Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટેરર ફંડિંગની નવી મોડસ ઓપરેન્ડી: પ્લેનમાં સોનાની તસ્કરી માટે અફસર રીઝવાન બન્યો...

    ટેરર ફંડિંગની નવી મોડસ ઓપરેન્ડી: પ્લેનમાં સોનાની તસ્કરી માટે અફસર રીઝવાન બન્યો હિતેશ જૈન, રીઝવાન ખુર્શીદે અરુણ નામ રાખ્યું, તો આરીફે ખોટા એડ્રેસ લખ્યા

    ણેય આરોપીઓની ધરપકડ બાદ જયારે સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી હતી તે દરમિયાન તેમની બોલવાની ઢબ અને ભાષાના કેટલાક શબ્દો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોલવામાં આવતી સ્થાનિક બોલી સાથે મળતા આવતા અધિકારીઓને શંકા ગઈ, અને તે આધાર પર કડક પુછપરછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને તેમની વાસ્તવિકતા સામે આવી હતી.

    - Advertisement -

    દેશમાં અરાજકતા ડર અને તબાહી ફેલાવવા દેશવિરોધી તત્વો રોજ નવા કારસ્તાન ઘડતા રહે છે, તેવામાં આતંકવાદી ગતિવિધિઓ પર પાડવા માટે કરવામાં આવતા ટેરર ફંડિંગને લઈને એક મોટો ખુલાસો થયો છે, વાસ્તવમાં ટેરર ફંડિંગ માટે પ્લેનમાં સોનાની તસ્કરી કરવા મુસ્લિમ આરોપીઓ હિંદુ બન્યા હોવાની ઘટના સામે આવી છે.

    અહેવાલો અનુસાર અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઇટ 6 E 921માં પટના પહોંચેલા સોનાના તસ્કરો ઝડપાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે, 10 નવેમ્બરે કસ્ટમ દ્વારા પકડાયેલા આરોપીઓએ ગુનો આચરવા પોતાનો ધર્મ બદલીને હિંદુ નામ રાખ્યા હતા, આરોપી હિતેશ જૈનની ઓળખ અફસર અતાઉલ્લાખાં તરીકે થઇ છે, તો બીજો આરોપી અરુણ વાસ્તવમાં રિઝવાન ખુર્શીદ હોવાનું સામે આવ્યું છે, જયારે ત્રીજો આરોપી આરીફ છે જેણે પોતાના ડોક્યુમેન્ટમાં તેના અબ્બાનું નામ અને સરનામું ખોટું દર્શાવ્યું હતું, માહિતી મુજબ ટેરર ફંડિંગ માટે પ્લેનમાં સોનાની તસ્કરી કરવા મુસ્લિમ આરોપીઓ હિંદુ બન્યા હોવાનો ખુલાસો થયો છે.

    આરોપીઓ પાસેથી દુબઈના હોલોગ્રામ વાળા 1 કિલોથી વધુ વજનના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. સોનાનું કુલ વજન 1.467 કિલો હતું. જેની બજાર કિંમત અંદાજે 77 લાખ જેટલી થાય. શરૂઆતમાં આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પણ કડક પૂછપરછમાં વાસ્તવિકતા સામે આવી હતી.

    - Advertisement -

    પાકિસ્તાનમાં બોલાતી ભાષાથી શંકા ગઈ

    ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ જયારે સુરક્ષા એજન્સીઓ પુછપરછ કરી રહી હતી તે દરમિયાન તેમની બોલવાની ઢબ અને ભાષાના કેટલાક શબ્દો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોલવામાં આવતી સ્થાનિક બોલી સાથે મળતા આવતા અધિકારીઓને શંકા ગઈ, અને તે આધાર પર કડક પુછપરછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા અને તેમની વાસ્તવિકતા સામે આવી હતી.

    પ્લેનમાં પહેલેથીજ મુકાઈ ગયું હતું સોનું

    આરોપીઓ કોના માટે કામ કરે છે અને કોના કહેવા પર આ ઘટનાને અંજામ આપ્યો તે હજુ સામે નથી આવ્યું, પણ તેઓ પ્લેનમાં બેસે તે પહેલાજ તેમની સીટ નીચે સોનું મૂકી દેવામાં આવ્યું હતું તેમ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગત 10 તારીખે અમદાવાદથી ઉડેલી ઈન્ડીગોની ફ્લાઈટ ઈ 921માં આરોપીઓ હિંદુ બનીને પટના પહોંચ્યા હતા. જ્યાં કસ્ટમ અધિકારીઓએ તેમને ઝડપી લીધા હતા, ત્યારબાદ આ ચોંકાવનારા ખુલાસો થયા છે. આ ઉપરાંત કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશનર પીકે કટિયાર પણ માને છે કે આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે. વિભાગે સોના સાથે પકડાયેલા ત્રણ શકમંદોની સંપૂર્ણ માહિતી પોલીસ સાથે શેર કરી છે, જેથી ઊંડી તપાસ કરી શકાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં