Saturday, September 7, 2024
More
    હોમપેજગુજરાતપુરાવા એકઠા કરી રિમાન્ડની માંગણી સાથે મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ...

    પુરાવા એકઠા કરી રિમાન્ડની માંગણી સાથે મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે: ગુનાહિત ઇતિહાસ અને આતંકી સંગઠન સાથે કનેક્શન મામલે ચાલી રહી છે તપાસ

    જામિયા રિયાજુલ જન્ના, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાન નામના ત્રણ ટ્રસ્ટ શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મૌલાના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન ધરાવે છે કે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    31 જાન્યુઆરીએ જૂનાગઢમાં આવીને ભડકાઉ ભાષણ કરનારો મૌલાના મુફ્તી સલમાન અઝહરી હવે કોર્ટ સમક્ષ રજૂ થશે. ATS મુખ્યાલય પર તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સાથે હાલ પણ ATS તેની તપાસમાં લાગી રહી છે. જે બાદ 5 ફેબ્રુઆરીએ જ અઝહરીનો કબજો જૂનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેને જૂનાગઢ લઈ ગઈ હતી. જોકે, 5 ફેબ્રુઆરીએ સાંજે જ મૌલાનાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર હતો પરંતુ જરૂરી તપાસ અને કાર્યવાહી બાદ હવે મુફ્તી સલમાન અઝહરીને 6 ફેબ્રુઆરીએ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    વ્યસન મુક્તિ કાર્યક્રમના નામે ગુજરાતમાં આવીને ઝેર ઓકનારા સલમાન અઝહરીને ATS મુખ્યાલય અમદાવાદથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. જૂનાગઢના જયશ્રી ટોકીઝ નજીકના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તેને રાખવામાં આવ્યો હતો. સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે મૌલાના સલમાન અઝહરીની LCBની ટીમ દ્વારા આકરી પૂછપરછ કરવામાં હતી. જે બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 6 ફેબ્રુઆરીએ રિમાન્ડની માંગણી સાથે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આ સમગ્ર મામલે SP હર્ષદ મહેતાએ 5 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ નોંધાય છે? કયા-કયા શહેરો અને રાજ્યોમાં ભડકાઉ ભાષણ કર્યા છે? કોની મદદથી ગુજરાતમાં અન્ય જગ્યાએ કાર્યક્રમો થયા છે? ત્યાં કોની મંજૂરી લેવામાં આવી હતી? મંજૂરી લીધી હતી કે કેમ, આવા અનેક મુદ્દે LCB અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. આવા અનેક મુદ્દે તપાસ કર્યા બાદ તેના પુરાવાઓ એકઠા કરીને 6 ફેબ્રુઆરીએ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે.

    - Advertisement -

    આતંકી કનેક્શન મામલે થશે તપાસ

    જૂનાગઢ પોલીસ અને ATSની ટીમ સાથે મળીને મૌલાના અઝહરી વિશેની તમામ માહિતી જોતરી રહી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી લઈને કચ્છ શહેરમાં કરેલા ભડકાઉ ભાષણ વિશે પણ માહિતી એકઠી કરી રહી છે. સાથે મૌલાના ત્રણ ટ્રસ્ટ અને વિદેશી ફંડિંગને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જામિયા રિયાજુલ જન્ના, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાન નામના ત્રણ ટ્રસ્ટ શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મૌલાના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન ધરાવે છે કે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં