Saturday, June 22, 2024
More
  હોમપેજદેશ‘મારા પૂર્વજ બાબરના સેનાપતિ દ્વારા શ્રીરામ મંદિર તોડવું જાહિલ અને નિંદનીય કૃત્ય’:...

  ‘મારા પૂર્વજ બાબરના સેનાપતિ દ્વારા શ્રીરામ મંદિર તોડવું જાહિલ અને નિંદનીય કૃત્ય’: મુઘલોના ‘વંશજે’ હિંદુ મહાસભાને લખેલો પત્ર વાયરલ, માંગી હતી રામભક્તોની માફી

  પત્રમાં તથાકથિત પ્રિન્સ યાકુબ રામમંદિરના નિર્માણમાં સોનાની ઈંટ આપવાની ઘોષણા પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "બાબર તેમજ બહાદુરશાહ ઝફરના વંશજ હોવાના નાતે એક વાર ફરી સમસ્ત હિંદુઓથી ક્ષમા યાચના સાથે શ્રીરામ મંદિર નિર્માણ હેતુ તન, મન અને ધનથી સહયોગ આપવાનું વચન આપું છું."

  - Advertisement -

  છેલ્લા બે દિવસથી એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર લખનાર વ્યક્તિ પોતે બાબરના વંશજ હોવાનો દાવો કરે છે. પત્ર ચક્રપાણી મહારાજને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં અયોધ્યા સ્થિત રામ મંદિર ધ્વંસ કરવા પર મુઘલોના વંશજે સમસ્ત હિંદુ સમુદાયની માફી માગી છે. પત્રની ઉપર અને નીચે 2 અલગ અલગ પ્રકારના સિક્કા પણ મારવામાં આવ્યા છે.

  આ પત્ર ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને X પર વાયરલ થઇ રહ્યો છે. માત્ર 2 કલાકમાં જ તેના પર હજારો લોકોની લાઈક અને કમેન્ટ આવી ચૂકી છે. આ પત્રની સહુથી ઉપર ‘રોયલ મુઘલ ફેમિલી ઓફ હિન્દુસ્તાન’ લખવામાં આવ્યું છે. તેની નીચે H.R.H પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસી અને તેની નીચે લખવામાં આવ્યું છે કે બહાદુરશા ઝફરના પ્રપૌત્ર લખવામાં આવ્યું છે.

  મુઘલોના વંશજે માફી માગી તે પત્ર અખિલ ભારત હિંદુ મહાસભા/સંત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજને સંબોધીને લખવામાં આવ્યો છે. પત્રના વિષયમાં લખવામાં આવ્યું છે કે, “મારા પૂર્વજ બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા 1528માં અયોધ્યા સ્થિત ભગવાન રામનું વિશાળ મંદિર ધ્વસ્ત કરવા પર સમસ્ત હિંદુ ભાઈઓ તેમજ શ્રીરામ ભક્તોની ક્ષમા યાચના પત્ર.” પોતાન બાબરના સીધી લીટીના વારસદાર ગણાવતા યાકુબ તુસી દ્વારા લખવામાં આવ્યો છે.

  - Advertisement -

  બાબરના વંશજ હોવાનો દાવો કરીને પત્રની શરૂઆત

  આ પત્રમાં યાકુબ તુસી લખે છે કે, “પૂજનીય સ્વામીજી, હું શાહી મુઘલ પરિવાર બાબર અને બહાદુરશા ઝફરની છઠ્ઠી પેઢીના વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસી છું, જે આજે પોતાના અંતર આત્માની અવાજથી મારા પૂર્વજ બાબરના સેનાપતિ મીરબાકી દ્વારા 1528માં અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રીરામ મંદિરને તોડવાના કૃત્યને જાહિલ, અધમ તેમજ નિંદનીય માનીને વિશ્વના સમસ્ત હિંદુઓથી સંપૂર્ણ સચેત રીતે હ્રદયના ઊંડાણથી ક્ષમા માગું છું.”

  મુસ્લિમો બાબરી પર રાજનીતિ બંધ કરે

  આ પત્રમાં યાકુબ હબીબુદ્દીન આગળ લખે છે કે, “માનનીય સુપ્રીમ કોર્ટમાં શ્રીરામ જન્મભૂમી વિવાદમાં તમામ મુસ્લિમ પક્ષકારોને નિવેદન કરું છું કે, તેઓ શ્રીરામ જન્મભૂમિ પર બાબરી મસ્જિદના નામે રાજનીતિ કરવાનું બંધ કરે તેમજ પોતાના ખોટા વાયદા પરત લઈને શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ હેતુ માર્ગ પ્રશસ્ત કરે જેનાથી હિંદુ-મુસ્લિમ સદભાવના સચવાઈ શકે. અહીં યાદ અપાવવા માંગું છું કે મારા પૂર્વજ બાબરે પણ પોતાની વસિયતમાં આ હરકતને કલંક ગણાવી હતી તથા લખ્યું હતું કે હિંદુસ્તાનમાં સંત મહાત્માનું સન્માન કરો અને મંદિરોની સુરક્ષા કરો.”

  સોનાની ઈંટ આપવાની ઘોષણા કરી હતી

  આ પત્રમાં તથાકથિત પ્રિન્સ યાકુબ રામમંદિરના નિર્માણમાં સોનાની ઈંટ આપવાની ઘોષણા પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “બાબર તેમજ બહાદુરશાહ ઝફરના વંશજ હોવાના નાતે એક વાર ફરી સમસ્ત હિંદુઓથી ક્ષમા યાચના સાથે શ્રીરામ મંદિર નિર્માણ હેતુ તન, મન અને ધનથી સહયોગ આપવાનું વચન આપું છું. ઉપરાંત નિર્માણ સમયે એક સોનાની ઈંટ પોતાની તરફથી આપવાનો વાયદો કરું છું, જે હિંદુ મુસ્લિમ એકતામાં મજબૂત પાયો સાબિત થશે.”

  જોકે, આ પત્ર હાલ લખવામાં આવ્યો હોય તેમ નથી. પત્ર સપ્ટેમ્બર, 2018નો છે. તેમાં ઉપર લખવામાં આવેલી તારીખ 16/09/2018 આ વાતની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો એક રિપોર્ટ પણ ધ્યાને પડ્યો, જે પણ આ જ બાબત જણાવે છે.

  પછીથી જ્યારે 9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને વિવાદિત ભૂમિ રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો આદેશ કર્યો અને મંદિરનિર્માણ માટે સરકારને ટ્રસ્ટ બનાવવા માટે કહ્યું ત્યારે તે ચુકાદાનું પણ આ મુઘલ વંશજે સ્વાગત કર્યું હતું. ત્યારે તેમણે રામ મંદિર માટે પોતાનો સોનાની ઇંટ આપવાનો વાયદો યાદ કરતાં કહ્યું હતું કે તેઓ જરૂરથી દાન કરશે.

  જોકે, પોતાને મુઘલોના વંશજ ગણાવતા યાકુબ હબીબુદ્દીન તુસીએ ભવ્ય રામ મંદિરમાં સોનાની ઈંટ આપી છે કે કેમ તથા આ પત્ર વિશે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં