Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુબીને સાગરીતો સાથે મળીને હિંદુ મહિલાની હત્યા કરી નાંખી, લાશ કબ્રસ્તાનમાં દફનાવી:...

    મુબીને સાગરીતો સાથે મળીને હિંદુ મહિલાની હત્યા કરી નાંખી, લાશ કબ્રસ્તાનમાં દફનાવી: દિલ્હીનો મામલો, તપાસ શરૂ

    તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તારીખ 2 જાન્યુઆરીના દિવસે અપહરણ કર્યું હતું અને તે દિવસે મીનાની હત્યા કરી નાંખવામાં આવી હતી.

    - Advertisement -

    દેશની રાજધાની આજકાલ ગુનાઓની પણ રાજધાની બની છે. દિલ્લીના મંગોલપુરી વિસ્તારમાં હત્યાની એક સનસનીખેજ ધટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અહીં મીના નામની એક 54 વર્ષીય મહિલાની મુબીન ખાન નામના વ્યક્તિ અને તેના બીજા બે સાથીઓ મળીને ક્રૂર હત્યા કરી નાંખી હતી.

    મૂળ ઘટના એવી છે કે, દિલ્લીના મંગોલપુરીથી મીના નામની મહિલા 02 જાન્યુઆરીથી ગુમ થઇ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જેમાં તેમણે મુબીન નામના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે શંકાના આધારે કરતા આરોપીએ તેનો ગુનો કબુલ કર્યો હતો. 

    તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તારીખ 2 જાન્યુઆરીના દિવસે અપહરણ કર્યું હતું અને તે દિવસે મહિલાની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યા કર્યા બાદ, મીનાની લાશને મુબીન અને તેના બીજા બે સાથીઓએ મળીને નજીકના કબ્રસ્તાનમાં દફનાવી દીધી હતી. 

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં કરવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓની ઓળખ મુબીન ખાન, નવીન ખાન અને રેહાન તરીકે થઈ છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે કબ્રસ્તાનના રખેવાળને પર ગિરફ્તાર કરવામાં આવ્યો છે. 

    હાલમાં હત્યાનું કોઈ ઠોસ કારણ જાણવા મળ્યું નથી પરનું શંકાના આધારે માનવામાં આવી રહ્યું છે કે મીના વ્યાજ વટાવનું કામ કરતી હતી અને મુબીન અને તેના સાથીદારો મીના માટે કામ કરતા હતા. તેઓ હિસાબમાં ગડબડ કરતા હોવાની શંકા મીનાને ગઈ હતી. મીના આગળ શું કરશે તે વાતથી ગુંગળામણ અનુભવતા હતા. ત્યારબાદ મુબીને તેના સાથીઓ સાથે મળીને તેની હત્યા કરી નાંખવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જો કે પોલીસ હજુ પણ વધુ તપાસ કરીને વિગતો મેળવશે.

    સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે જેની હત્યા થઈ છે તે મહિલા હિંદુ છે જ્યારે ચારેય હત્યારાઓ મુસ્લિમ છે અને મહિલા હિંદુ હોવા છતાં તેને મુસ્લિમ કબ્રસ્તાનમાં કેમ દફનાવવામાં આવી? જો કે પોલીસે કબ્રસ્તાનમાંથી લાશ પોતાના કબ્જામાં લઇ લીધી છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મૂકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ જાણકારી મળશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં