Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ: માહિમ સ્થિત મજારની આસપાસના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર, રાજ...

    મુંબઈ: માહિમ સ્થિત મજારની આસપાસના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર, રાજ ઠાકરેએ આપી હતી ચીમકી- ન હટાવાય તો ત્યાં ગણેશ મંદિર બનાવીશું

    ગુડી પડવાની સભા દરમિયાન પોતાના સંબોધનમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ એક વિડીયો ક્લિપ બતાવીને મુંબઈના માહિમ બીચ પર સ્થિત આ ‘ગેરકાયદેસર દરગાહ’નો મુદ્દો ઉઠાવ્યો હતો.

    - Advertisement -

    મુંબઈ ખાતેના માહિમ (Mahim) બીચ પર સ્થિત મજાર (Mazar) આસપાસના ગેરકાયદેસર બાંધકામ પર મહારાષ્ટ્ર સરકારે બુલડોઝર ફેરવી દીધું છે. ગુરુવારે (23 માર્ચ, 2023) સવારે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું હતું અને અતિક્રમણ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બુધવારે જ આ ગેરકાયદેસર મજારનો મામલો ઉઠાવ્યો હતો. 

    ગુરુવારે વહેલી સવારે BMC અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સરવે કર્યો હતો. ત્યારબાદ બુલડોઝર વડે અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, મજારની આસપાસ બનેલા ગેરકાયદેસર અતિક્રમણને હટાવવામાં આવી રહ્યું છે અને મજાર હટાવવામાં આવી રહી નથી. 

    કાર્યવાહીને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી દિપક કેસરકરે જણાવ્યું કે, ‘હવે બાળાસાહેબ ઠાકરેના માર્ગ પર ચાલનારી સરકાર છે. રાજ ઠાકરેએ એ મુદ્દો ઉઠાવ્યો જે અગાઉ બાળાસાહેબે ઉઠાવ્યો હતો. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જો સમુદ્રમાં કોઈ પણ પ્રકારનું બંધકામ કરવામાં આવે તો CRZ હેઠળ પરવાનગી લેવાની રહેશે.’ 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બુધવારે (22 માર્ચ, 2023) ગુડી પડવાની સભા દરમિયાન પોતાના સંબોધનમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ એક વિડીયો ક્લિપ બતાવીને મુંબઈના માહિમ બીચ પર સ્થિત આ ‘ગેરકાયદેસર દરગાહ’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તાત્કાલિક આ મજાર હટાવી દેવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો તેમ કરવામાં નહીં આવે તો તેમની પાર્ટી એ જ સ્થળે ગણપતિ મંદિરનું નિર્માણ કરશે. 

    રાજ ઠાકરેએ પ્રશ્નો ઉઠાવતાં કહ્યું હતું, “અહીં શું થઇ રહ્યું છે? શું નવી હાજી અલી દરગાહ બની રહી છે? બે વર્ષ પહેલાં અહીં કંઈ ન હતું. નગરપાલિકામાં કર્મચારીઓ શહેરમાં ફરતા રહે છે પરંતુ તેમને આ ગેરકાયદેસર નિર્માણ દેખાતું નથી. આ બીજી હાજી અલી બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.”

    રાજ ઠાકરેએ જે વિડીયો ચલાવ્યો હતો તે ત્યારબાદ મનસે દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ડ્રોન ફૂટેજમાં સમુદ્રમાં એક નાનકડા ટાપુ પર ઇસ્લામિક બાંધકામ અને તેની આસપાસ ઇસ્લામિક ઝંડા જોઈ શકાય છે. 

    મુંબઈ ખાતેના માહિમ સ્થિત ઉભેલી આ મજાર અંગે તેમણે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે, એક મહિનાની અંદર ગેરકાયદેસર નિર્માણ હટાવવામાં નહીં આવે તો તેઓ તેની બાજુમાં જ એક ગણપતિનું મંદિર બનાવી દેશે. તેમણે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં