Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાફિયા મુખ્તાર અન્સારીના પરિવાર પર પણ સકંજો કસતી યુપી સરકાર, 8 કરોડની...

    માફિયા મુખ્તાર અન્સારીના પરિવાર પર પણ સકંજો કસતી યુપી સરકાર, 8 કરોડની બેનામી સંપત્તિ જપ્ત: માતા-બહેનના નામે રાખ્યા હતા પ્લોટ

    મામલાની જાણ થતાં શનિવારે ગાઝીપુર પોલીસ ફરી લખનઉ પહોંચી અને મુખ્તાર અન્સારીની માતા રાબિયા ખાતૂન ઉર્ફે રાબિયા બેગમ અને બહેન ફહમીદા અંસારીના નામે નોંધાયેલ 386 ચોરસ મીટરનો અને બીજો 231 મીટરનો પ્લોટ જપ્ત કરી લીધો હતો.

    - Advertisement -

    ઉતરપ્રદેશના માફિયા ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટમાં 10 વર્ષની સજા મળી છે. ત્યારબાદ હવે તેના પરિવાર પર પણ ઉત્તરપ્રદેશ સરકારે સકંજો કસ્યો છે. આ જ ક્રમમાં તંત્રે મુખ્તાર અન્સારીની 8 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે. તેણે માતા અને બહેનનાં નામે પ્લોટ્સ જપ્ત કર્યા હતા. તેની માતા અને બહેનનાં નામ પર નોંધાયેલ 8 કરોડની કિમતના 2 પ્લોટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર, 2022) હાજીપુર અને હજરતગંજ પોલીસની હાજરીમાં બે પ્લોટ જપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્લોટ મુખ્તાર અન્સારીની માતા રાબિયા ખાતૂન ઉર્ફે રાબિયા બેગમ અને બહેન ફહમીદા અન્સારીના નામે નોંધાયેલા હતા. આ બંને પ્લોટની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે

    આ પહેલાં ગત 23 ઓક્ટોબરે લખનઉના હઝરતગંજ વિસ્તારના ડાલીબાગ ખાતે મુખ્તાર અન્સારીના મોટા ભાઈ અને સાંસદ અફઝલ અન્સારીની પત્નીના નામે નોંધાયેલી કોઠીને ગાઝીપુર પોલીસ દ્વારા તોડી પાડવામાં આવી હતી.

    - Advertisement -

    આ મામલે મોહમ્મદાબાદના સીઓ શ્યામ બહાદુર સિંહનું કહેવું છે કે, મુખ્તાર અન્સારીની બેનામી સંપત્તિ ગેંગસ્ટર એક્ટ હેઠળ અટેચ કરવામાં આવી રહી છે. જે મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, મુખ્તારે ગેરકાયદેસર કમાણી કરીને આ પ્લોટ ખરીદ્યો હતો અને માતા અને બહેનના નામે રાખી દીધો હતો. મામલાની જાણ થતાં શનિવારે ગાઝીપુર પોલીસ ફરી લખનઉ પહોંચી અને મુખ્તાર અન્સારીની માતા રાબિયા ખાતૂન ઉર્ફે રાબિયા બેગમ અને બહેન ફહમીદા અંસારીના નામે નોંધાયેલ 386 ચોરસ મીટરનો અને બીજો 231 મીટરનો પ્લોટ જપ્ત કરી લીધો હતો.

    શ્યામ બહાદુર સિંહે વધુમાં જણાવ્યું છે કે, આ બંને સંપત્તિઓને ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર અટેચ કરવામાં આવી છે. હવે આ બંને મિલકતો સ્થાનિક હઝરતગંજ પોલીસની દેખરેખ હેઠળ હશે. જો આ પ્લોટો પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    નોંધનીય છે કે ગુરુવારે (15 ડિસેમ્બર, 2022) ગાઝીપુર કોર્ટે માફિયા મુખ્તાર અંસારી અને તેના સાથી ભીમ સિંહને 10 વર્ષની સજા સંભળાવી હતી. આ સિવાય કોર્ટે મુખ્તાર પર 5 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

    ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે માફિયા રાજનો અંત લાવવાનું વચન આપ્યું હતું અને તેમને જેલના સળિયા પાછળ મોકલવાની વાત કરી હતી. ત્યારથી રાજ્યમાં પોલીસ-વહીવટી તંત્ર ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. મુખ્તાર અન્સારી પણ તેમાંથી એક છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં