Sunday, April 28, 2024
More
    હોમપેજદેશમોહરમના જુલુસ દરમિયાન લગાવ્યા હતા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા….હવે ભરવા પડશે 1 કરોડ...

    મોહરમના જુલુસ દરમિયાન લગાવ્યા હતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા….હવે ભરવા પડશે 1 કરોડ રૂપિયા: UPના જૌનપુરમાં 13 આરોપીઓ સામે કાર્યવાહી

    નોટિસમાં ગેરકાયદેસર કબજો હટાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ આરોપીઓ મળીને કુલ લગભગ 1 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં આ મહિને 1 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગવાનો વિડીયો વાયરલ થયો હતો. આ નારા 29 જુલાઈના રોજ નીકળેલા દસમા મોહરમના જુલુસમાં લગાવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે 33 આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરીને જેલભેગા કર્યા હતા. હવે આ 33માંથી 13 આરોપીઓને જિલ્લાતંત્રે જમીન પર ગેરકાયદે કબજો કરવા બદલ નોટિસ ફટકારી છે. શનિવાર (12 ઓગસ્ટ,2023)ના રોજ ફટકારેલી આ નોટિસમાં ગેરકાયદેસર કબજો હટાવવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ આરોપીઓ મળીને કુલ લગભગ 1 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

    મીડિયા અહેવાલો અનુસાર, આ મામલો મીરગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા ગોધના અને કિશુનદાસપુર ગામનો છે. બુધવાર (9 ઓગસ્ટ,2023)ના રોજ રેવન્યુ ટીમો આરોપીઓની જમીન માપવા માટે અહીં પહોંચી હતી. સુરક્ષા માટે પોલીસ દળ પણ ટીમ સાથે હાજર હતું. જમીન માપણી દરમિયાન જાણવા મળ્યું કે, મોહરમના જુલુસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા 13 આરોપીઓ દ્વારા ગામની જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. માપણી બાદ શનિવારે મછલીશહેરના નાયબ મામલતદાર સંતોષકુમાર યાદવે તમામ આરોપીઓને તથા તેના પરિવારને નોટિસ ફટકારી દીધી હતી.

    આ નોટિસમાં ગેરકાયદે જમીન પર કબજો કરનારા તમામ 13 આરોપીઓને 15 દિવસની અંદર જાતે જ અતિક્રમણ દૂર કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે બધા આરોપીઓ મળીને કુલ 1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની આ રકમ ઓછામાં ઓછી 32 હજારથી લઈને વધુમાં વધુ 19.80 લાખ રૂપિયાની વચ્ચે છે.

    - Advertisement -

    તમામ આરોપીઓએ આ દંડની રકમ 15 દિવસની અંદર જમા કરવાની રહેશે. આ સમયમર્યાદામાં જાતે અતિક્રમણ ન હટાવ્યું અને દંડની રકમ જમા ના કરાવી તો આગળની કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ, 2023ના રોજ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં થયેલા સૂત્રોચ્ચારનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સાહિલ અલી, ઈદૂ, કૈફ, મહોમ્મદ કૈશ, મહોમ્મદ શરીફ, સલીમ, દિલશાદ, સજ્જાકનો પુત્ર સંજય, તાલિમ, નૌશાદ, મહોમ્મદ અલી, વસીમ, અફઝલ, મહોમ્મદ કૈફ, ઈબરાર, આફતાબ, ઈર્શાદ, મુશ્તાક, દિલશાદ અલી, શેર અલી, રફીક, ઈશ્તિયાક, એજાજ, ઈબનૈન, મજીદ, સરફરાજ, કૈફ, અસલમ, મહતાબ, અબ્દુલ અઝીઝ, મહોમ્મદ શમીશ, ઈજાજ અહેમદ અને મહોમ્મદ ફિરોજની ધરપકડ કરી હતી. આરોપીઓમાં જૌનપુરની સાથે પ્રયાગરાજના રહેવાસી પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં