Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળના આ મુસ્લિમ દંપતિએ નિકાહના 29 વર્ષ પછી ફરીથી લગ્ન કરવા પડ્યા:...

    કેરળના આ મુસ્લિમ દંપતિએ નિકાહના 29 વર્ષ પછી ફરીથી લગ્ન કરવા પડ્યા: કારણ – ઇસ્લામિક કાયદા હેઠળ પુત્રીઓને સંપત્તિમાં સમાન અધિકાર નથી

    સી શુક્કુર અને શીનાના લગ્ન કાસરગોડ જિલ્લાના હોસાદુર્ગા તાલુકામાં કન્હાગઢ ખાતે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં થયા હતા. આ દરમિયાન તેમની દીકરીઓ પણ હાજર હતી.

    - Advertisement -

    કેરળના કાસરગોડ જિલ્લામાં એક મુસ્લિમ યુગલે નિકાહના 29 વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા. તેણે પોતાની ત્રણ દીકરીઓની આર્થિક સુરક્ષા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આ લગ્ન કર્યા છે. વાસ્તવમાં, શરિયા કાયદા અનુસાર, પુત્રીઓને સંપત્તિમાં સમાન અધિકાર નથી. તેથી તેણે ફરીથી લગ્ન કરવા પડ્યા. લગ્ન બુધવારે (8 માર્ચ, 2023)ના રોજ થયા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન જાણીતા મલિયાલમ અભિનેતા અને વકીલ સી શુક્કરે કર્યા છે. શુક્કરે 2022માં આવેલી ફિલ્મ ‘નન્ના થાન કેસ કોડુ’માં વકીલની ભૂમિકા ભજવી હતી. શુક્કુરની પત્ની શીના મહાત્મા ગાંધી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર છે. બંનેએ વર્ષ 1994માં લગ્ન કર્યા હતા. એટલે કે હવે 29 વર્ષ બાદ ફરી એકવાર બંનેએ લગ્ન કરી લીધા છે.

    સી શુક્કુર અને શીનાના લગ્ન કેરળના કાસરગોડ જિલ્લાના હોસાદુર્ગા તાલુકામાં કન્હાગઢ ખાતે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં થયા હતા. આ દરમિયાન તેમની દીકરીઓ પણ હાજર હતી. નોંધનીય છે કે કેટલાક પશ્ચિમી દેશોમાં પરિણીત સ્ત્રી-પુરુષ ફરી લગ્ન કરે છે. આ લગ્ન લગ્નની વર્ષગાંઠની ઉજવણી માટે કરવામાં આવે છે. જો કે, મુસ્લિમ દંપતી શુક્કુર અને શીનાને ઇસ્લામિક કાયદામાં છોકરીઓ માટે સમાન અધિકારના અભાવને કારણે લગ્ન કરવા પડ્યા હતા.

    - Advertisement -

    એક ફેસબુક પોસ્ટમાં, શુક્કરે કહ્યું કે તાજેતરના દિવસોમાં કંઈક એવું બન્યું જેણે તેને વિચારવા માટે મજબૂર કરી દીધું કે જ્યારે તે મૃત્યુ પામશે ત્યારે તે તેની પુત્રીઓ માટે શું છોડી જશે. તેમની ચિંતા એ હતી કે શું તેમની પુત્રીઓને તેમની મિલકતમાં સંપૂર્ણ અધિકાર મળશે? આ માટે જ તેઓએ નિકાહના 29 વર્ષ બાદ પોતાની પત્ની સાથે જ કર્યા પુનર્લગ્ન. હવે તેઓ પોતાની દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતામુક્ત થયા છે.

    ઇસ્લામિક કાયદામાં દીકરીઓને પિતાની મિલ્કતમાં અધિકાર નથી અપાયો

    ખરેખર, શરિયા કાયદામાં, પુત્રીઓને પિતાની સંપત્તિમાં સમાન અધિકાર નથી. આનો અર્થ એ થયો કે શુક્કરના મૃત્યુ પછી, તેમની પુત્રીઓને મિલકતનો માત્ર 2/3 ભાગ જ મળશે.

    શુક્કુરને પુત્ર નથી. આવી સ્થિતિમાં, બાકીના ભાગમાં શુક્કુરના ભાઈઓનો અધિકાર રહેશે. આવી સ્થિતિમાં, શુક્કરે તેની પુત્રીઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફરીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં