Thursday, May 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબળાત્કારનો પ્રયાસ કર્યો, ગુપ્તાંગ સ્પર્શે તેમ ખોળામાં બેસાડતો: દીન અને કુરાનના પાઠ...

    બળાત્કારનો પ્રયાસ કર્યો, ગુપ્તાંગ સ્પર્શે તેમ ખોળામાં બેસાડતો: દીન અને કુરાનના પાઠ ભણાવતા મુહમ્મદ અસગરને બાળકોના યૌન શોષણ બદલ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

    અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુહમ્મદ અસગરે પીડિત બાળકને સોફા પર બેસાડીને તેનાં કપડાં ઉતારીને તેની સાથે બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    લંડનના એક શહેરમાં એક મસ્જિદના મૌલવીને બાળકો પર કુકર્મ કરવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. તેની ઓળખ મુહમ્મદ અસગ઼ર તરીકે થઇ છે. તે મુસ્લિમ બાળકોને દીન અને કુરાનના પાઠ ભણાવે છે. 

    અસગર છેલ્લા ત્રણ વર્ષથી તેની પાસે તાલીમ લઇ રહેલાં બે બાળકોનું શારીરિક શોષણ કરતો હોવાનો ખુલાસો થયો હતો. જોકે, આ 68 વર્ષીય મૌલવીએ પોતાની ઉપર લાગેલા આરોપો નકારી કાઢ્યા હતા પરંતુ કોર્ટે પુરાવા અને તથ્યોના આધારે તેને 10 વર્ષની સજા સંભળાવી છે. મામલો લંડનના ક્રોયડનનો છે.

    અહેવાલો અનુસાર લંડનના ક્રોયડનમાં મુહમ્મદ અસગરે મુસ્લિમ બાળકોને ઇસ્લામના પાઠ ભણાવવાનું કામકાજ ચાલુ કર્યું હતું અને તે સ્થાનિક મસ્જિદ અને ઇસ્લામિક સેન્ટરમાં રહીને બાળકોને દીની તાલીમ આપતો હતો. આ દરમિયાન તેની પાસે ઇસ્લામિક પાઠ ભણવા આવતા 13 અને 14 વર્ષના બાળકો સાથે તે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. તેનો આ ઘટનાક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ હતો. તે આ બાળકોની જીભ પોતાના મોમાં લેતો અને પોતાના ગુપ્તાંગને સ્પર્શ થાય તેમ તે આ બાળકોને ખોળામાં બેસાડતો હતો.

    - Advertisement -

    આટલું જ નહીં, અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુહમ્મદ અસગરે પીડિત બાળકને સોફા પર બેસાડીને તેનાં કપડાં ઉતારીને તેની સાથે બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અન્ય પીડિત જે 13 વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે, તેણે પણ પોલીસને નિવેદન આપ્યું હતું કે અસગરે તેના જ ઘરે તેની સાથે જાતીય સતામણી કરી હતી.

    પીડિત બાળકોના નિવેદન બાદ કોર્ટે નોંધ્યું હતું આરોપીના શારીરિક શોષણના આ કૃત્યથી પીડિતોને ‘ગંભીર માનસિક નુકસાન’ થયું છે અને બંને પીડિતો તેમની ઉંમરને કારણે ‘વધુ સંવેદનશીલ’ છે. તો બીજી તરફ દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં અસગર વકીલને સાથે રાખી પોતે નિર્દોષ હોવાનું જણાવતો રહ્યો હતો. જોકે, કોર્ટે તેની દલીલો ફગાવી દીધી હતી અને આ કૃત્ય બદલ 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં