોર્ટ કર્યો છે. તેમણે માત્ર સચિનના જ વખાણ જ નથી કર્યા પરંતુ જેરૂસલેમને ઇઝરાયલનો હિસ્સો પણ માન્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં