Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલીગઢમાં મુનશીફ અલીએ 70 વર્ષીય પત્નીને આપ્યા ટ્રિપલ તલાક: કોંગ્રેસી પુત્રી પર...

    અલીગઢમાં મુનશીફ અલીએ 70 વર્ષીય પત્નીને આપ્યા ટ્રિપલ તલાક: કોંગ્રેસી પુત્રી પર પણ માર મારવાનો આરોપ, મહિલાએ મોદી-યોગી પાસે માંગી મદદ

    મહિલાનો આરોપ છે કે "10 જાન્યુઆરી 2023ના રોજ તેનો પતિ મુનસિફ અલી અને પુત્રી તેના ઘરે પહોંચ્યા હતા. બંનેએ મહિલા સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન પતિએ મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા હતા. પુત્રી રૂહી ખાન પોતે કોંગ્રેસ નેતા હોવાની ધમકીઓ પણ આપે છે."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વૃદ્ધ મહિલાને ટ્રિપલ તલાક આપવાનો અને તેની સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. 70 વર્ષીય મહિલાનો આરોપ છે કે આ અંગે તેણે ફરિયાદ નોંધાવી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિતાએ તેની મોટી પુત્રી પર મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસી નેતા હોવાને કારણે પોલીસ તેમની સાથે મારપીટ કરનાર પુત્રી સામે કાર્યવાહી કરી રહી નથી.

    અહેવાલો અનુસાર પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા પીડિત મહિલા શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023)ના રોજ એસએસપી ઓફિસ પહોંચ્યાં અને ન્યાયની માંગ કરવા લાગ્યા હતા. મીડિયા સામે પણ મહિલાઓ રડતા રડતા પોતાની વાત મૂકી હતી. 70 વર્ષીય મહિલાનો આરોપ છે કે “10 જાન્યુઆરી 2023ના રોજ તેનો પતિ મુનસિફ અલી અને પુત્રી તેના ઘરે પહોંચ્યા હતા. બંનેએ મહિલા સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન પતિએ મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા હતા. પુત્રી રૂહી ખાન પોતે કોંગ્રેસ નેતા હોવાની ધમકીઓ પણ આપે છે.”

    મહિલાએ જણાવ્યું કે તેની પુત્રીએ તેને ખૂબ માર માર્યો હતો. તેની પાસે આ ઘટનાનો વીડિયો પણ છે. મહિલાનો આરોપ છે કે ઘરની વીજળી ડૂલ થઈ ગઈ છે. તેની પુત્રી ગુંડાઓ સાથે રાત્રે આવે છે અને તેને ધમકી આપે છે. મહિલાએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી અને વડાપ્રધાન મોદીને ન્યાયની અપીલ કરી છે.

    - Advertisement -

    તે મહિલાએ પોતાની જ પુત્રી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે અલીગઢમાં કોંગ્રેસ પાર્ટીની એક નેતા છે અને તે તેને વારંવાર પોતે નેતા હોવાની ધોંસ આપતી હોય છે. સાથે જ તેના જ દબાણના કારણે પોલીસ પણ ફરિયાદ કરવા છતાંય આ મામલામાં કોઈ કાર્યવાહી નથી કરી રહી.

    પોલીસનું કહેવું છે કે મહિલા 20 વર્ષથી તેના પતિથી અલગ રહે છે. તેના પરિવારમાં મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે પતિ મુનસિફ અલી અને પુત્રીનો આ મહિલા સાથે ઝઘડો થયો હતો. મહિલાએ મારપીટ અને ટ્રિપલ તલાકનો કેસ દાખલ કર્યો છે. પોલીસ ટીમ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં