Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં ગીતકાર દર્શન રાવલના કોન્સર્ટમાં સર્જાઈ અવ્યવસ્થા, 30થી વધુ વિદ્યાર્થીઓ થયા બેભાન:...

    વડોદરામાં ગીતકાર દર્શન રાવલના કોન્સર્ટમાં સર્જાઈ અવ્યવસ્થા, 30થી વધુ વિદ્યાર્થીઓ થયા બેભાન: MSUમાં હતો શો, 200ના પાસની થઇ હતી 700માં કાળાબજારી

    આ પહેલા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગીતકાર દર્શન રાવલના આ મ્યુઝીક કોન્સર્ટના પાસની કાળાબજારી થઇ રહી છે. યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે વિદ્યાર્થીએ હોબાળો કર્યો હતો. 200 રૂપિયાના પાસ 500થી લઇને 700 રૂપિયામાં વેચાતા હોવાના આક્ષેપ કરાયો હતો.

    - Advertisement -

    વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ગીતકાર દર્શન રાવલના લાઈવ મ્યુઝીક કોન્સર્ટમાં ભારે ભીડ થઈ જતાં સ્થિતિ કાબૂ બહાર પહોંચી હતી. ટેક્નોલોજી ફેકલ્ટીની ઈવેન્ટમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટના પાસની કાળાબજારીના કારણે ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી. જેથી ત્યાં ધક્કામુક્કીમાં ગૂંગળામણના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    અહેવાલો મુજબ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ટેક્નોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા રવિવાર (6 માર્ચ 2023)ના રોજ ફૂટપ્રિન્ટ ઇવેન્ટના ભાગરૂપે એક મ્યુઝીક કોન્સર્ટનું આયોજન કરાયું હતું જેમાં ગીતકાર દર્શન રાવલ આવવાનો હતો.

    ગીતકાર દર્શન રાવલનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી MSUની ટેક્નોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહીં અપાતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જે બાદ ધક્કામુકી વધતા ઘણા લોકોને ઇજા પહોંચી હતી અને તેમના બુટ ચંપલ વગેરે ખોવાયા હતા. આ ધક્કામુકીમાં સૌ પહેલા 2-3 વિદ્યાર્થીનીઓ બેભાન થઇ હતી. તેમના માટે 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

    - Advertisement -

    તે બાદ પણ ભીડ ઓચ્છુ થવાનું નામ જ નહોતી લઇ રહી. ભારે ભીડના કારણે અને ગભરામણના કારણે બીજા ઘણા વિદ્યાર્થીઓએ બેભાન થવા માંડ્યા હતા. જેનો આંકડો છેલ્લે 30 પહોંચ્યો હતો.

    Rs. 200ના પાસની 500-700માં કાળાબજારી કરી, 3500ની જગ્યાએ 8000 પાસ વેચાયા હતા

    આ પહેલા આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગીતકાર દર્શન રાવલના આ મ્યુઝીક કોન્સર્ટના પાસની કાળાબજારી થઇ રહી છે. યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે વિદ્યાર્થીએ હોબાળો કર્યો હતો. 200 રૂપિયાના પાસ 500થી લઇને 700 રૂપિયામાં વેચાતા હોવાના આક્ષેપ કરાયો હતો.

    આ ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટી ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકોની હોવા છતાં 7 થી 8 હજાર પાસ વેચવામાં આવ્યા હતા. જેને કારણે એટલી ભીડ ભેગી થઇ ગઈ હતી કે ત્યાં શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું હતું. જેના કારણે ગૂંગણામણથી એક પછી એક વિદ્યાર્થીઓ બેભાન થાવ માંડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં