Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ પોલીસે ચર્ચ સાથે જોડાયેલા કબ્રસ્તાનમાં તોડફોડ કરનાર દાઉદ અન્સારીની કરી ધરપકડ:...

    મુંબઈ પોલીસે ચર્ચ સાથે જોડાયેલા કબ્રસ્તાનમાં તોડફોડ કરનાર દાઉદ અન્સારીની કરી ધરપકડ: માહિમ ચર્ચ પાસે 18 ક્રોસ તોડ્યા હતા, CCTVથી પકડાયો

    વિડીયો ફૂટેજ મુજબ, દાઉદ અંસારી આ કૃત્ય કર્યા પછી થોડો સમય ચર્ચમાં હતો અને તરત જ સ્થળ પરથી ભાગી ગયો ન હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે શા માટે માહિમ ગયો હતો અને તેના કોઈ સંબંધીઓ ત્યાં રહે છે કે કેમ.

    - Advertisement -

    મુંબઈના પ્રસિદ્ધ માહિમ ચર્ચ સાથે જોડાયેલા કબ્રસ્તાનમાં 18 ‘ક્રોસ’માં તોડફોડ કરવા બદલ રવિવારે નવી મુંબઈમાંથી 22 વર્ષીય દાઉદ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે તેવી પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કૃત્ય પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના ઉપનગર માહિમમાં સેન્ટ માઈકલ ચર્ચના કબ્રસ્તાનમાં કથિત રીતે ‘ક્રોસ’ તોડ્યા બાદ આરોપી શનિવારે સવારે ચર્ચમાં થોડો સમય બેસી રહ્યો હતો.

    અહેવાલો અનુસાર આરોપી દાઉદ અન્સારી તેના કાકાની દુકાનમાં કામ કરે છે. વિશેષ ટીમ દ્વારા ટેકનિકલ વિશ્લેષણ અને CCTV ફૂટેજ દ્વારા નવી મુંબઈના કલંબોલીમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    ‘ઘણી એવી બાબતો સામે આવી છે જે જાહેર કરી શકાય નહીં’ – DCP

    પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ દરમિયાન કેટલીક એવી બાબતો સામે આવી છે જેને શેર કરી શકાતી નથી, કારણ કે આ મામલો ધાર્મિક સ્થળ સાથે સંબંધિત છે.” પોલીસે આ ઘટનાના સંદર્ભમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ડીસીપીએ જણાવ્યું હતું કે તે એક ગંભીર ગુનો છે અને ઉમેર્યું હતું કે તેઓ તમામ બાબતોની તપાસ કરી રહ્યા છે, જેમાં આરોપી દાઉદ અન્સારીએ અન્ય કોઈની સાથે કાવતરું રચ્યું હોય તેવી શક્યતા પણ સામેલ છે. તેમણે કહ્યું કે તેઓને મળેલા વિડીયો ફૂટેજ મુજબ, દાઉદ અંસારી આ કૃત્ય કર્યા પછી થોડો સમય ચર્ચમાં હતો અને તરત જ સ્થળ પરથી ભાગી ગયો ન હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે શા માટે માહિમ ગયો હતો અને તેના કોઈ સંબંધીઓ ત્યાં રહે છે કે કેમ.

    શનિવારે, 7 જાન્યુઆરી, થઇ હતી તોડફોડ

    શનિવારે (7 જાન્યુઆરી)ના રોજ માહિમ ચર્ચ ખાતે બનેલી ઘટના પછી તરત જ, ચર્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે માહિમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કેથોલિક સમુદાયના કેટલાક સભ્યો અને રાજકીય નેતાઓએ અગાઉ આ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલે ઝડપી પગલાં લેવા વિનંતી કરી હતી.

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસને આ મુદ્દાને “તાત્કાલિક સંજ્ઞાન” લેવા વિનંતી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં