Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંસારી યુનિવર્સીટી બનાવવા માટે મુખ્તાર અંસારીએ મંદિરની કરોડોની કિંમતની જમીન પર કબજો...

    અંસારી યુનિવર્સીટી બનાવવા માટે મુખ્તાર અંસારીએ મંદિરની કરોડોની કિંમતની જમીન પર કબજો કર્યો: અધિકારીઓ પણ ખાલી કરાવતા ડરે છે, ઑપઈન્ડિયાનો ગ્રાઉન્ડ રીપોર્ટ

    નામો હટાવડાવ્યાં પછી પણ તે જમીન આજદિન સુધી ખાલી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે હજુ પણ અધિકારીઓ મુખ્તારથી ડરે છે કે જો સરકાર બદલાશે તો મુશ્કેલી થઈ પડશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં બાહુબલીઓ ઉપર કાર્યવાહી સતત ચાલી રહી છે, જે અંતર્ગત જેલમાં બંધ મુખ્તાર અંસારીના નજીકના આનંદ યાદવની 50 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. તો બીજી તરફ તેના શુટર અંગદ રાયને બિહારના ભભુઆથી ગાઝીપુર લાવવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગત દિવસોમાં બિહાર પોલીસે તેને દારૂ સાથે ઝડપી પડ્યો હતો. તો બીજી તરફ મુખ્તાર અંસારીએ મંદિરની જમીન પર કેવી રીતે કબજો જમાવ્યો હતો તે પણ સામે આવ્યું છે.

    મુખ્તાર પોતાના પરિવારના સભ્યો સાથે જેલમાં બંધ છે, તેની પત્ની અફ્સા અંસારી ફરાર છે. અતીકની પત્ની શાઈસ્તા પરવીનની જેમ અફ્સા પર પણ પોલીસે 50 હજાર રૂપિયાના ઇનામની ઘોષણા કરી છે. તેની ધરપકડ માટે પોલીસ ઠેકઠેકાણે દરોડા પાડી રહી છે, પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી, તો બીજી તરફ અંગદ પર ગાળિયો કસવામાં આવી રહ્યો છે.

    એક સમય હતો જ્યારે મુખ્તારના ડરથી નેતાઓ અને અધિકારીઓ પણ કશું બોલતા ન હતા. પોતાના ગૃહ જિલ્લા મઉથી પૂર્વાંચલ સુધી, બધું મુખ્તારની મનમરજી મુજબ જ.થતું હતું. ઑપઈન્ડિયા સાથે વાત કરતા મઉના ડીએસપી ધનંજય મિશ્રાનું કહેવું છે કે, “એક સમુદાયના નેતા હોવા ઉપરાંત તેમાં બીજો કોઇ દમ નથી. તેની સામે 5 ડઝન કેસ નોંધાયેલા છે.”

    - Advertisement -

    મુખ્તાર અંસારીને એટલો ભરોસો બંધાઈ ગયો હતો કે હિંદુ ધર્મસ્થાનોની જમીન પર કબજો કરતી વખતે પણ તેને કોઈનો પણ ડર નહોતો. અંસારી યુનિવર્સીટી બનાવવા માટે મુખ્તાર અંસારીએ મંદિરની કરોડોની કિંમતની જમીન પર કબજો કર્યો હતો. મઉમાં સદર તાલુકા હેઠળના દક્ષિણ ટોલામાં આવેલું આ મંદિર 125 વર્ષ જૂનુ છે, અને આ હિંદુ મંદિરની 4.60 એકર જમીન પર મુખ્તારે કબજો જમાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર છોટેલાલ ગાંધીએ 2016માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    ઑપઈન્ડિયા પાસે ઉપલબ્ધ ફરિયાદની નકલમાં જણાવાયું છે કે મુખ્તારે મહેસૂલી કર્મચારીઓ સાથે મળીને મુખ્તાર અંસારીએ મંદિરની જમીન પચાવી પાડવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને પોતાની મેળે કરાર મેળવીને જમીનનો કબજો મેળવી લીધો હતો. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બેઈમાની સાથે સાથે તેણે આ વિસ્તારમાં ગુનેગારોને ભેગા કર્યા હતા અને જેસીબી મશીન લગાવીને ભગવાનની જમીનનો કબજો લઈ લીધો હતો.

    જો કે, તે પછી પણ છોટેલાલ ગાંધી મુખ્તાર અંસારીની વિરુદ્ધ ઉભા રહ્યા અને આજે પણ તે લડત આપી રહ્યા છે. ઑપઈન્ડિયા સાથે વાત કરતા ગાંધીએ જણાવ્યું કે, “તત્કાલીન ધારાસભ્ય મુખ્તાર અંસારીએ 2016માં 50,000 લોકો સાથે અન્સારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. તેણે તેની બાજુમાં આવેલી ઠાકુરજી (ભગવાન)ની લગભગ ૧૫ કરોડ રૂપિયાની જમીન પર પણ કબજો કરવાનું શરૂ કર્યું હતું.”

    ગાંધી વધુમાં કહે છે, “જ્યારે મને આ વાતની જાણ થઈ કે મુખ્તાર અંસારીએ મંદિરની જમીન પર કબજો જમાવ્યો છે, ત્યારે મેં આ અંગે તમામ અધિકારીઓને એક પત્ર લખ્યો હતો. ત્યાર બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન આવતા મે 2016માં સતત સાત દિવસ સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ અન્ય અધિકારીઓને લાવ્યા અને કહ્યું કે સાત દિવસમાં ઠાકુરજીના નામે આખી જમીન પરત કરવામાં આવશે. “

    મુખ્તાર પર રાજકીય દમનની ઘટનાને યાદ કરતા ગાંધી વધુમાં કહે છે, “તે સમયે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને મુખ્તાર સમાજવાદી પાર્ટીનો ધારાસભ્ય હતો. મુખ્તાર અન્સારી સામે તપાસ કરવાની ક્ષમતા કોઈ ડીએમ કે અધિકારી પાસે નહોતી. કોઈ જ તપાસ ન થઈ. 2019 માં મુખ્તારના નજીકના સાથી ગણેશ દત્ત મિશ્રાએ છેતરપિંડીથી જમીન તેમના નામે નોંધાવી લીધી હતી.”

    ગાંધી જણાવે છે કે ગણેશ દત્ત મિશ્રા મુખ્તારની મદદથી મોટી જમીનો પર કબજો કરતો હતો, અને તેનું પ્લોટીંગ કરીને વેચી દેતો હતો. વર્ષ 2019માં તેણે મહેસૂલી અધિકારીઓ સાથે મળીને ઠાકુરજીની જમીન પોતાના નામે કરાવી લીધી હતી, અને ત્યારબાદ તેનું પ્લોટીંગ પાડીને વેચવાનું શરૂ કર્યું હતું. ગાંધીનું કહેવું છે કે આ વિશે માહિતી મળતા તેમણે તરત જ ડીએમને જાણ કરી દીધી. જેને પગલે મિશ્રા સહિત 60 લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

    છોટેલાલ ગાંધીએ આગળ જણાવ્યું કે, “SDM નિરંકાર સિંહે બે મહિનાની અંદર તે જમીન પરના તમામ લોકોના નામ રદ કર્યા હતા અને ઠાકુરજીના નામે જમીન ટ્રાન્સફર કરી હતી અને મઉ કલેક્ટર કચેરીને તેના મેનેજર બનાવ્યા હતા. મુખ્તારના માણસો હજી પણ મઉમાં ખૂબ જ છે. નામો હટાવડાવ્યાં પછી પણ તે જમીન આજદિન સુધી ખાલી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે હજુ પણ અધિકારીઓ મુખ્તારથી ડરે છે કે જો સરકાર બદલાશે તો મુશ્કેલી થઈ પડશે.”

    છોટેલાલ ગાંધીએ એ પણ માહિતી આપી હતી કે તેઓ તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને મુખ્તાર અંસારીની આશરે 8 અબજ રૂપિયાની સંપત્તિ પર કાર્યવાહી માટે અરજી કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને મુખ્તારથી ડર લાગે છે, તો છોટેલાલ કહે છે કે તેઓ મરવા માટે જ આ કામ કરે છે. તેમને મુખ્તાર-બુખ્તારનો કોઈ ડર નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં